અહી ખેડા જીલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ખેડા જીલ્લાની રચના તેની સરહદ,ખેડા જીલ્લાની વિશેષતા,ખેડા જીલ્લાના મહત્વનાં સ્થળો, જીલ્લામાં આવેલા કુંડ, વિદ્યાપીઠ, નદીઓ વગેરે વિશે માહિતી આપેલ છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી છે.
ખેડા જીલ્લો
જીલ્લાની રચના
1 મે 1960 ના રોજ આ જીલ્લાની રચના કરવામાં આવી
હતી.
1997માં આણંદ જીલ્લાની રચના ખેડા જીલ્લામાંથી
કરવામાં આવી હતી.
2013માં મહીસાગર જીલ્લાની રચના ખેડા અને પંચમહાલ
જીલ્લામાંથી કરવામાં આવી.
|
ક્ષેત્રફળ |
3953 ચો.કી.મી. |
|
જાતિ પ્રમાણ |
940 |
|
શિશુ જાતિપ્રમાણ |
896 |
|
કુલ સાક્ષરતા |
82.65% |
|
પુરુષ સાક્ષરતા |
91.31% |
|
સ્ત્રી સાક્ષરતા |
73.49% |
|
ગામડા ની સંખ્યા |
531 |
ખેડા જીલ્લાની વિશેષ માહિતી
પ્રાચીન નામ – ખેટક
ખેડા જીલ્લાનું મુખ્યમથક – નડીયાદ
ગુજરાતમાં ટેલીવીઝન ની શરૂઆત 15 ઓગસ્ટ 1975 નાં
રોજ ખેડા જીલ્લાના નડીયાદ તાલુકા ના ‘પીજ’કેન્દ્ર થી થઇ હતી.
સૌથી વધુ ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જીલ્લો
છે.
ગુજરાતમાં સૌથી વધુ તમાકુ અને ડાંગર નું ઉત્પાદન
ખેડા જીલ્લામાં થાય છે.
ખેડા જીલ્લા માં આવેલ ‘બીડજ’ ખાતે પશુ સંવર્ધન
કેન્દ્ર આવેલ છે.
ખેડા જીલ્લાના નવાગામ અને કડાણા ખાતે ખનીજ તેલ
અને કુદરતી વાયુ મળી આવે છે.
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ નહેરોના પાણી દ્વારા
ખેતી ખેડા જીલ્લામાં થાય છે.
ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જીલ્લામાં
જોવા મળે છે.
મહીનદી ખેડા અને પંચમહાલ જીલ્લા વચ્ચે સરહદ બનાવે
છે.
અહી ગોરાડું, રેતાળ અને બેસર પ્રકારની જમીન આવેલી
છે, જે તમાકુ, કેળાં અને ડાંગર નાં ઉત્પાદન માટે જાણીતી છે.
ખેડા જીલ્લાના માતર તાલુકામાં મહી નદી પર
રાસ્કાવિયર (શેઢી કેનાલ) પરિયોજના આવેલી છે.
ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ઘુંડી ગામે વિશ્વની
સૌ પ્રથમ સૌરઉર્જા સહકારી મંડળીનું નિર્માણ કરવામાં આવેલ છે.
ખેડા જીલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ખાતે
દશામાં નું પ્રસિદ્ધ મંદિર આવેલ છે.
ખેડા અને આણંદ ને ‘ચરોતર-ગોલ્ડન લીફ એરિયા’ તરીકે
ઓળખવામાં આવે છે.
ખેડા જીલ્લાના તાલુકાઓ
(1)
નડીયાદ
(2)
ખેડા
(3)
કપડવંજ
(4)
માતર
(5)
કઠલાલ
(6)
ઠાસરા
(7)
મહુધા
(8)
મહેમદાબાદ
(9)
ગલતેશ્વર
(10) વસો
ખેડા જીલ્લાની અન્ય જીલ્લાને સ્પર્શતી સીમા
ખેડા જિલ્લાને સાત જીલ્લાની સરહદ સ્પર્શે છે.
|
ઉત્તર
|
ગાંધીનગર , અરવલ્લી, મહીસાગર |
|
દક્ષિણ
|
આણંદ |
|
પૂર્વ |
પંચમહાલ , વડોદરા |
|
પશ્ચિમ
|
અમદાવાદ |
ખેડા જીલ્લામાંથી વહેતી નદીઓ
(1)
વાત્રક નદી :- પ્રાચીન નામ વાત્રાઘ્ની
નદી કાંઠે મહેમદાબાદ શહેર વસેલું છે.
(2)
શેઢી :- નદીના કાંઠે નડિયાદ શહેર વસેલું છે.
(3)
મહી :- મહી અને ગળતી નદીના સંગમ સ્થાને ગલતેશ્વર
આવેલું છે
(4)
મોહર :- નદીના કાંઠે કપડવંજ શહેર વસેલું છે.
(5)
ખારી
(6)
મેશ્વો
(7)
લુણી
મેદાન
ચરોતરનું મેદાન –
મહી થી શેઢી નદી વચ્ચેનો વિસ્તાર
ગુજરાતનો હરિયાળો બગીચો
અહી તમાકુની ખેતી થતી હોવાથી “સોનેરી પાનનો મુલક’
તરીકે ઓળખવામાં આવે છે.
લોએસ બેસર પ્રકારની જમીન જોવા મળે છે.
ચરોતર પ્રદેશમાં આણંદ, બોરસદ, પેટલાદ, નડીયાદ તાલુકો
અને મહેમદાબાદ તાલુકાના કેટલાક ભાગ નો સમાવેશ થાય છે.
નોંધ :-
ગુજરાત નું તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ (આણંદ) ખાતે
આવેલ છે.
નેશનલ તમાકુ સંશોધન કેન્દ્ર રાજામુન્દ્રી (આંધ્રપ્રદેશ)
ખાતે આવેલ છે.
ખેડા જીલ્લાના મહત્વનાં સ્થળો
ખેડા :-
સંસ્કૃતમાં ‘ખેટક’ કહેવામાં આવે છે.
અંગ્રેજો ખેડાને ‘કૈરા’ કહેતા હતાં.
ખેડાના ઈતિહાસમાં ખેડા સત્યાગ્રહ એક ખુબ જ મોટી
ઘટના ઘટી ગઈ.
ખેડા સત્યાગ્રહ :-
અતિવૃષ્ટિ નાં કારણે ખેડૂતો કર ન ભરી શકતા આ
આંદોલન કરવામાં આવ્યું હતું.
આ આંદોલનની આગેવાની ગાંધીજી અને સરદાર પટેલે કરી
હતી.
આ દરમિયાન બંને સ્વરાજ આશ્રમમાં રોકાયા હતાં.
સ્વરાજ આશ્રમ એ મોહનલાલ પંડ્યા નું મકાન હતું.
મોહનલાલ પંડ્યા ને ગાંધીજી એ ‘ડુંગળી ચોર’ની
બિરુદ આપ્યું હતું.
નડિયાદ :-
પ્રાચીન નામ – નટપુર, નટીપદ્ર
નડિયાદ સાક્ષર નગરી તરીકે જાણીતું છે.
નડીયાદ શેઢી નદીના કિનારે વસેલું છે.
અહી સંતરામ મહારાજનું સુપ્રસીદ્ધ મંદિર આવેલું
છે.
સરદાર વલ્લભભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ અને
રવિશંકર મહારાજ ની જન્મભૂમિ
અહી હરિઓમ આશ્રમ આવેલો છે, જેની સ્થાપના પૂજ્ય
શ્રી મોટા દ્વારા કરવામાં આવી હતી.
પૂજ્ય શ્રી મોટા નું સાચું નામ ચુનીલાલ આસારામ
ભાવસાર હતું.
નડીયાદ ખાતે ડાહી લક્ષ્મી ગ્રંથાલય આવેલો છે.
જેની સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી હતી.
નડિયાદનો લીલો ચેવડો પ્રખ્યાત છે.
નડીયાદમાં જન્મેલા પ્રખ્યાત સાહિત્યકારો :-
(1)
ગોવર્ધનરામ ત્રિપાઠી
(2)
મનસુખરામ ત્રિપાઠી
(3)
બકુલ ત્રિપાઠી
(4)
બાલાશંકર કંથારિયા
(5)
મણીલાલ ત્રિવેદી
મહેમદાબાદ :-
પ્રાચીન નામ – મહમ્મુદાબાદ
વાત્રક નદીને કાંઠે આવેલ છે.
આ શહેરની સ્થાપના મહમદ બેગડા દ્વારા કરવામાં આવી
હતી.
મહમદ બેગડા એ પોતાની બેગમ ની યાદમાં વાત્રક નદીના
કાંઠે ચાંદ સુરજ નો મહેલ બનાવ્યો છે.
અહી ભમ્મરિયો કુવો આવેલો છે જેને 8 ખંડ છે.
રોજા રોજી નો પ્રસિદ્ધ રોજો આવેલો છે.
અહી મહંમદશાહ બીજા એ હરણો ની જાળવણી માટે ઉદ્યાન
બનાવ્યો હતો.
મહાગુજરાત આંદોલનના નેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો
આશ્રમ મહેમદાબાદ તાલુકાના નેનપુર ગામી આવેલ છે.
ડાકોર :-
પ્રાચીન નામ – ડંકપુર
ડાકોર ખેડા જીલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ છે.
અહી ડંક ઋષિનો આશ્રમ આવેલો હોવાથી ડંકપુર તરીકે
જાણીતું હતું.
ગોમતી નદીના કિનારે આવેલું છે.
દ્વારકામાં વસેલા શ્રી કૃષ્ણ ભક્ત બોડાણાની ભક્તિ
થી પ્રસન્ન થઇ. ઈ.સ. 1156માં દ્વારકાથી ડાકોર આવીને વસ્યા એવી લોકવાયકા છે.
અહી પ્રસિદ્ધ રણછોડરાય નું મંદિર આવેલું છે.
જેમાં હિંદુ અને મુસ્લિમ શૈલીનું મિશ્રણ જોવા મળે છે.
આ રણછોડરાય ના મંદિર નું નિર્માણ 1770 ની આસપાસ
તામબેકર પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
માણેકઠારીનો મેળો અહી ભરાય છે.
ડાકોર ના ગોતા પ્રખ્યાત છે.
કપડવંજ :-
પ્રાચીન નામ – કર્પટ વાણીજ્ય (કાપડ નો વેપાર)
મોહર નદીના કાંઠે આવેલ છે.
અહી સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવેલ કુંકાવાવ
આવેલ છે.
લોકવાયકા મુજબ, ભગવાન શ્રી રામે પોતાના પિતા દશરથ
નું શ્રાદ્ધ અહી કર્યું હતું.
ઉત્કંઠેશ્વર મહાદેવ નું મંદિર અહી આવેલું છે.
ધીરજ બહેન પરીખ બાળ સંગ્રહાલય કપડવંજમાં આવેલ છે.
ગુજરાતનાં પ્રસિદ્ધ ચિત્રકાર સોમાલાલ શાહ નો જન્મ
કપડવંજ ખાતે થયેલો છે.
ગલતેશ્વર :-
ગાલવ મુનીની “ચન્દ્રહાસ નગરી” એટલે હાલનું
ગલતેશ્વર.
અહી સોલંકી યુગનું 1000 વર્ષ પુરાણું શિવાલય
આવેલું છે.
ગલતેશ્વર ખાતે મહી અને ગળતી નદીનો સંગમ થાય છે.
ફાગવેલ :-
ભાથીજી મહારાજ નું પ્રસિદ્ધ મંદિર આવેલ છે.
ફાગવેલનો મેળો ખુબ જ જાણીતો છે. જે કારતક મહિનામાં
ભરાય છે.
વસો :-
ઈ.સ. 1915માં દરબાર ગોપાલદાસે અહી ‘મોન્ટેસરી
પદ્ધતિ’ થી શિક્ષણ આપતું ગુજરાતનું પ્રથમ બાળમંદિર શરુ કર્યું.
મોતીભાઈ અમીને વસો ખાતે ચરોતર એજ્યુકેશન સોસાયટીની
સ્થાપના કરી હતી.
અહી કાષ્ઠ કોતરણી કામવાળી દરબાર ગોપાળદાસ ની
હવેલી જોવાલાયક છે.
લસુન્દ્રા :-
અહી ગરમ પાણી ના ઝરા આવેલા છે.
લસુન્દ્રા કઠલાલ તાલુકામાં આવેલ છે.
વડતાલ :-
સ્વામીનારાયણ સંપ્રદાયમાં વડતાલ ગાદીનું ખુબ જ
મહત્વ છે.
ઈ.સ. 1824માં વડતાલ ખાતે સહજાનંદ સ્વામીએ અહી
લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી હતી.
તળાવ અને કુંડ
ગોમતી તળાવ – ડાકોર
શિવકુંડ – કપડવંજ
સંગ્રહાલય
ડાહી લક્ષ્મીબાઈ ગ્રંથાલય – નડિયાદ
ધીરજ બેન પરીખ બાળ સંગ્રહાલય – કપડવંજ
વાવ અને કુવાઓ
1)
કાંઠાની વાવ
2)
રાણી વાવ
3)
સીગર વાવ
4)
વોરી વાવ , કપડવંજ
5)
બત્રીસ કોઠાની વાવ , કપડવંજ
6)
કુંડવાવ , કપડવંજ
7)
ભમ્મરિયો કુવો , મહેમદાબાદ
સંશોધન કેન્દ્ર
1)
એગ્રીકલ્ચર રીસર્ચ સ્ટેશન , ઠાસરા
2)
મેઈન રાઈસ રીસર્ચ સ્ટેશન , નવાગામ
યુનીવર્સીટી
1)
ધરમસિંહ દેસાઈ યુનીવર્સીટી – નડીયાદ
2)
આઈ.કે.ચાવાડાગ્રામ વિદ્યાપીઠ
3)
રંગભારતી વિદ્યાપીઠ
4)
શ્રી પેઠેશ્વરી કૃષિગ્રામ વિદ્યાપીઠ
લોકમેળા
1) માણેકઠારી નો મેળો :-
કારતક માસની પૂનમ ના રોજ ડાકોર ખાતે ભરાય છે.
આ દિવસે રણછોડરાયને કિંમતી વસ્ત્રો અને મુગટ
પહેરાવવામાં આવે છે.
2) ફાગવેલ નો મેળો :-
કારતક માસની પૂનમ નાં દિવસે ભાથીજી મહારાજ ના
મંદિરે ભરાય છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 8 ( નવો નંબર – 48 )
અને એક્સપ્રેસ હાઈવે નંબર – 1 પસાર થાય છે.
વ્યક્તિ વિશેષ
1) ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક :-
તેમનો જન્મ નડિયાદમાં થયો હતો.
મહાગુજરાત જનતા પરિષદ ના અધ્યક્ષ
નવજીવન સામયિક ની શરૂઆત તેમણે કરી હતી. જેને
ગાંધીજી એ તેમની પાસેથી લીધું હતું.
યંગ ઇન્ડિયા અને સત્ય નામના સામયિકોની શરૂઆત
તેમણે કરી હતી.
તેમણે ‘માયા’ નામની નવલકથા લખી છે જેમાં
મહાગુજરતનો ઉલ્લેખ કરેલો છે.
2) સરદાર વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલ :-
જન્મ – નડીયાદ
વતન – કરમસદ
ભારતની આઝાદીમાં મહત્વનો ફાળો.
આ મહાનુભાવ વિશે એક વિશેષ પોસ્ટ ટૂંક સમયમાં
લખવામાં આવશે, જેમાં તેમના વિશેની તમામ પરિક્ષાલક્ષી બાબતોનો સમાવેશ કરવામાં આવશે.
3) ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી :-
તેમનો જન્મ નડિયાદમાં થયો હતો.
ઉપનામ – પંડિત યુગના પુરોધા
તેમણે સરસ્વતીચંદ્ર નામની મહાનવલકથા લખી, જે ચાર ભાગમાં વહેચાયેલ છે.
આ મહાનુભાવ વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી સાહિત્યકારોની પોસ્ટમાં લખવામાં આવશે.
4) મણીલાલ નભુભાઈ દ્વિવેદી :-
તેમનો જન્મ નડીયાદમાં થયો હતો.
તેઓને ‘અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખવામાં આવે
છે.
તેમણે ‘ગુલાબસિંહ’ નામે નવલકથા અને ‘કાન્તા’ નામે
નાટક લખ્યું છે.
5) રાજેન્દ્ર શાહ :-
તેમનો જન્મ કપડવંજમાં થયો હતો.
તેઓનું તખલ્લુસ રામવૃન્દાવાની હતું.
તેઓને 2001માં ‘ધ્વની’ કાવ્ય સંગ્રહ માટે
જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
1999માં તેમને પ્રથમ નરસીંહ મહેતા પુરષ્કાર
આપવામાં આવ્યો હતો.
આ મહાનુભાવ વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી
સાહિત્યકારોની પોસ્ટમાં લખવામાં આવશે.
6) મોતીભાઈ અમીન :-
ગાંધીજીએ તેમને ‘ચરોતરનું મોતી’ નું ઉપનામ આપ્યું
હતું.
તેમને ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા
ગણવામાં આવે છે.
7) કાન્તિલાલ પટેલ :-
અમેરિકામાં ગાંધીજીની અને વલ્લભ વિદ્યાનગરમાં
સરદાર પટેલ ની પ્રતિમા નું નિર્માણ કાર્ય કર્યું હતું.
8) છોટુભાઈ પુરાણી :-
ખેડા નાં વતની
ક્રાંતિકારીઓને મદદ કરવા ‘ગેરીલા વોરફેર’ નામના પુસ્તક માં તેમણે બોમ્બ બનાવવાની
પદ્ધતિ લખી હતી.
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃતિના પ્રણેતા
9) રણછોડરાય ઉદયરામ દવે :-
ગુજરાતી નાટ્ય જગત નાં પિતા તરીકે ઓળખાય છે.
તેમનો જન્મ મહુધામાં થયો હતો.
લલીતા દુઃખદર્શક નામનું નાટક તૈયાર કર્યું.
10) બકુલ ત્રિપાઠી :-
તેમનો જન્મ નડીયાદમાં થયો હતો.
તેઓ ગુજરાત સમાચારમાં ‘કક્કો અને બારાખડી’ નામની
કોલમ લખતા.
આ મહાનુભાવ વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી
સાહિત્યકારોની પોસ્ટમાં લખવામાં આવશે.
11) રાવજી છોટાલાલ પટેલ :-
ઉપનામ – દગ્ધ કૃષિ કવિ
રઘુવીર ચૌધરી દ્વારા આ ઉપનામ આપવામાં આવ્યું છે.
આ મહાનુભાવ વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી સાહિત્યકારોની પોસ્ટમાં લખવામાં આવશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો