2 SEPTEMBER CURRENT AFFAIRS 2022 | DAILY CURRENT AFFAIRS IN GUJARATI

  અહી 2 સપ્ટેમ્બર  2022 નું CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે. 

આ પ્રકારનાં DAILY CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં મેળવવા માટે GPSC ADDA 1 સાથે જોડાયેલા રહો.

2 SEPTEMBER CURRENT AFFAIRS 2022 | DAILY CURRENT AFFAIRS IN GUJARATI


પોષણ માહ

ભારતમાં સપ્ટેમ્બર મહિના ને પોષણ માહ તરીકે ઉજવવા માં આવે છે.

સમગ્ર મહિના દરમિયાન પોષણ માહ ની ઉજવણી કરવામાં આવશે

કુપોષણ માં ગુજરાત નું સ્થાન બીજું છે.( કુપોષણ નું પ્રમાણ વધુ છે.)

ગુજરાતમાં વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે પોષણ પંચાયત બનાવવા પર ભાર મુકવામાં આવેલ છે.

કેન્દ્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી – સ્મૃતિ ઈરાની

ગુજરાતનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી -  મનીષાબેન વકીલ

2 સપ્ટેમ્બર – વિશ્વ નાળીયેર દિવસ


સમગ્ર ભારતમાં 5G ઈન્ટરનેટ સેવા શરુ કરનાર – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (જીઓ)

તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપની ની 45 મી વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું કે , સમગ્ર ભારતમાં 5G નેટવર્ક સ્થાપવા માટે રૂ.2 લાખ કરોડનું રોકાણ કરશે.

રિલાયન્સ જીયોના જણાવ્યા અનુસાર જીઓ 5G દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, અને ચેન્નાઈ સહિતના ઘણા મોટા શહેરોમાં ઉપલબ્ધ થશે.

મુકેશ અંબાણી એ કહ્યું કે, જીઓ 5G ડીસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક તાલુકા અને શહેરોમાં ઉપલબ્ધ થઇ જશે.

જીઓ ટેલીકોમ ફર્મે 5G સેવાઓ માટે વાયરલેસ સ્પેક્ટ્રમની તાજેતરની હરાજીમાં રૂ. 88,૦૦૦ કરોડ થી વધુની બીડ સાથે સરકાર દ્વારા વેચવામાં આવેલી તમામ એરવેવ્સ માંથી અડધાથી વધુને મેળવી લીધી છે.

5G ની સ્પીડ 4G કરતાં દસ ગણી હોય છે.

4G ને  LTE પણ કહે છે. ( LTE – લોંગ ટર્મ ઈવોલ્યુશન )

5G માં G જનરેશન નો છે.

5G શરૂઆતમાં ભારતના 13 શહેરોમાં શરુ થશે. જેમાં ગુજરાતનાં 3 છે. ( જામનગર, અમદાવાદ અને ગાંધીનગર )

JK Ecoop 

આ મોબાઈલ એપ જમ્મુ અને કાશ્મીર સાથે સંકળાયેલ છે.

જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવેલ છે.

આ એપ ફરિયાદ નોંધાવા અને એફઆઈઆર જેવી સેવાઓ પૂરી પાડશે.

આ એપ દ્વારા નાગરીકો  કેરેક્ટર સર્ટી. , કર્મચારી વેરીફીકેશન, ભાડૂત અથવા પીજી વેરીફીકેશન જેવી સેવાઓ માટે પણ વિંનતી કરી શકે છે.

એપની મદદથી ગુમ થયેલા લોકો અને અજાણ્યા મૃત દેહો વગેરેની માહિતી મેળવી શકાય છે.

નાગરીકો આ એપની મદદથી નેશનલ હાઇવે નું સ્ટેટસ પણ જાણી શકશે.

FIR – ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ

જમ્મુ કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે.

તેના પ્રથમ ઉપરાજ્યપાલ ગીરીશ ચંદ્ર મુર્મુ છે.

હાલમાં અહીના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે.

ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ પલ્લી છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે.


inspire institute of sports, karnatak અને IIT, મદ્રાસ  

તાજેતરમાં inspire institute of sports, karnatak અને IIT, મદ્રાસ  વચ્ચે હાલમાં ભાગીદારી કરવામાં આવેલ છે.

તેઓએ એનાલીટીક્સ પ્લેટફોર્મ ‘સ્માર્ટ બોક્સર’ ને વિકસાવવા માટે ભાગીદારી કરી છે.

‘સ્માર્ટ બોક્સર’ 2024ના ઓલમ્પિકમાં ભારતનાં મેડલો ની સંખ્યાની વધારવા માટે વિકસાવવામાં આવેલ છે.

