ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશો | GUJARAT NA BHAUGOLIK PRADESHO

 અહી ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશોનો સમાવેશ કરવામાં આવેલ છે. 

ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશોને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે:


(1) કચ્છ ના ભૌગોલિક પ્રદેશો 

(2) સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશો 

(3) તળ ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશો 


GUJARAT NA BHAUGOLIK PRADESHO BY GPSC ADDA 1

કચ્છના ભૌગોલિક પ્રદેશો 


કંઠી નું મેદાન 

કચ્છના દરિયાકિનારે કંઠી આકારનું મેદાન

રુકમાવતી, કનકાવતી, ભૂખી, જેવી નદીઓના પાણી અને કાંપના કારને ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે.

ખારેક,મગ, નાળીયેર, બાજરી કાજુની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે.


વાગડનું મેદાન 

નાના રણ અને મોટા રણ વચ્ચેનો વેરાન વગડો એટલે વાગડ.

આ પ્રદેશ રાપર તાલુકામાં આવેલ છે.

બન્ની અને ખાવડા ડુંગર વચ્ચે આવેલો વિસ્તાર.


બન્નીનું મેદાન 

આ વિસ્તાર મધ્ય ધાર ની ઉત્તર દિશામાં આવેલ છે.

ભૂજ થી નખત્રાણા સુધીના વિસ્તારનો સમાવેશ આ પ્રદેશમાં થાય છે.

આ કાદવ કીચડ વાળો વિસ્તાર છે.

બન્ની નું જંગલી ઘાસ જોવા મળે છે, જેની મદદથી ભૂંગાનું નિર્માણ કરવામાં આવે છે.

આ વિસ્તારમાં બન્નીની ભેંસ જોવા મળે છે, જે સૌથી વધુ ફેટ વાળું દૂધ આપે છે.





સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશો 

સૌરાષ્ટ્રનો મેદાન પ્રદેશ ભાદર નદી બેસીન અને શેત્રુંજી નદી બેસીન થી નિર્માણ પામ્યો છે.

ભાદર નદી બેસીન અને શેત્રુંજી નદી બેસીન ને ગીર ની ટેકરીઓ અલગ કરે છે.


હાલાર પ્રદેશ 

બરડા ડુંગરની ઉત્તરમાં છેક દરિયાકિનારા સુધીના વિસ્તારને હાલાર કહે છે.

આ પ્રદેશ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વિસ્તરેલ છે.

આ પ્રદેશ બોક્સાઈટ અને ખનીજ તેલ માટે જાણીતો છે.


દારુકાવન પ્રદેશ 

શંખોદ્વાર બેટ અને દ્વારકા ના દરિયાકિનારા વચ્ચેનો પ્રદેશ દારુકાવન તરીકે ઓળખાય છે.

આ પ્રદેશ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ છે.

આ પ્રદેશનો મહાભારતમાં ઉલ્લેખ જોવા મળે છે.

નાગેશ્વર જ્યોતિર્લીંગ આ પ્રદેશમાં આવેલ છે.


ઘેડ પ્રદેશ 

નવી બંદર અને માણાવદર વચ્ચેનો સમુદ્ર સપાટીથી નીચો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે.

મગફળી અને ચણાની ખેતી આ પ્રદેશમાં ખુબ જ વધુ થાય છે.

ભાદર નદીનું પાણી આ પ્રદેશમાં ભરાય છે.


લીલી નાઘેર પ્રદેશ 

ઉના થી ચોરવાડ સુધીનો વિસ્તાર લીલી નાઘેર તરીકે ઓળખાય છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ આ પ્રદેશમાં થાય છે, તેથી આ પ્રદેશને સૌરાષ્ટ્રની પાણી ની ટાંકી કહેવામાં આવે છે.

નારીયેળી, મગફળી, નાગરવેલ, કેસર કેરી વગેરે નું ઉત્પાદન અહી સારા પ્રમાણમાં થાય છે.


સોરઠ પ્રદેશ 

જુનાગઢ થી ગીર સોમનાથ સુધીનો દરિયાકિનારાથી નીચો વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે.


ગોહિલવાડ પ્રદેશ 

શેત્રુંજી અને ઘેલો નદી વચ્ચે આવેલ ભાવનગર જીલ્લાનો વિસ્તાર ગોહિલવાડ તરીકે ઓળખાય છે.

ગોહિલ રાજવંશ નાં નામ ઉપરથી આ પ્રદેશનું નામ પડ્યું.

પુરાણોમાં આ પ્રદેશને ‘દ્રોણમુખ’ તરીકે ઓળખવામાં આવે છે.

દાડમ, જામફળ, નીલગીરી(યુકેલિપ્ટસ), જમાદાર કેરી, ડુંગળી વગેરેનું ઉત્પાદન અહી સારા એવા પ્રમાણમાં થાય છે.

અહીની ડુંગળીમાં અજીજ એસીડ હોય છે, જે મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.


ઝાલાવાડ પ્રદેશ 

નળ સરોવર થી નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જીલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે.

ઝાલા રાજવંશ નાં નામ પરથી આ પ્રદેશનું નામ પડ્યું.

સુર્યમુખી અને કપાસ માટે ખુબ જ પ્રખ્યાત છે. જેમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જીલ્લામાં થાય છે.


મચ્છુકાંઠા નો પ્રદેશ 

મચ્છુ નદી આસપાસનો વિસ્તાર એ મચ્છુકાંઠા તરીકે ઓળખાય છે.


તળ ગુજરાતના ભૌગોલિક પ્રદેશો 


ગોઢા પ્રદેશ 

બનાસકાંઠા જીલ્લાની પશ્ચિમે આવેલ અર્ધરણ વિસ્તારને ગોઢાનું મેદાન કહે છે.

આ પ્રદેશમાં રેતાળ જમીન આવેલી છે.

આ પ્રદેશમાં બાજરી અને બટાટાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.


વઢિયાર પ્રદેશ 

આ પ્રદેશ બનાસ અને સરસ્વતી નદી વચ્ચે આવેલો છે.

આ પ્રદેશ પશુપાલન માટે જાણીતો છે.

આ પ્રદેશમાં વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય જોવા મળે છે.


ગઢવાડા પ્રદેશ 

મહેસાણા જીલ્લાનો સતલાસણા તાલુકાનો વિસ્તાર ગઢવાડા પ્રદેશ તરીકે જાણીતો છે.

સ્થાનિક લોકો આ પ્રદેશને ‘ગવાડા પ્રદેશ’ તરીકે ઓળખે છે.

આ પ્રદેશ ઘઉં ના વાવેતર માટે જાણીતો છે.


ચુંવાળ પ્રદેશ 

મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાનો વિસ્તાર ચુંવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.

પાતાળ કુવાના કારણે આ પ્રદેશ ક્ષારીય જમીન ધરાવે છે.


થોળ પ્રદેશ 

મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલ થોળ સરોવર આસપાસનો વિસ્તાર થોળ પ્રદેશ તરીકે જાણીતો છે.

થોળમાં થોળ પક્ષી અભયારણ્ય આવેલ છે, જ્યાં યાયાવર પક્ષીઓ આવે છે.


ખાખરીયો ટપ્પો 

કડી અને કલોલ વચ્ચેનો વિસ્તાર ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે.

આ વિસ્તારમાંથી ખનીજ તેલ મળે છે.

અહી ખાખરાના વ્રુક્ષ ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે તેથી આ પ્રદેશને ખાખરીયો ટપ્પો તરીકે ઓળખવામાં આવે છે.


પોશીનો પટ્ટો 

સાબરકાંઠા જીલ્લાના પોશિના તાલુકાનો વિસ્તાર પોશિના પટ્ટા તરીકે જાણીતો છે.


વિરમગામ કપાસનું મેદાન 

વિરમગામ આસપાસ નો પ્રદેશ વિરમગામ કપાસના મેદાન તરીકે ઓળખાય છે.

રૂપેણ નદીના કાંપથી આ મેદાનનું નિર્માણ થયેલ છે.

આ વિસ્તારમાં કાળી જમીન આવેલી છે તેથી અહી કપાસનું ઉત્પાદન સૌથી વધુ થાય છે.


નળકાંઠાનો વિસ્તાર 

નળ સરોવર થી સાબરમતીનદી વચ્ચેનો વિસ્તાર એ નળ કાંઠા તરીકે ઓળખાય છે.


ભાલ પ્રદેશ 

નળ સરોવર થી નીચેનો વિસ્તાર કે જે અમદાવાદ જીલ્લાની દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલ છે તેને ભાલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

આ પ્રદેશ અમદાવાદ અને બોટાદ જીલ્લાના વિસ્તારમાં વિસ્તરેલ છે.

આ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. જેમાં ભાલીયા ઘઉં (જેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.) ખુબ જ પ્રખ્યાત છે.


ચરોતર પ્રદેશ 

શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર ચરોતર પ્રદેશ તરીકે જાણીતો છે.

નડિયાદ થી પેટલાદ સુધીના 80 કિમી. ના વિસ્તારને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

આ પ્રદેશને ‘ગુજરાતનો સોનેરી પાનનો મુલક’ તરીકે ઓળખવામાં આવે છે.

આ પ્રદેશમાં લોએસ પ્રકારની બેસર જમીન આવેલી છે.

અહી તમાકુની ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે તથા કેળાં, પપૈયા, ડાંગર નું પણ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.


વાકળ પ્રદેશ

મહી અને ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર ‘વાકળ’ તરીકે ઓળખાય છે.


કાનમ પ્રદેશ 

ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કાનમ તરીકે ઓળખાય છે.

અહી લાંબા તાંતણાવાળું અને સારી ગુણવત્તાવાળું કપાસ નું ઉત્પાદન થાય છે.

આ પ્રદેશને ‘વડોદરાના મેદાન’ તરીકે ઓળખવામાં આવે છે.


પૂરનું મેદાન 

નર્મદા, તાપી, કીમ, પૂર્ણા, અંબિકા, ઔરંગા, કોલક, દમણગંગા, જેવી નદીઓમાં ચોમાસામાં પુર આવે છે. તેથી આ નદીઓના પ્રદેશને પૂરનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે.


લાટ પ્રદેશ 

અનુ મૈત્રક અને રાષ્ટ્રફૂટોના સમયમાં દક્ષિણ ગુજરાતને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું.


ખારોપાટ 

તળ ગુજરાતનાં દરિયાકિનારે ઝીણી રેતી કાંપયુક્ત અને કાદવ કીચડયુક્ત વિસ્તારને ‘ખારોપાટ’ કહેવામાં આવે છે.

આ પ્રદેશમાં નર્મદા નદીથી વલસાડ સુધીનો દરિયાકિનારાનો વિસ્તાર સમાવિષ્ટ છે.


દંડકારણ્ય 

દંડકારણ્ય એટલે હાલનો ડાંગનો જીલ્લો.


સુવાલીની ટેકરીઓ 

તાપી નદીએ પોતાના કાંપનું નિક્ષેપણ કરીને તાપી નદીની ઉત્તર દિશામાં રચેલી ટેકરીઓને સુવાલીની ટેકરીઓ કહે છે.  


અન્ય વાંચન સામગ્રી :- 

 👉  ગુજરાતનાં જીલ્લા 

👉  જનરલ નોલેજ 


ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશો : GPSC, UPSC, GSSSB, GPSSB, TALATI, BIN-SACHIVALAY 

ટિપ્પણીઓ