1 SEPTEMBER CURRENT AFFAIRS 2022 | DAILY CURRENT AFFAIRS IN GUJARAT

 અહી 1 સપ્ટેમ્બર  2022 નું CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે. 

આ પ્રકારનાં DAILY CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં મેળવવા માટે GPSC ADDA 1 સાથે જોડાયેલા રહો.

1 SEPTEMBER CURRENT AFFAIRS 2022 | DAILY CURRENT AFFAIRS IN GUJARAT

ગુજરાતમાં પ્રવાસન માહિતી કેન્દ્રો શરુ કરવામાં આવ્યા

તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજ્ય બહાર પ્રવાસન નિગમ હસ્તક ‘ટુરિસ્ટ ઇન્ફોર્મેશન બ્યુરો’ પ્રવાસી માહિતી કેન્દ્રો શરુ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

આ અંતર્ગત 34 જગ્યાએ આ પ્રવાસી માહિતી કેન્દ્રો શરુ કરવામાં આવશે.

ગુજરાત બહાર અયોધ્યા, વારાણસી, દહેરાદુન, ચંડીગઢ, નાગપુર, ઇન્દોર, ભુવનેશ્વર જેવા સ્થળોએ પ્રવાસન કેન્દ્રો શરુ કરવામાં આવશે.

ગુજરાતનાં પ્રવાસન મંત્રી – પુર્ણેશ મોદી ( નાગરિક ઉડ્ડયન અને વાહનવ્યવહાર મંત્રાલયના પણ મંત્રી )

ભારતના પ્રવાસન મંત્રી – જી.કિશન રેડ્ડી

બેસ્ટ ટુરીઝમ વિલેજ – પોચમપલ્લી

ટાઈમ મેગેઝીન દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થળો જે પ્રવાસન માટે શ્રેષ્ઠ છે તેમાં અમદાવાદ અને કેરળ નો સમાવેશ કરવામાં આવેલ છે.


પ્રધાનમંત્રી જન ધન યોજના ( PMJDY )

હાલમાં સફળ અમલીકરણ ને આઠ વર્ષ પૂર્ણ થયા.  

શરૂઆત – 28 ઓગસ્ટ, 2014માં

તે વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ છે.

તે નાણાકીય પ્રોત્સાહન આપવા માટે અને સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને ટેકો આપવા માટે શરુ કરવામાં આવી હતી.

તે બેંકીગ, બચત અને ડીપોઝીટ એકાઉન્ટ, રેમિટન્સ, ક્રેડીટ, વીમો વગેરે જેવી નાણાકીય સેવાઓની આપવાની ખાતરી કરે છે.

ભારતના નાણા મંત્રી – નિર્મલા સીતારમણ

ગુજરાતના નાણા મંત્રી – કનુભાઈ દેસાઈ


ઇન્ડીયાઝ ઈકોનોમી ફ્રોમ નહેરુ ટુ મોદી : અ બ્રીફ હિસ્ટ્રી

આ પુસ્તક ના લેખક પુલાપ્રે બાલકૃષ્ણન છે.

આ પુસ્તક સપ્ટેમ્બર 2022 માં રીલીઝ થશે.

લેખકે નહેરુ ની આર્થિક વ્યૂહરચનાની બે મોટી ટીકાઓ કરી છે.

મહત્વના પુસ્તકો :-

સચ કહું તો – નીરા ગુપ્તા

અ સ્ટ્રેન્જર ઇન ધ મિરર – રાકેશ ઓમપ્રકાશ મહેરા

સત્યના પ્રયોગો – ગાંધીજી

થોડા આંસુ થોડા ફૂલ – જયશંકર ભોજક

બીલીવ વ્હોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી – સુરેશ રૈના

સન્ની ડેઝ – સુનીલ ગાવસ્કર

સ્ટ્રેઈટ ફ્રોમ ધી હાર્ટ – કપિલ દેવ

પ્લેઇંગ ઈટ માય વે - સચિન તેંદુલકર

અ સેન્ચુરી ઈઝ નોટ ઈનફ – સૌરવ ગાંગુલી

ધ ટેસ્ટ ઓફ માય લાઈફ ધ રેસ ઓફ માય લાઈફ – મિલ્ખા સિંઘ


બેડમિન્ટન વર્લ્ડ  ચેમ્પિયનશીપ 2022

બેડમિન્ટન વર્લ્ડ  ચેમ્પિયનશીપ 2022 નાં મેન્સ સિંગલ માં વિક્ટર એક્સેલસ વિજેતા બન્યો છે.

ટોક્યોમાં તેમણે આ બીજું મેડલ મેળવ્યું.

મહિલા સિંગલ્સમાં જાપાનનાં અકાને યામાગુચી વિજેતા બન્યા છે.

આમાં પુરુષ ડબલ માં ભારત ના સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ની જોડીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

આ બેડમિન્ટન ચેમ્પિયનશીપની 22 મી આવૃત્તિ છે.

22 થી 28 ઓગસ્ટ દરમિયાન ટોક્યો ખાતે આ ચેમ્પિયનશીપ નું આયોજન થયું હતું.

બેડમિન્ટન ના વર્લ્ડ કપ ને પુરુષો માટે થોમસ કપ અને મહિલાઓ માટે ઉબેર કપ નામ આપવામાં આવેલ છે.
2022
નો થોમસ કપ ના વિજેતા - ભારત
2022
નો ઉબેર કપના વિજેતા - સાઉથ કોરિયા

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા પ્રકાશ પાદુકોણે ને લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.


શુમંગ લીલા ફેસ્ટીવલ

આ ઉત્સવ મણીપુર સાથે સંકાળાયેલ છે.

આ 50 મો શુમંગ લીલા ફેસ્ટીવલ છે.

તેની શરૂઆત ઇમ્ફાલના પેલેસ ના કમ્પાઉન્ડમાં થઇ છે.

શુમંગ લીલા મણીપુરમાં થીયેટરનું પરંપરાગત સ્વરૂપે છે.

પુરુષ કલાકારો સ્ત્રી કલાકારોની ભૂમિકા ભજવે છે.

સ્ત્રી થીયેટર જૂથોના કિસ્સામાં, પુરુષ પાત્રો સ્ત્રી કલાકારો દ્વારા ભજવાય છે.

મણીપુર ના રાજ્યપાલ – લા ગણેશન

ભવાઈ ના પ્રણેતા – અસાઈત ઠાકર


SEBI

અનંત નારાયણ ગોપાલકૃષ્ણ ને સેબીના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.

તેઓ જોડાવાની તારીખ થી ત્રણ વર્ષ માટે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી પદ પર રહેશે.

તેઓ સેબીના ચોથા પૂર્ણ સમયના સભ્ય છે.

તેમણે યસ બેંકના બોર્ડમાં આરબીઆઈદ્વારા વધારા નાં ડીરેક્ટર તરીકે સેવા આપી છે.

એસ.કે. મોહંતી, અનંત બરુઆ અને અશ્વિની ભાટિયા સેબીના અન્ય ત્રણ પૂર્ણ કાલીન સભ્યો છે.

SEBI વિશે :- 

સિક્યોરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા

1988માં તેની સ્થાપન થઇ હતી.

1992માં તેને વૈધાનિક દરજ્જો મળ્યો.

તે ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટનું નિયમનકાર છે અને તેનો હેતુ સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે.

મુખ્ય મથક – મુંબઈ

SEBI નાં અધ્યક્ષ - માધવીપુરી બુચ


INS સુમેધા

INS સુમેધા એ મલેશિયાની મુલાકાત લીધી છે.

આ મુલાકાતનો હેતુ દરિયાઈ સહયોગ અને આંતર કાર્યક્ષમતા વધારવાનો છે.

INS સુમેધા વિશે :- 

એક સ્વેદેશી રીતે નિર્મિત નેવલ ઓફશોર પેટ્રોલ વેસલ છે.

તે વિશાખાપટ્ટનમ સ્થિત ભારતીય નૌકાદળના પૂર્વીય ફલીટનો એક ભાગ છે.

નેવી ના ચીફ – આર. હરીકુમાર

નેવી ના વાઈસ ચીફ – એસ.એન.ગોરમાડે

આર્મી ના ચીફ – મનોજ પાંડે

આર્મી ના વાઈસ ચીફ – બી.એસ.રાજુ

એરફોર્સ ના ચીફ – વી.આર.ચૌધરી

એરફોર્સ ના વાઈસ ચીફ – સંદીપ સિંઘ

આર્મી દિવસ – 15 જાન્યુઆરી

નેવી દિવસ – 4 ડીસેમ્બર

એરફોર્સ દિવસ – 8 ઓક્ટોમ્બર


મહારાષ્ટ્રનો પ્રથમ ‘દિવ્યાંગ પાર્ક’

નાગપુર ખાતે મહારાષ્ટ્રનો પ્રથમ ‘દિવ્યાંગ પાર્ક’ શરુ કરવામાં આવેલ છે.

આ પાર્ક ખાસ વિકલાંગ લોકો માટે હશે જેથી તેઓ પણ આનદ મેળવી શકે.

વિકલાંગો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ -  3 ડીસેમ્બર

મહારાષ્ટ્ર ના પાટનગર – મુંબઈ , નાગપુર  

મહારાષ્ટ્ર ના રાજ્યપાલ – ભગતસિંહ કોશિયારી

મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી – એકનાથ શિંદે

મહારાષ્ટ્રની હાઇકોર્ટ – મુંબઈ


ટિપ્પણીઓ