જેને IIT, મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવેલ છે.

IIT, મદ્રાસ દ્વારા કરવામાં આવેલા સંશોધનો :-

ભારતનું પ્રથમ ૩ડી પ્રિન્ટેડ ઘર

ઇલેક્ટ્રિક વ્હીલચેર – નિયો બોલ્ટ

ગટરોને સાફ કરવા માટે રોબોટ – હોમો સેપ

( આગ્રામાં વેક્યુમ દ્વારા ગટરો સાફ કરવામાં આવે છે. )


સીએમ ઉદ્યમાન ખિલાડી ઉન્નયન યોજના

હાલમાં આ યોજના ઉત્તરાખંડ સરકાર દ્વારા દ્વારા શરુ કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ દરેક જીલ્લામાં  8-8 વિભાગીય રમતના કોચની નિમણુક કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ ને ઝડપી નિયમાનુસાર આર્થિક લાભો આપવા માટે સરકાર મુખ્યમંત્રી રમતગમત વિકાસ નિધિની રચના કરશે.

ઉત્તરાખંડનું રમતગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના કોચના માનદ વેતનમાં વધારો પણ કરશે.

ઉત્તરાખંડ રાજ્ય :-

મુખ્યમંત્રી – પુષ્કર સિંહ ધામી

રાજ્યપાલ – ગુરમીત સિંહ

પાટનગર – દેહરાદુન , ગેરસેન

હાઇકોર્ટ – નૈનીતાલ

INS વિક્રાંત

ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત છે.

આ એરક્રાફ્ટ 2023 ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઇ જશે.

પીએમ મોદી ની હાજરીમાં આને કાર્યરત કરવામાં આવેલ છે.

તેને સ્વદેશી એરક્રાફ્ટ વન(IAC-1) તરીકે ઓળખવામાં આવે છે.

તે કોચીન શિપયાર્ડ, કેરળ દ્વારા બનાવવામાં આવેલ છે.

તેમાં ઉપયોગ થયેલી સામગ્રીમાંથી 76% સામગ્રી સ્વદેશી છે.

આ યુદ્ધ જહાજ 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને તેની ઉંચાઈ 59 મીટર છે.

લંબાઈ – 262 મીટર

સેના

ચીફ

વાઈસ ચીફ

નેવી

આર. હરીકુમાર

એસ.એન.ગોરમાડે

આર્મી

મનોજ પાંડે

બી.એસ.રાજુ

એરફોર્સ

વી.આર.ચૌધરી

સંદીપ સિંઘ

 

આર્મી દિવસ – 15 જાન્યુઆરી

નેવી દિવસ – 4 ડીસેમ્બર

એરફોર્સ દિવસ – 8 ઓક્ટોમ્બર

ટેક સીટીઝ રીપોર્ટ

ટેક સીટીઝ : ધ ગ્લોબલ ઇન્ટરસેક્શન ઓફ ટેલેન્ટ એન્ડ રીયલ એસ્ટેટ રીપોર્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

વિશ્વભરના 115 થી વધુ ટેક સીટી નો સમાવેશ કરવામાં આવેલ છે.

14 માપદંડોને આધારે આ રીપોર્ટ તૈયાર કરવામાં આવેલ છે.

એશિયા પેસેફિક ક્ષેત્રમાં ની યાદીમાં ટોચ નું શહેર બેઇજીંગ છે.

જયારે બીજા સ્થાને બેંગલુરુ છે.

જયારે એશિયા પેસિફિક ક્ષેત્રની યાદીમાં મુંબઈ આઠમાં અને પુણે નવમા સ્થાને છે.

SAREX 2022 કવાયત

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચેન્નાઈ ખાતે આ કવાયત કરવામાં આવેલ છે.

આ એક દ્વિ વાર્ષિક રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ કવાયત છે.

ઉદ્દેશ – દરિયામાં અકસ્માતો ટાળવા અને બચાવ કામગીરી કરી જીવ બચાવવો

થીમ – કેપીસીટી બિલ્ડીંગ ટુવર્ડ્સ મેરીટાઈમ સિક્યોરિટી

16 દેશોના 24 નિરિક્ષકોએ આ કવાયતમાં ભાગ લીધો હતો.

બંગાળની ખાડીમાં રીમોટ કંટ્રોલ લાઈફ બોય જેવી નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ :-

સ્થાપન – 1 ફેબ્રુઆરી ( ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ )

ડીરેક્ટર જનરલ – વીરેન્દ્ર સિંહ પથાણીયા  

મુખ્યાલય – નવી દિલ્હી

ધ્યેયસુત્ર – વયં રક્ષામ:



અન્ય વાંચન સામગ્રી :- 




ટિપ્પણીઓ