ગુજરાતના જીલ્લાઓ | મહેસાણા | ભાગ - 1 | DISTRICT OF GUJARAT

 

મહેસાણા


  • રાજકારણનો અખાડો એટલે મહેસાણા

કેમ છોને ચમ છો લ્યા, ચાલને કહે હેડ

આ મેહોણા છે વાલા, લોકો કહે GJ-2ની મહેર

ગેર(ઘેર) - ગેર(ઘેર) નેતા છે એવી આ ભોમ

આ મેહોણા છે વાલા, લોકો કહે GJ-2ની મહેર

 

મહેસાણા જીલ્લાને અન્ય જીલ્લાની સ્પર્શતી સીમાઓ:-

  • ઉત્તર દિશા:-  બનાસકાંઠા
  • દક્ષિણ દિશા:- અમદાવાદ
  • પૂર્વ દિશા:-    ગાંધીનગર
  • પશ્વિમ દિશા:-  પાટણ, સુરેન્દ્રનગર

 

મહેસાણા જીલ્લાના તાલુકાઓ:-

           (1)    મહેસાણા          (6) જોટાણા

           (2)    ઊંઝા              (7) વડનગર

           (3)    બહુચરાજી         (8) વિસનગર

           (4)    કડી                (9) વિજાપુર

           (5)    ખેરાલુ             (10) સતલાસણા

 

 

 મહેસાણા જીલ્લાની રચના:-

  • 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના સમયે મહેસાણા જીલ્લો અસ્તિત્વમાં આવ્યો
  • મહેસાણા અને અમદાવાદ જીલ્લાના અમુક ભાગ લઈને વર્ષ 1964માં ગાંધીનગર જીલ્લો બનાવવામાં આવ્યો
  • મહેસાણા અને બનાસકાંઠા જીલ્લાના અમુક ભાગ લઈને વર્ષ 2000માં પાટણ જીલ્લો બનાવવામાં આવ્યો

 

 

મહેસાણા જીલ્લાનો ઈતિહાસ:-

  • પૌરાણિક કાળમાં સ્કંદ પુરાણ અને ધર્મારણ્ય પુરાણમાં મહેસાણાની આજુબાજુનો વિસ્તાર “આર્નત” થી ઓળખાતો હતો
  • મહેસાણાની સ્થાપના વનરાજ ચાવડાના વંશજ ‘મેસાજી ચાવડા” દ્વારા કરવામાં આવી હતી
  • મહેસાણાની પ્રથમ ઈંટ 1358માં તોરણવાળી માતાજીના મંદિર પાસે મુકવામાં આવી હતી
  • 1726માં મરાઠા સરદાર કંથાજી કદમે વડનગર પર આક્રમણ કર્યું હતું
  • 1766માં વિસનગર, વડનગર, ખેરાલુ, મહેસાણા, વિજાપુર, પાટણ, હારીજ ગાયકવાડ સરકાર હસ્તક હતાં તથા રાજધાની પાટણ હતી
  • 1785માં મલ્હારરાવ ગાયકવાડને કડીની સત્તા મળે છે
  • કડીને “કિલ્લે કડી” પણ કહેવાય છે
  • 1787માં પ્રથમવાર મહેસાણામાં રેલ્વેની શરૂઆત થઈ
  • આ રેલ્વે મહેસાણા અને વડનગર વચ્ચે શરુ કરવામાં આવી હતી
  • આ રેલ્વે ઉત્તર ગુજરાતની પ્રથમ રેલ્વે લાઈન હતી
  • 1956માં મહાગુજરાતનું છેલ્લું અધિવેશન વિસનગરમાં ભરાયું હતું

 

નદીઓ:-

મુખ્ય નદીઓ;- સાબરમતી, રૂપેણ, પુષ્પાવતી 

1.      1.  સાબરમતી નદી:-

  • સાબરમતી નદી મહેસાણા અને સાબરકાંઠા જીલ્લાની સરહદ બનાવે છે
  • સાબરમતી નદી પર સતલાસણા તાલુકામાં ધરોઈ ડેમ બનાવવામાં આવેલો છે
  • આ ડેમને દસ દરવાજા છે

 

2.       2. રૂપેણ નદી:-

  • રૂપેણ નદીનું ઉદગમ સ્થાન ટૂંગાનો ડુંગર છે
  • આ નદી કાંઠે મહેસાણા શહેર આવેલું છે

 

3.       3. પુષ્પાવતી નદી:-

  • પુષ્પાવતી નદી કાંઠે ઐઠોર, મોઢેરા, ઉનાવા અને ઊંઝા આવેલું છે
  • ઊંઝામાં લક્ષચંડી યજ્ઞ થાય છે

 

 

મેદાનો:-

1.       1. ગઢવાડાનું મેદાન:-

  • આ મેદાન વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય
  • આ મેદાન સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ નજીક છે

 

નોંધ:-

  • ઘઉંના ઉત્પાદન માટે અમદાવાદ જીલ્લાનો ભાલ પ્રદેશ પ્રથમ સ્થાને છે
  • ઘઉંના ઉત્પાદન માટે મહેસાણા જીલ્લો દ્વિતીય સ્થાને છે

 

 

2.       2. ખાખરીયા ટપ્પા:-

  • કડીથી કલોલ વચ્ચેના વિસ્તારને ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે
  • આ પ્રદેશમાંથી કુદરતી ગેસ અને ખનીજ તેલ મળે છે

 

3.       3. ચૂંવાળ પ્રદેશ:-

  • આ પ્રદેશ બહુચરાજી તાલુકામાં આવેલો છે
  • ચૂંવાળ એટલે ક્ષાર થાય છે
  • આ પ્રદેશમાં જમીન શુષ્ક હોવાથી, ખેતી મતે જમીનમાંથી પાણી લેવામાં આવે છે અને તેથી જમીનનો અંદરનો ભાગ ક્ષારવાળો રહી જાય છે  

 

4.       4. થોળ પ્રદેશ:-

  • આ પ્રદેશ કડી આસપાસમાં આવેલો છે
  • અહી થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે
  • આ અભયારણ્યમાં યાયાવર અને સુરખાબ પક્ષીઓ આવે છે
  • આ ગુજરાતનું એકમાત્ર “ગેઈમ રીઝર્વ” એટલે કે પક્ષીઓ સાથે રમત – ગમત સેન્ટર છે

 

5.       5. ધર્મારણ્ય ક્ષેત્ર :-

  • મોઢેરા આસપાસના ક્ષેત્રને ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે

 

6.       6. હાટકેશ્વર ક્ષેત્ર :-

  • વડનગરની આસપાસના ક્ષેત્રને હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે
  • આ ક્ષેત્રમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે


પાક :-

મુખ્ય પાક :- જીરું , વરીયાળી, ઇસબગુલ, ઘઉં , એરંડા

1.    1. જીરું વરીયાળી અને ઇસબગુલ :-

  • ઇસબગુલ ને ઘોડા જીરું તરીકે પણ ઓળખવામાં આવે છે
  • મસાલા માર્કેટ તરીકે મહેસાણા જીલ્લો પ્રથમ સ્થાને છે
  • બનાસકાંઠા જીલ્લો બીજા સ્થાને આવે છે
  • ઊંઝા નું ગંજ બજાર સમગ્ર એશિયામાં સૌથી મોટું ગંજ બજાર છે
  • મહેસાણા તાલુકાનું જગુદણ ગામ બી સંશોધન કેન્દ્ર તથા મસાલા સંશોધન કેન્દ્ર તરીકે વખણાય છે


નોંધ :- 

  • ભારતનું મસાલા રાજ્ય તરીકે કેરળ રાજ્ય જાણીતું છે
  • મસાલા ના ટાપુ તરીકે ટાપુઓનો દેશ ઇન્ડોનેશિયા વખણાય છે
  • લાઈન સીટી તરીકે ઇન્ડોનેશિયા વખણાય છે

2.      

    2. ઘઉં :-

  • ઘઉંના વાવેતરમાં મહેસાણા જીલ્લો પહેલા ક્રમે છે
  • ઘઉંના ઉત્પાદનમાં મહેસાણા જીલ્લો બીજા ક્રમે છે

નોંધ :- 

  • ઘઉં ના ઉત્પાદન માં પહેલા ક્રમે અમદાવાદ જીલ્લો છે

 

3.       

    3. એરંડા :-

  • એરંડાનું બીજું નામ દિવેલા છે
  • એરંડામાં મહેસાણા પહેલા ક્રમે છે


અન્ય પાક :-

  • કપાસ, જુવાર, બાજરી, બટાકા, ચણા, તલ, રાઈ, રાઈડો, ડાંગર

 


ખનીજો :- 

  • ખનીજ તેલ, નેચરલ ગેસ, લિગ્નાઈટ કોલસો,
  • ખનીજ તેલ અને નેચરલ ગેસ કડી તાલુકામાંથી મળી આવે છે
  •  આ બંને ONGC દ્વારા મેળવવામાં આવે છે
  • લિગ્નાઈટ કોલસો વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામમાંથી મળે છે, જે ગુજરાતનો અનામત જથ્થો છે
  • ચિનાઈ માટી વિજાપુર તાલુકાના કોટગામ પાસે થી મળે છે


નોંધ :- 

  • લિગ્નાઇટ કોલસો કચ્છ જીલ્લાના પાનધ્રો ખાતે મળે છે

 

 

ડુંગરો :-

તારંગા ડુંગર :-

  • આ ડુંગર સતલાસણા તાલુકા માં આવેલો છે
  • અહી જોગીડાની ગુફાઓ આવેલી છે
  • તારંગા મંદિર કેગરના વ્રુક્ષમાંથી બનેલું છે
  • અહી જૈન સંપ્રદાયના 19 દેરાસરો આવેલા છે જેમાંથી 14 દેરાસરો દિગંબર સંપ્રદાયના અને 5 દેરાસરો શ્વેતાંબર સંપ્રદાયના છે
  • અહી સૌથી મોટું અજીતનાથનું જૈન દેરાસર કુમારપાળે બનાવેલ છે
  • તારંગનું સાંસ્કૃતિક વન 2006માં બનાવેલ છે
  • આ સાંસ્કૃતિક વન ગુજરાતનું ત્રીજું સાંસ્કૃતિક વન છે

 

 

ઉદ્યોગો :-

1. ડેરી ઉદ્યોગ:-

  • દૂધસાગર ડેરીની સ્થાપના 1964માં માનસિંહ પટેલ દ્વારા કરવામાં આવી હતી
  • 1984માં ઓપરેશન બ્લ્યુ સ્ટાર આ ડેરીમાંથી કરવામાં આવ્યું હતું
  • આ ઓપરેશન માં મહેસાણાથી દિલ્હી સુધી ટ્રેન મારફતે દૂધ પહોચાડવામાં આવ્યું હતું

 

2. કપાસિયા તેલની મિલો :-

  • આ મિલો કડી ખાતે આવેલી છે
  • અહી કુલ 51 જેટલી મિલો આવેલી છે

 

3. તાંબા પિત્તળના વાસણોનો ઉદ્યોગો :-

  • આ ઉદ્યોગ વિસનગર ખાતે વિકસ્યો છે

મહેસાણા જીલ્લાનો ભાગ -2 વાંચવા માટે  CLICK HERE 

INSTAGRAM પર અમને ફોલો કરવા માટે TOUCH HERE

 

ટિપ્પણીઓ