અહી 29 ઓગસ્ટ 2022 નું CURRENT AFFAIRS ગુજરાતી ભાષમાં આપવામાં આવેલ છે.
આ પ્રકારનાં DAILY CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં મેળવવા માટે GPSC ADDA 1 સાથે જોડાયેલા રહો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ
સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવની ઉજવણી કરી.
વાડજ ખાતેની ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડની નવી
બિલ્ડીંગ નું લોકાર્પણ કર્યું.
ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના નવા અધ્યક્ષ – મનોજ કુમાર
રીવરફ્રન્ટ ફૂટ ઓવરબ્રીજ નું લોકાર્પણ કર્યું,
જેનું નામ અટલ બ્રીજ છે.
ભુજમાં સ્મૃતિવનનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતનું
પ્રથમ અર્થક્વેક મેમોરીયલ પાર્ક છે અને ભુજીયા ડુંગર પાસે આવેલ છે.
ગાંધીનગરમાં સુઝુકીના દેશમાં 40 વર્ષ પૂર્ણ થયાં
તે નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી.
ભુજની શ્યામજી કૃષ્ણ વર્મા યુનીવર્સીટી ખાતે
યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી.
શ્યામજી કૃષ્ણ વર્મા યુનીવર્સીટી
શ્યામજી કૃષ્ણ વર્મા નાં નામ પરથી આ યુનિવર્સીટી
નું નામ છે. તેઓ સંસ્કૃતના પ્રોફેસર હતાં. તેમનો જન્મ માંડવી ખાતે થયો હતો.
આ યુનિવર્સીટી ની સ્થાપના 2003માં થઇ હતી.
હાલમાં આ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર જયરાજસિંહ
જાડેજા છે.
નેશનલ સ્પોર્ટ્સ ડે – 29 ઓગસ્ટ
મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ એ નેશનલ સ્પોર્ટ્સ ડે
તરીકે ઉજવાય છે.
હોકીના જાદુગર – મેજર ધ્યાનચંદ
ક્રિકેટના જાદુગર – જામ રણજીતસિંહ
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ
હાલમાં ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે ઉદય
ઉમેશ લલિતે પદભાર સંભાળ્યો.
તેઓ ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
યુ.યુ.લલીતનો કાર્યકાળ 74 દિવસનો છે.
એન.વી. રામન્ના ભારતના 48માં મુખ્યન્યાયાધીશ
હતાં.
ભારતના પ્રથમ CJI – હરીલાલ કણીયા
ગુજરાતનાં પ્રથમ CJ –સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ
પ્રધાનમંત્રી જનુરવારક પરિયોજના
કેન્દ્ર સરકાર દ્વારા ખાતર સબસીડી યોજના નું નામ
બદલીને ‘પ્રધાનમંત્રી ભારતીય જનુરવારક પરિયોજના’ (PMBJP) કર્યું છે.
2 ઓક્ટોમ્બર 2022 થી સમગ્ર ભારતમાં વન નેશન વન
ફર્ટિલાઇઝર યોજના લાગુ કરવામાં આવશે.
ગાંધીજી ના 153 માં જન્મદિવસ ના રોજ લોન્ચ
કરવામાં આવશે.
આ યોજના હેઠળ તમામ પ્રકારનાં ખાતરો ભારતમાં એક જ
બ્રાંડ નામ ‘ભારત’ હેઠળ વેચવામાં આવશે.
રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા આ જાહેરાત
કરવામાં આવી છે. આ મંત્રાલય ના મંત્રી શ્રી મનસુખલાલ માંડવીયા છે.
તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓએ તેમના
ઉત્પાદનોનું નામ ભારત રાખવાનું રહેશે.
ખાતરની બેગમાં પ્રધાનમંત્રી ભારતીય જનુરવારક
પરિયોજના(PMBJP)નો લોગો લાગશે.
બેગ ની સાઈઝ માં બે તૃતિયાંશ ભાગમાં લોગો
લગાવવામાં આવશે. બાકીના ભાગમાં કંપની અને ખાતરની માહિતી હશે.
વિશ્વનું પ્રથમ નેનો યુરીયા ખાતર બનાવનાર કંપની –
ઇફકો
યુનેસ્કો નો શાંતિ પુરસ્કાર 2૦22
આ પુરસ્કાર એન્જેલા મર્કેલ ને આપવામાં આવેલ છે, તેઓ
જર્મનીના પૂર્વ ચાન્સેલર છે.
2015 માં શરણાર્થીઓને આવકાર્યા હતાં. સીરિયા,
ઈરાક, અફઘાનિસ્તાન દેશમાંથી હિજરત કરીને આ શરણાર્થીઓ આવ્યા હતાં.
2005 માંજર્મનીના પ્રથમ મહિલા ચાન્સેલર હતાં.
આ પુરસ્કારનું અધિકૃત નામ – ફેલિક્સ હુફોઉટ બોઈની
યુનેસ્કો શાંતિ પુરસ્કાર
1989 થી દર વર્ષે શાંતિ માટે આપવામાં આવે છે.
યુનેસ્કો ના સાંસ્કૃતિક વારસામાટે ભારત તરફથી ગરબાને મોકલવામાં આવેલ છે. ગયા વર્ષે
કોલકાતા ની દુર્ગાની પૂજાને સ્થાન આપવામાં આવ્યું હતું.
પ્રથમ હાઈડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેન
જર્મની માં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર
ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.
કુલ 14 ટ્રેનો ને શરુ કરવામાં આવેલ છે.
15 જૂની ડીઝલ ટ્રેનો નું સ્થાન લેશે.
અલ્સ્ટોમ કંપની દ્વારા આ ટ્રેનોનું નિર્માણ
કરવામાં આવેલ છે.
આ ટ્રેનો કચરા તરીકે પાણી અને વરાળ નીકાળે છે.
વિશ્વની પ્રથમ સ્વયં સંચાલિત ટ્રેન પણ જર્મની એ
બનાવી હતી.
ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત કાર ટોયોટા
મીરાઈ છે.
જર્મની નું કેપિટલ – બર્લિન
જર્મની નું ચલણ – યુરો
પ્રથમ ખેલો ઇન્ડિયા મહિલા જુડો ટુર્નામેન્ટ
27 ઓગસ્ટ ના રોજ આ ટુર્નામેન્ટ ની શરૂઆત થઇ છે.
48.86 લાખ રૂપિયાની ઇનામી રકમ જાહેર કરવામાં આવેલ
છે.
આ ટુર્નામેન્ટ ચાર ઝોનમાં રમાશે.
રાષ્ટ્રીય રાઉન્ડ નવી દિલ્હી ના કેડી જાદવ ઇન્ડોર
સ્ટેડીયમમાં 20 થી ૨3 ઓક્ટોમ્બર દરમિયાન રમાશે.
આમાં ચાર વયજૂથના સ્પર્ધકો ભાગ લેવાના છે.
સબ જુનિયર (12-15 વર્ષ)
કેડેટ (15-17 વર્ષ)
જુનિયર (15- 20 વર્ષ)
વરિષ્ઠ ( 15+ વર્ષ)
ચાર ઝોન માં સ્થળ અને સમય :-
|
ઝોન |
સ્થળ |
દિવસ |
|
પૂર્વ ઝોન |
સાઈ સેન્ટર ગુવાહાટી, આસામ |
27-31 ઓગસ્ટ |
|
પશ્ચિમ ઝોન |
સરદાર પટેલ રમતગમત સંકુલ , ગુજરાત |
11-15 સપ્ટેમ્બર |
|
દક્ષિણ ઝોન |
વીકે એન મેનન સ્ટેડીયમ , થ્રીસુર, કેરળ |
1-5 સપ્ટેમ્બર |
|
ઉત્તર ઝોન |
પેસ્ટલ વુડ સ્કુલ , દેહરાદુન , ઉત્તરાખંડ |
5-9 સપ્ટેમ્બર |
રમત મંત્રાલય ના મંત્રી – અનુરાગ ઠાકુર
ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ 2022 – બેંગ્લોર, કર્ણાટક
ખાતે આયોજન
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 – ભોપાલ, મધ્ય
પ્રદેશ ખાતે આયોજન
IMF માં ભારતના નવા એક્ઝીક્યુટીવ ડીરેક્ટર
IMF ના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર તરીકે ડૉ.
કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ ની નિમણુક કરવામાં આવેલ છે.
1 નવેમ્બર 2022 ના રોજ આ પદ પર તેમનો કાર્યકાળ
શરુ થશે જે ત્રણ વર્ષ સુધીનો રહેશે.
તેઓ ડૉ.સુરજીત ભલ્લા નું સ્થાન લેશે.
IMF
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ
સ્થાપના – 1945
મુખ્યાલય – વોશીગ્ટન ડી.સી.
અધ્યક્ષ – ક્રીસ્ટેલીના જ્યોર્જીવા
ચીફ ઈકોનોમિસ્ટ ની દીવાલ પર સ્થાન મેળવનાર મહિલા –
ડૉ. ગીતા ગોપીનાથ
ચીફ ઈકોનોમિસ્ટ ની દીવાલ પર સ્થાન મેળવનાર પ્રથમ
મહિલા – રઘુરામ રાજન
ભારત મોરેશિયસ સંયુક્ત કમિટી ઓન સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝ કોઓપરેશન
ભારત મોરેશિયસ સંયુક્ત કમિટી ઓન સ્મોલ એન્ડ
મીડીયમ એન્ટરપ્રાઈઝ કોઓપરેશનની ત્રીજી બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ.
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી નારાયણ રાણે
એ ભારતીય પક્ષનું નેતૃત્વ કર્યું.
મોરેશિયસ ના પ્રધાનમંત્રી – પ્રવિન્દ જુગુનાથ
દિલ્હી ના લેફ્ટનન્ટ ગવર્નર – વિનય સક્સેના
ભારતનો પ્રથમ ઇવેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં શરુ
થશે.
ભારતનું પ્રથંમ સ્મોગ ટાવર દિલ્હીમાં શરુ થશે.
SME મોરેશિયસ લિમિટેડ અને માઈક્રો,સ્મોલ એન્ડ
મીડીયમ એન્ટરપ્રાઈઝ (NI-MSME) વચ્ચે બે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ
એન્ટરપ્રાઈઝ (NI-MSME) એ MSME મંત્રાલય હેઠળની એક સંસ્થા છે. જેનું મુખ્યાલય
હૈદરાબાદ, તેલંગાણા ખાતે આવેલ છે.
લૌઝેન ડાયમંડ લીગ
નીરજ ચોપડાએ 89.09 મીટર નો શ્રેષ્ઠ થ્રો કરીને
લૌઝેન ડાયમંડ લીગમાં ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
તેઓ એક માત્ર ભારતીય છે, જેમણે ડાયમંડ લીગ ની
ફાઈનલ ક્વોલિફાઈ કરી.
તેમની પહેલા ડિસ્ક થ્રોઅર વિકાસ ગૌડા એકમાત્ર
ભારતીય છે , જેમને ડાયમંડ લીગ મીટમાં ટોપ થ્રીમાં સ્થાન મેળવ્યું હતું.
હરિયાણા ના પાણીપત ના ખંડરા ગામના તેઓ વતની છે.
ભાલા ફેંક દિવસ – 7 ઓગસ્ટ (ટોક્યો ઓલમ્પિકમાં આ
દિવસે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 87.58 મીટર નો થ્રો કર્યો હતો. )
પુણે ના આર્મી સ્ટેડીયમ નું નામ બદલીને નીરજ
ચોપરા ના નામ પર કરવામાં આવેલ છે.
નેશનલ રેકોર્ડ – 89.94 મીટર
ભારતની પ્રથમ થ્રી ડી પોસ્ટ ઓફીસ
બેંગ્લોર ખાતે ભારતની પ્રથમ થ્રી ડી પ્રિન્ટીંગ
ટેકનોલોજી ની મદદથી પોસ્ટ ઓફીસ બનવવામાં આવેલ છે.
પોસ્ટ ઓફીસ એક મહિના માં તૈયાર થઇ જશે.
1,000 સ્ક્વેર
ફૂટમાં બનેલી આ ઈમારત ને બનાવવામાં 25 લાખ રૂપિયાનો ખર્ચ થશે.
IIT મદ્રાસ અને L&T કંપની
આનું નિર્માણ કાર્ય કરશે.
ભારતનું પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઘર IIT મદ્રાસ
દ્વારા IIT મદ્રાસના પરિસરમાં બનાવવામાં આવેલ છે. જેનું
અનાવરણ નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલ છે.
નેશનલ પોસ્ટ ડે – 10 ઓક્ટોમ્બર
ઇન્ટરનેશનલ પોસ્ટ ડે – 9 ઓક્ટોમ્બર


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો