ગુજરાતના જીલ્લાઓ | બનાસકાંઠા | ભાગ - 2

બનાસકાંઠા( BK )


ઉદ્યોગ:-

  • અત્તર અને હીરા ઉદ્યોગ
આ ઉદ્યોગો પાલનપુરમાં વિકાસ પામેલ છે

  • સિમેન્ટ ઉદ્યોગ 
આ ઉદ્યોગ અમીરગઢ તાલુકામાં વિકાસ પામેલ છે

  • ડેરી ઉદ્યોગ 
1969માં ગલ્બાભાઈ નાનજીભાઈ પટેલે બનાસ ડેરીની સ્થાપના કરી હતી
બનાસ ડેરીમાં ઈન્સ્ટન્ટ મિલ્ક પાઉડર અને બને છે તથા A2 મિનરલનો પ્લાન્ટ અહીં આવેલો છે 
બનાસ ડેરીએ 15 જાન્યુઆરી 2018ના રોજ 59 લાખ 58 હજાર લીટર દૂધ કલેક્શનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો


અભયારણ્ય:-
  • જેસોર- રીંછ અભયારણ્ય 
જેસોર રીંછ અભયારણ્ય ધાનેરા અને ઈકલાગઢ ગઢની વચ્ચે આવેલું છે
આ અભયારણ્ય અમીરગઢ તાલુકામાં આવેલું છે 
આ અભયારણ્ય ગુજરાતમાં સૌથી મોટું રીંછ અભયારણ્ય છે 

  • બાલારામ રીંછ અભયારણ્ય 
બાલારામ રીંછ અભયારણ્ય પાલનપુરમાં આવેલું છે 



વિદ્યાપીઠ:-
  • સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે આવેલી છે
  • નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ મંડાણાગઢ તાલુકો પાલનપુરમાં આવેલી છે
  • સાબર ગ્રામ વિદ્યાપીઠ સનોસણમાં આવેલી છે 
  • બનાસ ગ્રામ વિદ્યાપીઠ અમીરગઢ તાલુકામાં આવેલી છે
  • લોક નિકેતન ગ્રામ વિદ્યાપીઠ રતનપુરમાં આવેલી છે 
  • સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ચિત્રાસણી તાલુકો પાલનપુરમાં આવેલી છે 


નૃત્ય:-
મેરાયો નૃત્ય:- 
  •  મેરાયો નૃત્ય વાવ તાલુકાના ઠાકોર સમાજનું નૃત્ય છે 
  • આ નૃત્યમાં સરખડ ઘાસ અને ઝુંઝાળી ઘાસનો ઉપયોગ કરી ઝૂમખાં બનાવવામાં આવે છે, જેને "નાગલી" તરીકે ઓળખવામાં આવે છે 
  • અહીંના લોકો જે  શૌર્ય ગાન ગાય છે, તેને "હુડીલા" કહેવાય છે  


મહત્વના સ્થળો:-
1. પાલનપુર:-
  • પાલનપુરના અન્ય સાત નામે પણ જાણીતું છે (1) ફૂલોનું શહેર, (2) અત્તર નગરી, (3) સુગંધિત નગરી, (4) પ્રહાદનપુર , (5) આરાસાપહાણનું નગર, (6) હીરા નગરી, (7) ચંદ્રાવતી નગર 
  • સિદ્ધરાજ  જયસિંહનો જન્મ પાલનપુરમાં થયેલો છે, આનો ઉલ્લેખ પ્રબોધ ચિંતામણી ગ્રંથમાં લખેલ છે 
  • આ ગ્રંથના રચયિતા મેરુતુંગ સૂરી છે તેમને આ ઉલ્લેખ વઢવાણ ખાતે કરેલ છે
  • ચંદ્રકાંત બક્ષીનો જન્મ  પાલનપુરમાં જ થયેલો છે
  • કીર્તિ સ્થંભનું નિર્માણ સિદ્ધરાજના જન્મની યાદમાં તેમની માતા મિનળદેવીએ કરાવેલું છે    

2. અંબાજી:-
  • અંબાજી મંદિર દાંતા તાલુકામાં આવેલું છે 
  • અહીં સૌથી મોટું શક્તિ પીઠ આવેલું છે 
  • અહીં શ્રી વિશ્વયંત્ર આવેલું છે જે 51 અક્ષરોનું બનેલું છે 
  • અહીં ભાદરવી પૂનમ (ભાદરવા સુદ પુનમ )નો મેળો ભરાય છે 
  • ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ(મુંડન) ક્રિયા અહીં આવેલ માન સરોવર ખાતે થયેલી છે 
  • શ્રી રામ અને લક્ષ્મણ સીતાજીને શોધતા અહીં આવેલ અર્બુદા ચલના જંગલોમાં આવેલા જ્યાં શ્રુંગી ઋષિનો આશ્રમ આવેલો છે 
  • અંબે માતા અન્ય એક નામથી પણ પ્રસિદ્ધ છે "માંગલ્યદાયિની"
  • અહીં 2005માં માંગલ્ય વન બનેલો છે  

3. કુંભારીયાનાં દેરા:-
  • આ દેરા દાંતા તાલુકામાં આવેલા છે 
  • આબુના દંડનાયક વિમલશાહ મંત્રીએ ચિત્તોડાના રાજા રાણા કુંભાની સહાયથી આ દેરા બંધાવેલા હતા 
  • આ દેરા સરસ્વતી નદીના કિનારે આવેલા છે 
  • વિમલશાહ મંત્રી ભીમદેવ પહેલાનો દંડનાયક હતો તથા તેની પત્નીનું નામ સુમંગલા હતું 
  • શરુઆતમાં અહીં 360 જેટલાં દેરાસરો હતાં 
  • અત્યારે અહી ફક્ત પાંચ જ દેરાસરો છે 

  

પહેલું દેરાસર

ભગવાન નેમિનાથ

બીજું દેરાસર

ભગવાન મહાવીર સ્વામી

ત્રીજું દેરાસર

ભગવાન પાર્શ્વનાથ

ચોથું દેરાસર

ભગવાન શાંતિનાથ

પાંચમું દેરાસર

ભગવાન સંભવનાથ

 

4. મગરવાડા:- 
  • લુંટારાઓથી ગાયોને બચાવવા જતાં માણેક શાહ જૈન વાણિયા (મણીભદ્રવીર)ના ત્રણ કટકા કર્યા હતા
  • શરીરનો પ્રથમ ભાગ (ધડ) મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના આગલોડમાં સ્થાન પામેલ છે  
  • શરીરનો બીજો ભાગ (મસ્તક) મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થાન પામેલ છે 
  • શરીરનો ત્રીજો ભાગ (કમરથી નીચેનો ભાગ વડગામ તાલુકાના માંગરવાડામાં સ્થાન પામેલ છે  

5. નડાબેટ:-
  • અહીં નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે 
  • નડાબેટ સુઈગામ તાલુકામાં જલોયા ગામ પાસે આવેલું છે 
  • આ સ્થળ BSFના જવાનોનું આસ્થાનું સ્થળ છે અહીં 24 ડિસેમ્બર 2016થીસીમા દર્શનનો પ્રોગ્રામ શરૂ થયો છે  

6. બાલારામ:- 
  • અહીં બાલારામ પેલેસ આવેલો છે 
  • બાલારામ પાલનપુર પાસે આવેલું છે 
  • અહીં સૂર્યવંશમ ફિલ્મ હતી 
  • અહીં ચંદનના વૃક્ષો જોવા મળે છે
  • અહીં વૃક્ષના મૂળમાંથી ઝરણું નીકળે છે 

7. કોટેશ્વર:-
  • અહીં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે 
  • કોટેશ્વર દાંતા તાલુકામાં આવેલું છે 
  • અહીંથી જ સરસ્વતી નદીનો પ્રવાહ વહે છે 
  • કોટેશ્વર મંદિરનો જિણોદ્ધાર મહારાણા પ્રતાપે કરાવેલો છે 
  • અહીં વાલ્મીકી ઋષિનો આશ્રમ આવેલો છે 
  • વાલ્મીકી ઋષિએ રામાયણ લખવાની શરૂઆત અહીંથી જ કરી હતી 


8.પસવાદળ:-
  • પસવાદળ વડગામ તાલુકામાં આવેલું છે 
  • પુરાણોમાં પસવાદળને "પદ્માવતી" કે "પુષ્પાવતી" પણ કહેવાય છે 
  • અહીં સ્વયંભૂ વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે 
  • સ્થાનિક લોકો આ મંદિરને "વિરપાનાથ દાદા" પણ કહે છે 
  • અહીં સક્તામ્બિકા માતાજીનું મંદિર પણ આવેલું છે 

9. અમીઝરા પાર્શ્વનાથ જૈન તીર્થ:-
  • આ મંદિર આશરે 2000 વર્ષ જુનું છે 
  • આ મંદિર થરાદ તાલુકાના દુવા ખાતે આવેલું છે 
  • અહીં વિક્રમ સંવત 807માં જૈન આચાર્ય બપ્પભટ્ટી સૂરી થઈ ગયા  
10. ધરણીધર ભગવાન:-
  • આ મંદિર વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલું છે 
  • અહીં ભારતનું એકમાત્ર મૂંછાળા શ્યામની મૂર્તિવાળું મંદિર આવેલું છે 
  • અહીં ભાદરવા સુદ અગિયારસના દિવસે મેળો ભરાય છે 

11. હાથિદ્રા:- 
  • અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે 
  • હાથિદ્રા પાલનપુર તાલુકામાં આવેલું છે 
  • અહીં ચ્યવન ઋષિનો આશ્રમ હતો, એવું માનવામાં આવે છે 

12. જૂના ડીસા (ડીસા):-
  • અહીં સિદ્ધામ્બીકા માતાજીનું મંદિર આવેલું છે 
  • આ મંદિર સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે 
  • પલ્લીનું આયોજન આસો સુદ નોમના દિવસે થાય છે 
  •  અહીં અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કરે છે, પરંતુ સેનામાં રોગચાળો ફેલાવાને લીધે પીછે હટ કરે છે 


વ્યક્તિ વિશેષ:- 
1. ચંદ્રકાત કેશવલાલ બક્ષી :- 
  • ઘટનાના બેતાજ બાદશાહ અને બક્ષીબાબુ તરીકે ઓળખવામાં આવે છે. 
  • જન્મ પાલનપુરમાં થયો હતો.
  • પ્રથમ વાર્તા - મકાનના ભૂત 
  • પ્રથમ પુસ્તક - પડઘા ડૂબી ગયા 
  • તેમણે આશરે 257 જેટલી નવલ કથાઓ લખી છે. 
  • મહત્વની નવલકથાઓ :- પેરાલીસીસ , પડઘા ડૂબી ગયા , રોમાં, એકલતાના કિનારે, મહાજાતિ ગુજરાતી, એક સાંજની મુલાકાત, આકાર , હથેળી પર બાદબાકી, દિશા તરંગ , લીલી નસોમાં પાનખર , મારું નામ તારું નામ, 
  • આત્મકથા - બક્ષીનામા ( ભાગ - 1 થી 3 ) 
  • નાટક - જ્યોથીકા , પરાજય 
  • દિવ્ય ભાસ્કર ની કોલમ - ક્લોઝ અપ , વાતાયન 
  • ગુજરાત સમાચારમાં કોલમ - સ્પીડ બ્રેકર, વાતાયન 

2. અલીખાન ઉસ્માન ખાન બલોચ :-
  • મૂળ નામ અલીખાન ઉસ્માન ખાન બલોચ 
  • ઉપનામ - શૂન્ય પાલનપુરી , અમૃત ઘાયલ 
  • જન્મ - લીલાપુર , અમદાવાદ 
  • કર્મભૂમિ - બનાસકાંઠા ( શિક્ષક તરીકે ) 
  • અવસાન - પાલનપુર 
  • ગઝલ સંગ્રહો - શૂન્યનું સર્જન , શૂન્યનું વિસર્જન , શૂન્યના અવશેષ , શૂન્યનું સ્મારક , શૂન્યની સ્મૃતિ , શૂન્યનો વૈભવ 
  પરિચય છે મંદિરોમાં દેવોને મારો ,                                                                                 મસ્જીદમાં ખુદા પણ મને ઓળખે છે,                          
નથી અસ્તિત્વ મારું કોઈનાથી છાનું ,
 તમારા પ્રતાપે લોકો મને ઓળખે છે 
  
કોઈ પથ્થર ઉગામે તો હું શું કરું 
ફૂલ ફેંકુ ના સામેથી તો હું શું કરું 


3. પ્રણવ મિસ્ત્રી :- 
  • જન્મ - પાલનપુર ( 14 /05/ 1981 )
  • કમ્પ્યુટર વૈજ્ઞાનિક 
  • ઉપનામ - ઝોમ્બી 
  • હાલ માં સિકસ્થ સેન્સ પર કાર્ય કરે છે 
  • હાલમાં સેમસંગ થીંક ટેંક ના વડા તથા ડીપાર્ટમેન્ટ ના વાઈસ પ્રેસિડેન્ટ 
  • સંશોધન - માઉસ લેસ એટલે દેખી ન શકાય તેવું માઉસ , બ્લીંક બોટ રોબોટ ( આંખ ના પલ્કારથી નિયંત્રિત થાય તેવો રોબોટ), ૩ડી ચિત્ર દોરી શકાય તેવી પેન ડેવલપ કરી 
  • તેઓ સેમસંગ , માઈક્રોસોફ્ટ , નાસા, ગુગલ, અને યુનેસ્કો સાથે કામ કરી ચુક્યા છે. 
  • 2013 માં WEF ( વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ) તરફથી યંગ ગ્લોબલ લીડર નો એવોર્ડ અપાયો છે.


4. રણછોડ દાસ પગી ( પગી એટલે ચોકીદાર ) :- 
  • તેઓ ભારતીય સેનાના ભોમિયા તરીકે ઓળખાતા હતાં. 
  • 1965 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેઓએ બનાસકાંઠા ના જંગલોમાં છુપાયેલા 1200 લોકોની જાણકારી ભારતીય સેનાને આપી હતી.
  • તેઓ મૂળ બનાસકાંઠા ના વાતની છે. 
  • BSF ની એક ચોકીનું નામ રણછોડ દાસ પગી ચોકી  છે.
  • 2007 માં સીએમ નરેન્દ્રભાઈ  મોદી એ રણછોડ દાસ પગીને સેનાના તમામ મેડલ એનાયત કરેલ છે. 
  • 1965 માં ભૂજ રનવે પાકિસ્તાન તોડી નાખ્યો હતો તે ઉપર થી અત્યારે ભૂજ ધ પ્રાઈડ ઓફ નેશન મુવી તેના પરથી નિર્માણ પામેલ છે. આ મુવીમાં રણછોડ દાસ પગી નું પાત્ર સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલ છે. 
  • રણછોડ દાસ પગી નું અવસાન 17 જાન્યુઆરી 2013 નાં રોજ થયેલ છે 


#YOUNGEST I.P.S. OF GUJARAT - સાફિન હસન 
  • તેઓ બનાસકાંઠા જીલ્લાના કાણોદર ના વાતની છે.
   

ટિપ્પણીઓ