અહી Gujarat na jangalo જંગલો અને તેના પ્રકાર સંબંધિત જાણકારી આપવામાં આવેલ છે. જે આપને GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉપયોગી થશે.
ગુજરાતમાં જંગલોનું પ્રમાણ :-
અનામત જંગલો – 74.61%
રક્ષિત જંગલો – 2.૩૩%
બિન વર્ગીકૃત જંગલો – 22.86%
ગુજરાતમાં માથાદીઠ સરેરાશ જંગલ નું પ્રમાણ – ૦.04
હેક્ટર
ગુજરાત ના જંગલો દેશના સમગ્ર જંગલ વિસ્તારના
માત્ર 2.47% છે.
દેશના વન આચ્છાદિત વિસ્તારના માત્ર 1.90% ગુજરાતમાં
આવેલ છે.
ગુજરાતમાં ચાર પ્રકારનાં જંગલો જોવા મળે છે:-
1)
ભેજવાળા પાનખર જંગલો
2)
સુકા પાનખર જંગલો
3)
સુકા ઝાંખરાવાળા જંગલો
4)
મેન્ગૃવ જંગલો
1. ભેજવાળા પાનખર જંગલો ( Moist deciduous Forest ):-
120 સેમી થી વધુ વરસાદ થાય છે
વિસ્તાર :- દક્ષિણ ગુજરાતમાં સુરત,વાપી, વલસાડ,
નવસારી, તેમજ ડાંગ પંચમહાલ, ગીર સોમનાથ અને શેત્રુંજ
વ્રુક્ષો – સાગ, સાલ, સીસમ, હળદરવો, ટીમરુ વગેરે
માર્ચ/એપ્રિલ માં પાંદડા ખેરવી નાખે છે.
આ જંગલો નું સૌથી મહત્વ નું વ્રુક્ષ સાગ છે તેમાં
પણ ‘વલસાડી સાગ’ ખુબ જ જાણીતું છે.
ગુજરાત ને આર્થિક રીતે ખુબ જ ઉપયોગી છે કેમ કે
તેઓ ખુબ જરૂરી એવું ઈમારતી લાકડું આપે છે.
સૌથી વધુ વરસાદ થાય છે.
2. સુકા પાનખર જંગલો ( Dry Deciduous Forests ):-
60 થી 120 સેમી. જેટલો વરસાદ પડે છે.
વિસ્તાર – ગુજરાતનો પૂર્વનો પટ્ટો, જુનાગઢ,
ગીરસોમનાથ, અમરેલી
વ્રુક્ષો – સાગ, વાંસ, ખેર, બાવળ, શીમળો, કેસુડો,
લીમડો, ટીમરુ
આ જંગલો ને મિશ્ર જંગલો તરીકે ઓળખવામાં આવે છે.
‘સવાના’ પ્રકારનું ઉચ્ચ કોટી નું ઘાસ જોવા મળે
છે.
વાંસનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
સુકી પાનખર ઋતુમાં પાન ખેરવે છે.
ઇડરમાં સાગના રક્ષિત જંગલો આવેલા છે.
3. સુકા ઝાંખરાવાળા જંગલો ( Dry Scrub Forest ) :-
60 સેમી. થી ઓછા વરસાદ વાળા વિસ્તારમાં આ
પ્રકારનાં જંગલો જોવા મળે છે.
કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ,
જુનાગઢ ના વિસ્તારોમાં આ જંગલો જોવા મળે છે.
વ્રુક્ષો – બાવળ, થોર, બોરડી, મોદડ, ધાવડો, સાજડ,
ટીમરુ, ઉમરડો, ગરમાળો, મોખો, રાયણ, લીમડો
મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.
રણને આગળ વધતું અટકાવવા ગાંડો બાવળ વ્રુક્ષ
વાવવામાં આવે છે.
કોઈક જગ્યાએ વાંસ છે પણ ઈમારતી લાકડું આપે એવા
વ્રુક્ષો નથી.
સૌથી ઓછો વરસાદ થાય છે.
4. મેન્ગૃવ જંગલો ( Mangrove Forest ) :-
વિસ્તાર – કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે,
જામનગર અને જુનાગઢના દરિયાકિનારે
મુખ્ય વ્રુક્ષ – ચેર નું વ્રુક્ષ
તે ડેલ્ટા કે ક્ષારીય જમીન તેમજ દરિયાની ભરતીથી
રચાતી જમીન ( કાદવવાળો દરીયાકીનારો ) પર થાય છે.
કચ્છના અખાતમાં ભારતના બીજા નંબર પર સૌથી વધુ
મેન્ગૃવ વિસ્તાર છે.
કચ્છના 1998-99 વાવાઝોડામાં નાશ પામેલા મેન્ગૃવ્સ
ને પુનઃ જીવિત કરવા માટે એબીસીનીયા મરી ના બીજ નાખવામાં આવ્યા હતાં.
કચ્છમાં સૌથી વધુ મેન્ગૃવ નું આવરણ આવેલું છે.
સમગ્ર દેશમાં ગુજરાત 1117 ચો. કી.મી. જેટલા
વિસ્તાર સાથે બીજા નંબરે આવેલ છે.
ગુજરાતમાં જંગલોના સંરક્ષણ માટે કરવામાં આવેલા પ્રયત્નો :-
ભારત સરકાર ની જંગલો ના વિકાસ માટેની ‘સામાજિક
વનીકરણ યોજના’ ને ગુજરાતમાં અમલમાં મુકવામાં આવી.
1996-97થી ઓવરસીઝ ઇકોનોમિક કો-ઓપરેશન ફંડ ની સહાય
થી સંકલિત વનવિકાસ યોજના ને અમલમાં મુકવામાં આવી.
લોકભાગીદારી દ્વારા 25 જેટલી જંગલ વિકાસ એજન્સી
નું નિર્માણ કરવામાં આવ્યું.
વલસાડ અને નવસારીમાં વધુ ને વધુ ઔષધીય વનસ્પતિ
ઉગાડવાનું આયોજન કરવામાં આવેલ છે.
2006-૦7 થી શહેરી વિસ્તારોમાં ઘટાડો કરવા અને
જંગલ વિસ્તારમાં વધારો કરવા માટે નગર નંદનવન યોજના અમલમાં મુકવામાં આવી.
એગ્રો ફોરેસ્ટ્રી દ્વારા જંગલો નું પ્રમાણ વધારવા
તરફ પ્રયાસો કરવામાં આવ્યા.
જંગલમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓ :-
ઈમારત લાકડું – સાગ, વાંસ, સીસમ,
બીડી – ટીમરુ માંથી
લાખ
રતનજયોત
કાથો – ખેર માંથી
ગુગળ
મહુડો
ઔષધી
અન્ય વાંચન સામગ્રી :-
.jpg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો