ગુજરાત ની સામાન્ય માહિતી | ગુજરાત જનરલ નોલેજ | janaral nolej gujarat

 


janaral nolej gujarati: અહી સંપૂર્ણ જનરલ નોલેજ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતનાં નામ સંબંધિત માહિતી,ગુજરાત ની સ્થાપના, ગુજરાત રાજ્યના પ્રથમ પદાધિકારીઓ, ગુજરાત ના સ્થાન અને વિસ્તાર, અને ગુજરાત રાજ્ય વિશેષ જેવી માહિતી દર્શાવી છે. 

ગુજરાત ના નામ સંબંધિત માહિતી :-

ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ આબુરાસમાં ( ઇ.સ. 1233 ) જોવા મળે છે.

ઈ.સ. 1456 માં પદ્મનાભ દ્વારા રચિત કાન્હ્ડે પ્રબંધ માં ગુજરાત નો ઉલ્લેખ જોવા મળે છે, જેને ગુજરાતનો વિશ્વસનીય ઉલ્લેખ માનવામાં આવે છે.

સોલંકી વંશના સ્થાપક મુળરાજ પ્રથમના સમયમાં ગુજરાત ને ગુર્જરત્રા નામ મળ્યું હતું.

પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે સુરાષ્ટ્ર નામ પ્રયોજાયું છે. સા

આશરે નવમી અને દસમી સદી દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે લાટ પ્રદેશ નામ પ્રયોજાતું હતું.

મહમદ ગઝનવી સાથે આવેલ લેખક અલ્બરુનીએ ગુર્જરત્રા ની પાછળ અત પ્રત્યય લગાવીને ગુજરાત નામ આપ્યું.

ગુજરાતની સ્થાપના:-

સ્થાપના :- 1  મે 1960

ઉદ્ઘાટક – રવિશંકર મહારાજ

ઉદ્ઘાટન સ્થળ – સાબરમતી આશ્રમ ( અમદાવાદ )

પ્રથમ પાટનગર – અમદાવાદ

વર્તમાન પાટનગર – ગાંધીનગર ( 11 ફેબ્રુઆરી 1971 થી )

 

ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસ 1 મે ને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

ગુજરાત રાજ્યના પ્રથમ રાજકીય બાબતો  :-

પ્રથમ રાજ્યપાલ

મહેંદી નવાઝ જંગ

પ્રથમ મુખ્યમંત્રી

જીવરાજ મહેતા

પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ

કલ્યાણજી મહેતા

વિધાનસભા ના પ્રથમ ઉપાધ્યક્ષ

અંબાલાલ શાહ

વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા

નગીનદાસ ગાંધી

પ્રથમ ચીફ સેક્રેટરી

વી. ઇશ્વરન

પ્રથમ સચિવાલય

પોલિટેકનીક કોલેજ ( આંબાવાડી )

પ્રથમ વિધાનસભા

સિવિલ હોસ્પિટલ ( અમદાવાદ )

પ્રથમ હાઇકોર્ટ

ચિલ્ડ્રન હોસ્પિટલ ( નવરંગ પુરા )

પ્રથમ મહિલા રાજ્યપાલ

શ્રીમતી શારદા મુખરજી

પ્રથમ મહિલા મુખ્યમંત્રી

શ્રીમતી આનંદીબેન પટેલ

 
ગુજરાત ના રાજ્ય પ્રતીકો :-

રાજ્ય પ્રાણી :- સિંહ

રાજ્ય પક્ષી – સુરખાબ ( ફ્લેમિંગો )

રાજ્ય નૃત્ય – ગરબો

રાજ્ય રમત – ક્રિકેટ અને કબડ્ડી

રાજ્ય ભાષા – ગુજરાતી

રાજ્ય ગીત – જય જય ગરવી ગુજરાત

રાજ્ય વ્રુક્ષ – આંબો

રાજ્ય ફૂલ – ગલગોટો

રાજ્ય પતંગિયું – પ્લેન ટાઈગર

ગુજરાત વિશે ની અન્ય માહિતી :-

ગુજરાત નું ક્ષેત્રફળ – 1,94,024 ચો. કિ.મી.

ઉત્તર દક્ષિણ ની લંબાઈ – 590 કિ.મી.

પૂર્વ પશ્ચિમ ની લંબાઈ – 500 કિ.મી.

દરિયાકિનારા ની લંબાઈ – 1600 કિમી.

બે અખાત આવેલા છે ( કચ્છ નું અખાત અને ખંભાત નું અખાત )

ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ દિશામાં આવેલ છે.

વિસ્તાર ની દ્રષ્ટી એ સૌથી મોટો જીલ્લો – કચ્છ જીલ્લો

વિસ્તાર ની દ્રષ્ટી એ સૌથી નાનો જીલ્લો – ડાંગ જીલ્લો

વસતી ની દ્રષ્ટી એ સૌથી મોટો જીલ્લો – અમદાવાદ જીલ્લો

વસતી ની દ્રષ્ટી એ સૌથી નાનો જીલ્લો – ડાંગ જીલ્લો

સૌથી વધુ વસતી ગીચતા ધરાવતો જીલ્લો – સુરત જીલ્લો

સૌથી ઓછી વસતી ગીચતા ધરાવતો જીલ્લો – કચ્છ જીલ્લો

સૌથી વધુ જાતી પ્રમાણ ધરાવતો જીલ્લો – ડાંગ જીલ્લો  

સૌથી ઓછું જાતી પ્રમાણ ધરાવતો જીલ્લો – સુરત જીલ્લો

સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જીલ્લો – અમદાવાદ અને સુરત

સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જીલ્લો – દાહોદ જીલ્લો

સૌથી વધુ આદિવાસી વસતી ધરાવતો જીલ્લો – ડાંગ જીલ્લો

સૌથી વધુ વસતી વૃદ્ધિ દર ધરાવતો જીલ્લો – સુરત

સૌથી ઓછો વસતી વૃદ્ધિ દર ધરાવતો જીલ્લો – નવસારી

સૌથી વધુ ભેજવાળા જંગલો ધરાવતો જીલ્લો – ડાંગ અને સુરત જીલ્લા માં

સૌથી ઓછો વરસાદ ધરાવતો જીલ્લો – કચ્છ

સૌથી વધુ નદીઓ ધરાવતો જીલ્લો – કચ્છ

સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયેલું બંદર – પીપાવાવ બંદર

રાજ્ય નું સૌથી જુનું હયાત નગર – વડનગર

સૌથી વધુ તાલુકા ધરાવતો જીલ્લો – બનાસકાંઠા જીલ્લો

સૌથી ઓછા તાલુકા ધરાવતો જીલ્લો – ડાંગ અને પોરબંદર

ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય થતો હોય તેવો જીલ્લો – દાહોદ

વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન – છઠ્ઠું

વર્તમાન રાજ્યપાલ – આચાર્ય દેવવ્રત

વર્તમાન મુખ્યમંત્રી – ભુપેન્દ્ર પટેલ

વર્તમાન સ્પીકર – રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાત ની વિધાનસભાની બેઠકો – 182

ગુજરાત રાજ્યની લોકસભામાં બેઠકોની સંખ્યા – 26

ગુજરાત રાજ્યની રાજ્યસભામાં બેઠકોની સંખ્યા – 11

ગુજરાતમાં પંચાયતીરાજ નો અમલ – 1 એપ્રિલ 1963 ના રોજ

જીલ્લાઓ ની સંખ્યા – ૩૩

તાલુકાઓની સંખ્યા – 251

મહાનગરપાલિકા – 8 ( અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢ )

ટિપ્પણીઓ