31 AUGUST CURRENT AFFAIRS 2022 | DAILY CURRENT AFFAIRS IN GUJARATI

 અહી 31 ઓગસ્ટ 2022 નું CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે. 

આ પ્રકારનાં DAILY CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં મેળવવા માટે GPSC ADDA 1 સાથે જોડાયેલા રહો.


 

30 AUGUST 2022 CURRENT AFFAIRS IN GUJARATI FOR GPSC AND GUJARAT CLASS - 3 EXAMS BY GPSC ADDA 1



સ્મૃતિ વન સ્મારક

આ ગુજરાતમાં કચ્છમાં આવેલ છે

ભારતનું પ્રથમ અર્થ કવેક મેમોરિયલ પાર્ક છે

આમાં ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનાર તમામ લોકોના નામ મુકવામાં આવેલા છે
470 એકરમાં મ્યુઝિયમ ફેલાયેલું છે

તેમાં 2001ના ભૂકંપો પછી ગુજરાતના પુનઃ નિર્માણની પહેલ અને સફળતાની વાર્તાઓ દર્શાવવામાં આવી છે

મુખ્ય આકર્ષણ એક ખાસ પ્રકારનું થિયેટર છે જેમાં મુલાકાતિઓ વાઇબ્રેશન અને ધ્વનિ અસરો દ્વારા ભૂકંપનો અનુભવ કરી શકે છે
50 જેટલા ઓડિયો અને વિઝ્યુઅલ મોડલ મૂકવામાં આવેલા છે.
50 ચેકડેમ , 1 સન પોઇન્ટ અને 1 મેગાવોટ નો સોલાર પ્લાન્ટ છે.
ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ  - ખંડવા, મધ્ય પ્રદેશ
ભૂકંપ એલર્ટ એપ્લિકેશન - IIT રૂડકી અને ઉત્તરાખંડ દ્વાર
ભારતનો પ્રથમ આત્મનિર્ભર વાઈબ્રન્ટ પાર્ક- ગોલાણા, ખંભાત
ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ - હૈદરાબાદ, તેલંગાણા


વજ્ર પ્રહાર કવાયત 2022

ભારત અને અમેરિકા ની વચ્ચે વિશેષ દળો વચ્ચે થયેલી કવાયત હિમાચલ પ્રદેશ ના બકલોહ ખાતે સમાપ્ત થઈ છે
આ વજ્ર પ્રહાર ની 13મી આવૃત્તિ છે
21 દિવસ ની કવાયત હતી
12મી આવૃત્તિ વોશિંગ્ટન (યુએસએ) ખાતે આયોજિત થઈ હતી

અમેરિકા :-

રાજધાની - વોશિંગ્ટન ડીસી
ચલણ - અમેરિકન ડોલર
રાષ્ટ્રપતિ - જો બાઇડેન
ઉપરાષ્ટ્રપતિ - કમલા હેરિસ
2026માં ફિફા વર્લ્ડ કપ નું આયોજન - USA, કેનેડા અને મેક્સિકો


નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી

29 ઓગસ્ટ 2022 ના રોજ તેની સ્થાપના ના 25 વર્ષ પુરા થતા રજત જયંતિ ઉજવવામાં આવી
આ પ્રસંગે રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયા એ ઇન્ટીગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સીસ્ટમ 2.0 લોન્ચ કરી.
આ એક સંકલિત પ્રભાવશાળી કલાઉડ આધારિત એપ્લિકેશન છે
તે ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર,2013 હેઠળ ફરજિયાત ફોર્મ સબમિટ કરવા માટે એક વિન્ડો પ્રદાન કરે છે
તે NPPA ની પેપરલેસ કામગીરીને પણ સક્ષમ કરે છે
ભારતની પ્રથમ પેપરલેસ વિધાન સભા - નાગાલેન્ડ
ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ - કેરળ
ભારતની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ - સરદાર વલ્લભાઈ પટેલ હોસ્પિટલ, અમદાવાદ
રજત જયંતી - 25 વર્ષે
સુવર્ણ જયંતી - 50 વર્ષે
અમૃત જયંતી - 75 વર્ષે
હીરક જયંતી - 60 વર્ષે
શતાબ્દી - 100 વર્ષે

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી વિશે :- 

સ્થાપના -21 ઓગષ્ટ 1997
એક સરકારી નિયમનકારી સંસ્થા છે
ભારતમાં દવાઓની કિંમતનું નિયમન કરે છે
મુખ્યાલય - નવી દિલ્હી
ચેરમેન - શુભ્રા સિંહ


ઝાયલીટોલ

આ એક ખાંડ નો વિકલ્પ છે
IIT
ગુવાહાટી દ્વારા આના ઉત્પાદન માટે એક નવી પદ્ધતિ વિકસાવી છે.
બગાસે માંથી (શેરડી નો કુચો) આનું ઉત્પાદન કરશે
આ સંશોધન જર્નલ બાયોરિસોર્સ ટેકનોલોજી એન્ડ અલ્ટ્રાસોનિક્સ સોનોકેમીસ્ટ્રી માં પ્રકાશિત થયું હતું.
સફેદ ખાંડની ખરાબ અસરો કારણે સલામત વૈકલ્પિક સ્વીટનર્સ  નો વપરાશ વધ્યો છે.
તેમાં ડાયાબિટીસ વિરોધી અને ઓબેસોજેનિક વિરોધ અસરો છે.

નમામિ ગંગે કાર્યક્રમ

ગંગા નદીના કિનારે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉદ્દેશ્ય થી નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ ' અર્થ ગંગા ' નામની નવી પહેલનું અનાવરણ કર્યું હતું
આ કાર્યક્રમ જલશકિત મંત્રાલય હેઠળ છે
જલ શકિત મંત્રાલયના મંત્રી - ગજેન્દ્ર સિંહ શેખાવત
અર્થ ગંગા પહેલ હેઠળ સરકાર છ સ્તરે કામ કરશે

‌1) ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ

 નદીના બંને કિનારે 10 કિમી સુધી રાસાયણિક ખેતી મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રત્સાહન

2)‌મુદ્રીકરણ અને કાદવ અને કચરાનો પુનઃ ઉપયોગ

3) ‌સ્થાનિક ઉત્પાદનો, ઔષધીય છોડ વેચી શકે તે માટે હાટ નું નિર્માણ

4)નદી સાથે સંકળાયેલા હિસ્સેદારો વચ્ચે સંકલન વધારવું

5) બોટ ટુર અને એડવેન્ચર સ્પોર્ટ્સ દ્વારા ગંગા નદીમાં પર્યટનને પ્રોત્સાહન આપવું

6) બહેતર જળ શાસન માટે સ્થાનિક વહીવટીતંત્ર ને સશકત કરવું

 


હર ઘર જલ :-

15 ઓગષ્ટ 2019 માં શરુઆત

કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક -2024 સુધી ભારતના તમામ ગામડાઓમાં ઘરે ઘરે નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવા નું છે

ગુજરાત સરકાર નો લક્ષ્યાંક - 2022 સુધી ગુજરાતના તમામ ગામડાઓમાં ઘરે ઘરે નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવા નું છે

પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો - બુરહાન પુર, મધ્ય પ્રદેશ

પ્રથમ હર ઘર જલ પ્રમાણિત  રાજ્ય - ગોવા

પ્રથમ હર ઘર જલ પ્રમાણિત  કેન્દ્ર શાસિત પ્રદેશ - દાદરા નગરહવેલી, દીવ અને દમણ

(પ્રમાણિત એટલે જ્યાં સરકાર ની માહિતી અનુસાર દરેક ઘરે પાણી નળ દ્વારા પહોચતું થઈ ગયું છે)

મારુતિ સુઝુકી

ભારતની સૌથી મોટી કાર મેન્યુફેકચરિંગ કંપની છે જેણે ભારતમાં 40 વર્ષ પૂરા કર્યાં

આ પ્રસંગે કંપનીએ ગુજરાતનાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું

EV પ્લાન્ટ માટે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે

2025થી EV nu ઉત્પાદન કરશે

40 વર્ષમાં સૌથી વધુ વાહનો વેચાનારી કંપની છે

1982માં મારુતિ ઉદ્યોગ લિમિટેડ સાથે જાપાની કંપની સુઝુકીનું સંયુક્ત સાહસ છે

આ એક જાપાની કંપની છે.

ચેરમેન - આર.સી. ભાર્ગવ

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022 

આમાં પુરુષ ડબલ માં ભારત ના સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ની જોડીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે

ભારતે 2011 પછી હંમેશા આ સ્પર્ધામાં મેડલ જીત્યા છે

વર્લ્ડ ચમ્પિયનશિપમાં ડબલ માં ભારતનો આ બીજો મેડલ છે

આ પહેલાં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પા ની જોડીએ 2011માં મહિલા ડબલ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

બેડમિન્ટન ના વર્લ્ડ કપ ને પુરુષો માટે થોમસ કપ અને મહિલાઓ માટે ઉબેર કપ નામ આપવામાં આવેલ છે.

2022 નો થોમસ કપ ના વિજેતા - ભારત

2022 નો ઉબેર કપના વિજેતા - સાઉથ કોરિયા

ભારતનો શ્રેષ્ઠ મહત્વાકાંક્ષી જિલ્લો

ભારતનો શ્રેષ્ઠ મહત્વાકાંક્ષી જિલ્લો (ઈન્ફરાસ્ટ્રક્ચર ક્ષેત્રે)તરીકે  હરિદ્વાર જિલ્લા ને ઘોષિત કરવામાં આવેલ છે

નીતિ આયોગ દ્વારા દર મહિને આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૃષિ અને જળ સંશાધનો, ઈન્ફરાસ્ટ્રક્ચર અને નાણાંકીય સમાવેશ અને કૌશલ્યો ની થીમ પર મહત્વાકાંક્ષી જિલ્લાઓને રેન્ક આપવામાં આવે છે

તમામ ક્ષેત્રોમાં પ્રથમ આવનારા જિલ્લાને 10 કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે

હરિદ્વાર જિલ્લો આ પહેલાં બે વખત પ્રથમ પુરસ્કાર મેળવી ચૂક્યો છે

નીતિ આયોગ :-

નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા

જૂનું નામ - આયોજન પંચ

સ્થાપના -  1 જાન્યુઆરી 2015

અધ્યક્ષ - પ્રધામંત્રી ( હાલ નરેન્દ્ર મોદી )

ઉપાધ્યક્ષ - ડૉ. સુમન કે.બેરી

CEO - પરમેશ્વરન ઐયર

આફ્રિકન વંશના લોકો માટેનો આંતરરષ્ટ્રીય દિવસ - 31 ઓગષ્ટ

2022માં આ દિવસ બીજી વાર ઉજવાયો છે

2021માં આ દિવસ પ્રથમવાર ઉજવાયો હતો

UNGA દ્વારા તમામ દેશોની સર્વ સંમતિ થી આફ્રિકન મૂળ ના લોકો માટે એક ફોરમની રચના કરી છે

2015 થી 2024 નું દશક (10 વર્ષ) 'આંતરરાષ્ટ્રીય આફ્રિકી મૂળના લોકો માટેના દશક' તરીકે ઉજવાય છે 

 



અન્ય વાંચન સામગ્રી :- 




 

ટિપ્પણીઓ