બનાસકાંઠા(BK)
- કિશાનભૂમી:- ગુજરાતના સૌથી વધુ ખેડૂતો ધરાવતો જીલ્લો છે
- બનાસકાંઠા તળ ગુજરાતનો જીલ્લો છે
- અંબાજી:- અહીં સૌથી મોટું શક્તિ પીઠ આવેલું છે
- પાલનપુર:- બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય મથક છે
- અત્યારે સૌથી વધુ તાલુકા અને સૌથી વધુ ગામડાં ધરાવતો જીલ્લો છે ( 2013 પહેલાં સૌથી વધુ તાલુકા અને ગામડાં ધરાવતો જીલ્લો વડોદરા હતો )
- બાજરી અને બટાકાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જીલ્લામાં થાય છે
બનાસકાંઠા જિલ્લાને અન્ય જિલ્લાની સ્પર્શતી સીમાઓ:-
- પૂર્વ દિશા:- સાબરકાંઠા, મહેસાણા
- દક્ષિણ દિશા:- પાટણ
- પશ્ચિમ દિશા:- કચ્છ
- ઉત્તર દિશા:- રાજસ્થાન રાજ્ય
બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓ:-
- પાલનપુર 8. દાંતીવાડા
- દાંતા 9. ડીસા
- વાવ 10. ભાભર
- વડગામ 11.દિયોદર
- થરાદ 12. લાખણી
- અમીરગઢ 13. કાંકરેજ ( શિહોરી )
- ધાનેરા 14.સુઈગામ
નોંધ:-
શિહોરી - બનાસકાંઠા
શિહોર - ભાવનગર
સિનોર - વડોદરા
બાલાશિનોર - મહીસાગર
શિરોહી - રાજસ્થાન રાજ્ય
બનાસકાંઠા જીલ્લાઓ ઈતિહાસ:-
- પાલનપુર:-
પરમાર વંશના રાજવી પ્રહલાદન દેવે પાલનપુર વસાવ્યું હતુ
પ્રહલાદન દેવ આબુના રાજા હતા
મુસ્લિમ શાસકોએ પાલનપુરને "ગુજરાતનાં નવાબોનું શહેર" એવું નામ આપ્યું હતુ
ભારતની આઝાદી સમયે પાલનપુર પર રસૂલખાન નામનો રાજા રાજ કરતો હતો
બનાસકાંઠા જીલ્લાની રચના:-
બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજ્યની રચના સમયે અસ્તિત્વમાં આવ્યો ( 1 મે 1960 )
વર્ષ ૨૦૦૦માં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લાના અમુક વિસ્તારોમાંથી પાટણ જીલ્લો અસ્તિત્વમાં આવ્યો
નદીઓ:-
મુખ્ય નદીઓ:- બનાસ, સરસ્વતી, સિપુ, અર્જુની, સાબરમતી, બાલારામ
- બનાસ નદી:-
બનાસ નદીનું પ્રાચીન નામ "પર્ણાશા" છે
બનાસ નદી આશરે 270 કિલોમીટર લાંબી છે
બનાસ નદીનો અંત કચ્છના નાના રણમાં થાય છે
બનાસ નદીનું ઉદગમ સ્થાન રાજસ્થાન રાજ્યમાં આવેલા શિરોહી જીલ્લામાં આવેલી સરણવાની ટેકરીઓ છે
બનાસ નદી પર આવેલા ડેમ:-
શિરોહી ડેમ ( રાજસ્થાન )
દાંતીવાડા ડેમ ( તાલુકો દાંતા )
આ ડેમ નજીક ગુજરાતની સૌથી પહેલી સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટી આવેલી છે
આ યુનિવર્સિટી મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયકાળ દરમિયાન નિર્માણ પામેલી છે
ગુજરાત સરકારનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ અહીં આવેલો છે
નોંધ:-
ગુજરાતનો સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ તથા રાત્રી પ્રકાશ આપતો પ્લાન્ટ પાટણ જીલ્લાના મેથાણમાં આવેલો છે
- સિપુ ( સિપ્રિ )
સિપુ નદી પર સિપુ ડેમ આવેલો છે
બનાસ અને સિપુ નદીનો સંગમ ડીસા તાલુકાના ભડથ ગામે થાય છે
- બાલારામ નદી
બાલારામ નદી કાંઠે પાલનપુર શહેર આવેલું છે
- સરસ્વતી નદી:-
સરસ્વતી નદીનું પ્રાચીન નામ "અર્જુના" છે
સરસ્વતી નદીનું બીજું નામ "સારસ્વત" છે
સરસ્વતી નદીમાં પાણી કરતાં રેતીનું પ્રમાણ વધારે હોવાથી આ નદીને "રેતીની નદી" પણ કહેવાય છે
ગંગા, યમુના અને સરસ્વતી નદીના સ્થાને ઘગ્ગર હાકડા તરીકે ઓળખાય છે
સરસ્વતી નદી આશરે 155 કિલોમીટર લાંબી છે
સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ દાંતા તાલુકામાં આવેલ કોટેશ્વર નજીકનો ચોરીનો ડુંગર છે
આ નદી પર વડગામ તાલુકામાં મુક્તેશ્વર ડેમ આવેલો છે
મુક્તેશ્વર ખાતે મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
આ મંદિર પાંડવો દ્વારા નિર્મિત છે એવું માનવામાં આવે છે
એવું પણ માનવામાં આવે છે, કે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી પાંડવોએ પિતા પાંડુંનું શ્રાદ્ધ અહી કર્યું હતું
સરસ્વતી નદીને અર્જુને પોતાના બાણ દ્વારા જીતી, તેથી આ નદી "અર્જુના" કહેવાણી છે
આ નદીનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે
- અર્જુની
અર્જુની અને સરસ્વતી નદીનો સંગમ વડગામ તાલુકાના મોવીયા ગામે થાય છે
- સાબરમતી નદી:-
આ નદી બનાસકાંઠા અને સાબરકાંઠાની પ્રાકૃતિક સીમા બનાવે છે
મેદાનો:-
- ગોઢાનું મેદાન:-
બનાસકાંઠાની પશ્ચિમે આવેલા અર્ધરણ વિસ્તારને ગોઢાનું મેદાન કહે છે
- વઢિયાર પ્રદેશ:-
બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો ભાગ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે
અહીં પશુપાલન માટે વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય જાણીતાં છે
કાંકરેજી ગાયના દૂધમાંથી A2 મિનરલ મળે છે
A2 મિનરલ દૂધ પીવાથી કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી થઇ જાય છે
A2 મિનરલનો પ્લાન્ટ બનાસ ડેરી દ્વારા નિર્મિત છે
A2 મિનરલનો પ્લાન્ટ બનાસ ડેરી દ્વારા નિર્મિત છે
A2 મિનરલ પ્લાન્ટના ઉદઘાટક PM નરેન્દ્ર મોદી છે
વઢિયાર પ્રદેશના બળદો "સવાઈ ચાલ" માટે જાણીતા છે
મુખ્ય પાક:-
બાજરી, બટાકા, જીરું, ઇસબગુલ, વરિયાળી
- બાજરી અને બટાકા:-
બાજરી અને બટાકાના ઉત્પાદનમાં બનાસકાંઠા ગુજરાતમાં પ્રથમ સ્થાને છે
બટાકા નગરી તરીકે ડીસા જાણીતું શહેર છે
બટાકા સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલ છે
નેશનલ બટાકા સંશોધન કેન્દ્ર શિમલામાં આવેલું છે
બાજરી સંશોધન કેન્દ્ર દાંતીવાડા ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવેલ છે
- જીરું, ઇસબગુલ અને વરિયાળી:-
જીરું, ઇસબગુલ અને વરિયાળીમાં બનાસકાંઠા ગુજરાતમાં બીજા સ્થાને છે
કબજિયાત મટાડવા માટે ઇસબગુલ કાયમ ચુર્ણ તરીકે વપરાય છેખનીજો:-
- તાંબુ, જસત અને સીસું દાંતા તાલુકામાંથી મળી આવે છે
- આરસપહાણ ( મારબલ ) આરાસૂરની ખાણ માંથી મળી આવે છે, જે દાંતા તાલુકામાં આવેલ છે
- વુલેસ્ટોનાઈટ એક માત્ર પાલનપુરમાંથી મળી આવે છે
- વુલેસ્ટોનાઈટ ચમક લાવવા માટે વપરાય છે
ડુંગરો:-
- આરાસૂરનો ડુંગર ( ગબ્બર ):- આ ડુંગર પર જવા-આવવા માટે રોપ-વેની સુવિધા છે
- જેસોરની ટેકરીઓ
- ચીકાલોદરનો ડુંગર
- ગુરુનો ભાખરો
- ચોરીનો ડુંગર:- અહીંથી સરસ્વતી નદી નીકળે છે
- ટૂંગાનો ડુંગર:- અહીંથી રૂપેણ નદી નીકળે છે
- દાંતાનો ડુંગર
આ તમામ ડુંગરો અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ છે
બનાસકાંઠા જીલ્લાનો ભાગ - 2 વાંચવા - CLICK HERE

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો