નમસ્કાર મિત્રો ,
હવે આપને ગુજરાતની અસ્મિતા નું દળદાર પુસ્તક જેને વાંચવું ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરિક્ષા માટે અત્યંત આવશ્યક છે તેને વન લાઈનર સ્વરૂપે વાંચવા મળશે.
તો આપના તમામ મિત્રો કે જેઓ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા હોય તેમને આ આર્ટીકલ સીરીઝ સાથે જરૂરથી જોડજો અને તમે પણ આ સીરીઝ સાથે જોડાયેલા રહેજો.
સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે
જાણીતું છે ?- હૃદય કુંજ
દાંડીકુચમાં કેટલા લોકોએ ભાગ લીધો હતો ?- 79
સૈનિકોએ
દાંડીકુચ ની શરૂઆત ક્યારે થઇ હતી ?- 12 માર્ચ , 1930
બારડોલી કયા જીલ્લામાં આવેલું છે ? – સુરત
બારડોલી સત્યાગ્રહને બીજા કયા નામે ઓળખવામાં આવે
છે ? – ના કર ની લડત
બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતાં ? – સરદાર વલ્લભભાઈ પટેલ
વલ્લભભાઈ પટેલ ને સરદાર નું બિરુદ કોના દ્વારા
આપવામાં આવ્યું હતું ? – ગુજરાતની પ્રજા
વેડછીના વડલા તરીકે કોણ ઓળખાય છે ? – જુગતરામ દવે
‘સંપૂર્ણ ક્રાંતિ’ મહાવિદ્યાલય કોનું છે ? –
નારાયણ દેસાઈ
નારાયણ દેસાઈ એ
કોના પુત્ર છે ? – ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈ
અંગ્રેજોના પ્રતિનિધિ તરીકે ભારત કોણ આવ્યું
હતું ? – સર ટોમસ રો
અંગ્રેજો દ્વારા પોતાની પ્રથમ કોઠીની સ્થાપના
ક્યા આગળ કરવામાં આવી ?- સુરત
અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠીની સ્થાપના ક્યારે
કરી ? – ઇસ. 1618
સુરત કઈ નદી ના કિનારે આવેલું છે ?- તાપી
જય જય ગરવી ગુજરાત આ કોની પંક્તિઓ છે ?- કવિ
નર્મદ
‘કરણ ઘેલો’ ના લેખક કોણ છે ? – નંદશંકર તુળજાશંકર
મહેતા
સુરતના ઐતિહાસિક કિલ્લા નું નિર્માણ ક્યારે અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? –
ઇસ.1540-41 માં ખુદાવંદખાન દ્વારા
ત્રિઅંકી નાટ્યસ્પર્ધાનું આયોજન કોના દ્વારા થાય
છે ? – સુરત મહાનગરપાલિકા
દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીનું વડુંમથક ક્યા આગળ
આવેલું છે ?- સુરત
સુરત મહાનગરપાલિકા કઈ ઈમારતમાં કાર્યરત છે ?-
મુગલસરાઈ
સુરત અન્ય કયા નામો થી ઓળખાતું હતું ? – મક્કાઈ બંદર
, મક્કાબારી , બાબુલમક્કા
એન્ડ્રુઝ લાઈબ્રેરી ની સ્થાપના કોના દ્વારા
કરવામાં આવી હતી ? – સુરત લિટરરી સોસાયટી
વિન્ચેસ્ટર મ્યુઝીયમ કયા નામે ઓળખાય છે ? – સરદાર
સંગ્રહાલય
50 મીટર ઉંચાઈવાળું ફરતું રેસ્ટોરન્ટ ક્યા આવેલું
છે ? – સુરત
‘હોપ બ્રીજ’ કોને જોડે છે ? – સુરત અને રાંદેર
સુરતમાં કઈ ડેરી આવેલી છે ? – સુમુલ ડેરી
ઘારી કયાની વખણાય છે ? – સુરત
કનકવો એટલે ? - પતંગ
ભારતનું ટોકિયો કોને કહેવામાં આવે છે ? – સુરત
‘ક્રિભકો’ નું ખાતર બનાવવાનું કારખાનું ક્યા
આવેલું છે ? – હજીરા
પારસીઓ ક્યાંથી આવ્યા હતાં ? – ઈરાન
પારસીઓ પ્રથમવાર ગુજરાતમાં ક્યાં ઉતર્યા હતાં ? –
સંજાણ બંદરે
પારસીઓ એ સાથે લાવેલા પવિત્ર અગ્નિની સ્થાપના
ક્યાં આગળ કરી ? – ઉદવાડા
‘અતુલ’ નું રંગ રસાયણ નું કારખાનું ક્યાં આવેલું
છે ? – વલસાડ
અતુલ નું કારખાનું કોનું છે ? – કસ્તુર ભાઈ
લાલભાઈ
શિવાજીની આરાધ્ય દેવી માતા ભવાનીનું મંદિર ક્યાં
આવેલું છે ? – પારનેરાની ટેકરીઓ
વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે ? – ઔરંગા
‘નંદીગ્રામ’ ની સ્થાપના કોણે કરી ? – મકરંદ દવે
વલસાડની કેરીની કઈ જાત વખણાય છે ? – હાફૂસ કેરી
વલસાડી સાગ ક્યાંથી મળે છે ?- ડાંગ અને ધરમપુર
ખાતે થી
ગણદેવી નું શું વખણાય છે ? – ગોળ
વાલોડ નું શું વખણાય છે ? – લિજ્જત પાપડ
નવસારી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ? –
પૂર્ણા
જોકી શ્રોફ ક્યાંના વતની હતાં ? – નવસારી
નવસારી નું પ્રાચીન નામ શું છે ? – નવસારિકા
ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો
કયો છે ? – ડાંગ
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સ્થળ કયું છે ? –
સાપુતારા
ડાંગ જીલ્લાનું મુખ્યમથક કયું છે ? – આહવા
ઋતુંભરા વિશ્વવિદ્યાલય ના સ્થાપક કોણ છે ? –
પૂર્ણિમા બહેન પકવાસા
ડાંગ દરબાર નું આયોજન વર્ષમાં કેટલી વાર થાય છે ?
– 1
બરડીપાડા નું અભયારણ્ય ક્યાં આવેલું છે ? – ડાંગ
જીલ્લામાં
મધમાખી ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ? – સાપુતારા
દંડકારણ્ય એટલે હાલનો કયો પ્રદેશ ? – ડાંગ
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી નું
જન્મ સ્થાન કયું છે ? – વ્યારા
તાપી જીલ્લા નું મુખ્ય મથક કયું છે ? – વ્યારા
ગાયકવાડ ની ગાદી ની સ્થાપના ક્યા થઇ હતી ? –
સોનગઢ
ગુજરાતની જીવાદોરી એટલે ? – નર્મદા
નર્મદાની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? – અમરકંટક
અમરકંટક થી સમુદ્ર સુધી નર્મદા ની લંબાઈ કેટલી છે
? – 1280 કિમી
નર્મદા નદીના અન્ય નામો જણાવો – રેવા , અમરકોષ,
મૈકલકન્યા, સમોદભવા
અમરકંટક કઈ પર્વતમાળા નો ભાગ છે ? – વિંધ્યાચળ
પર્વતમાળા
દૂધધારા અને ધુંઆધાર જેવા ધોધ કઈ નદી પર જોવા મળે
છે ? – નર્મદા
ગુજરાતમાં નર્મદા નદી ક્યાંથી પ્રવેશે છે ? –
હાંફેશ્વર
‘ભૂરો ભાસ્યો ઝાંખો દુરથી ધુમ્મસે પા’ડ સરખો !
નદી વચ્ચે ઉભો નિરભયપણે એકસરખો !’ નર્મદે આ પંક્તિઓ કોના માટે વાપરી છે ? – કબીર વડ
નમામિ દેવી નર્મદે ! કોના દ્વારા પ્રયોજાયું છે ?
– શંકરાચાર્ય
ભારતનો સૌથી ઉંચો કોન્ક્રીટ બંધ કયો છે ? – ભાખરા
સરદાર સરોવર ડેમ ક્યાં આગળ આવેલો છે ? – કેવડીયા
ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? – ભૃગુકચ્છ, ભૃગુપુર
નર્મદા પોતાના નીર ઠાલવે છે ? – ખંભાતના અખાત માં
‘ઝીલ્યો મેં પડકાર’ કોનું પુસ્તક છે ? – ધ્રુવકુમાર
પંડ્યા
ભરૂચને મરાઠીમાં કયા નામે ઓળખવામાં આવે છે ? –
ભડોચ
ભૃગુઋષિના વંશજો કયા નામે ઓળખાય છે ? – ભાર્ગવો
કોના
અનુસાર માહિષ્મતી એટલે ભરૂચ ? – ક.મા. મુનશી
ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત ક્યા આગળ
થઇ હતી ? – ભરૂચ
નર્મદાના કિનારે આવેલો ભરૂચનો કિલ્લો કોણે
બંધાવ્યો હતો ? – કુમારપાળે
પાઘડીપને વસેલું શહેર કયું છે ? – ભરૂચ
ગુજરાતનો સૌથી લાંબો પુલ કયો છે ? – ગોલ્ડન બ્રીજ
ગોલ્ડન બ્રીજ કયા બે શહેરોને જોડે છે ? – ભરૂચ અને અંકલેશ્વર
ગોલ્ડન બ્રીજ કઈ નદી પર આવેલો છે ? – નર્મદા
ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ? –
છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી
છોટુભાઈ પુરાણી વિદ્યાલય ક્યાં આવેલું છે ? – રાજપીપળા ખાતે
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી ? – કનૈયાલાલ મુનશી
GNFC નું પૂરું નામ જણાવો. – ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની
ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી વધુ સારું તેલ આપતું
તેલક્ષેત્ર કયું છે ? – અંકલેશ્વર
વડોદરાને ‘વીર વડોદરું’ કોણે કહ્યું ? – પ્રેમાનંદે
મૂળ વડોદરા શહેર ને કેટલા દરવાજા છે ? કયા કયા ? –
ચાર , લહેરીપુરા, ચાંપાનેરી, બરાનપુરી , પાણી દરવાજો
કોયલી રીફાઇનરી ક્યાં આવેલી છે ? – વડોદરા
GSFC નું પૂરું નામ જણાવો – ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપની
ગુજરાતની સંસ્કારી નગરી એટલે ? – વડોદરા
ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા એટલે કોણ
? – મોતીભાઈ અમીન
ગુજરાત નું સૌથી મોટું પુસ્તકાલય કયું છે ? – મધ્યવર્તી પુસ્તકાલય , વડોદરા
ગુજરાતમાં શાહિદ ભગત સિંહ ની પ્રતિમા ક્યાં આગળ
મુકાયેલી છે ? – ન્યાય મંદિર. વડોદરા
વડોદરાને વિકસિત કરવામાં સૌથી વધુ ફાળો કોનો છે ?
– સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
નંદલાલ બોઝના ચિત્રો વડોદરામાં કઈ ઈમારતમાં
મુકવામાં આવેલા છે ? – કીર્તિમંદિર
કિર્તીમંદિરના નંદલાલ બોઝના ચિત્રો કયા વિષયો પર
આધારિત છે ? – ગીતા પર
ડભોઇ શેના માટે જાણીતું છે ? – પથ્થરના દુર્ગ માટે
ડભોઇના પ્રવેશદ્વારોની દિશા અને તેના નામ જણાવો .
–
પૂર્વ – હીરા ભાગોળ
પશ્ચિમ – વડોદરી ભાગોળ
દક્ષિણ – નાંદોરી ભાગોળ
ઉત્તર – મહુડી ભાગોળ
ડભોઈના દુર્ગના નિર્માણમાં કોનો ફાળો છે ? – વિશળદેવ વાઘેલા
ડભોઇના કિલ્લા, દરવાજા અને મંદિરોનું નિર્માણ
કોના દ્વારા થયું હતું ? – હીરાધર શિલ્પી
ડભોઈના મૂળ કિલ્લાનું બાંધકામ કોણે કર્યું હતું ?
– દેવા શિલ્પી એ
હીરાધર શિલ્પીની પ્રેમિકા નું નામ શું હતું ? – તેન
તેન તળાવ ક્યાં આવેલું છે ? – ડભોઇ
હીરા ભાગોળ પર આધારિત ધૂમકેતુ ની વાર્તાનું
શીર્ષક જણાવો. – વીનીપાત
ગરબીઓ કોની જાણીતી છે ? – દયારામ ની
દયારામની કર્મભૂમિ એટલે ? – ડભોઇ
કાયાવરોહણ માં ભગવાન શિવના કયા અવતારનું મંદિર
આવેલું છે ? – લકુલીશ
કાયાવરોહણ કયા સંપ્રદાયનું ધર્મસ્થાન છે ? – પાશુપત સંપ્રદાય
પાવાગઢ ક્યાં આવેલું છે ? – પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકા માં
ચંદ બારોટે પાવાપતી તરીકે કોનો ઉલ્લેખ કરેલો ? – તુઆર કુળના રામ ગૌરનો
1484 માં પતાઈ રાવળને કોણે હરાવ્યો ? – મહમુદ બેગડા એ
મહમ્મદ બેગડાએ ગુજરાતનાં કયા શહેર ને ગુજરાતનું
પાટનગર બનાવ્યું હતું ? – ચાંપાનેર
પાવાગઢની તળેટીમાં કયું શહેર વસેલું છે ? – ચાંપાનેર
ચાંપાનેરનું રત્ન એટલે ? – બૈજુ બાવરા
તેલીયું તળાવ અને દૂધિયું તળાવ ક્યા આવેલું છે ? –
પાવાગઢ પર
ચાંપાનેર ની જુમ્મા મસ્જીદ નું બાંધકામ કઈ શૈલી
નું છે ? – ઇન્ડોસાર્સેનીક
પંચમહાલ જીલ્લાનું મુખ્યમથક કયું છે ? – ગોધરા
ચરોતર ના મેદાનો કયા પાક માટે જાણીતા છે ? – તમાકુ
ચરોતરના મેદાનો માં કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે ?
– આણંદ અને ખેડા
અમુલ ડેરી ક્યાં આવેલી છે ? – આણંદ
અમુલ ડેરી ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? – 14/12/1946
ગુજરાતમાં ડેરી ઉદ્યોગમાં સહકારી પ્રવૃત્તિના
પ્રણેતા કોણ છે ? – ત્રિભુવનદાસ પટેલ
ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે ? – ડૉ. વર્ગીસ કુરિયન
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ નું મુખ્યમથક ક્યાં
આવેલું છે ? – આણંદ
ગુજરાતમાં સૌ પ્રથમ ઈજનેર કોલેજની સ્થાપના ક્યા
આગળ થઇ હતી ? – વલ્લભ વિદ્યાનગર
વલ્લભ વિદ્યાનગર ના પ્રણેતા કોણ હતાં ? – ભાઈલાલ ભાઈ પટેલ
ખેડા જીલ્લાનું મુખ્યમથક કયું છે ? – નડિયાદ
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ છે ?- ગોવર્ધનરામ ત્રિપાઠી
પુ.શ્રી મોટા નું મૂળ નામ શું હતું ? – ચુનીલાલ ભાવસાર
વલ્લભભાઈ પટેલ નું જન્મસ્થળ કયું છે ? – આણંદ પાસે નું કરમસદ
‘માણસાઈ ના દીવા’ કોના જીવન પર આધારિત છે ? – રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજ અને ગાંધીજી નો મેળાપ કયા
સત્યાગ્રહ દરમિયાન થયો ? – ખેડા સત્યાગ્રહ
સમગ્ર ગુજરાતમાં બાલ મંદિરની સર્વપ્રથમ શરૂઆત
કોના દ્વારા થઇ હતી ? – વસો ના દરબાર ગોપાલદાસ દ્વારા
‘ચરોતર નું મોતી’ એટલે કોણ ? – મોતીભાઈ અમીન
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?
– મોતીભાઈ અમીન
મહેમદાવાદની સ્થાપના કોણે કરી હતી ? – મહેમુદ બેગડાએ
ભમ્મરિયો કુવો ક્યા આવેલો છે ? – મહેમદાવાદ માં
સમગ્ર ભારતમાં ભમ્મરિયા કુવા જેવો એકમાત્ર કુવો
કયો છે ? – જૂનાગઢનો નવઘણ કુવો
મહેમુદ બેગડાએ પોતાની બેગમની યાદમાં ચાંદ સૂરજનો
મહેલ કઈ નદી ના કિનારે વસાવેલો ? – વાત્રક
મહેમદાવાદ કઈ નદી ના કાંઠે વસેલું છે ? – વાત્રક
ખંભાત પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું ? – સ્તંભતીર્થ
સિદ્ધરાજ જયસિંહ ના સૈનિકો સામે કુમારપાળ ને
હેમચંદ્રાચાર્ય એ ક્યા સંતાડ્યો હતો ? – ખંભાતના પોથીઓના
ભંડાર માં
વાઘેલાઓના સમયમાં ખંભાત ના વહીવટકર્તા કોણ હતાં ?
– વસ્તુપાળ અને તેજપાળ
જહાંગીરે દરિયો ક્યાં આગળ જોયો હતો ? – ખંભાત
‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ ના લેખક કોણ છે ? – રત્નમણીરાવ ભીમરાવ જોટે
‘કાકા ની કબર’ કયા સમાજના લોકોનું યાત્રાધામ છે ?
– વહોરા લોકોનું
અમદાવાદમાં મિલઉદ્યોગ ની સ્થાપના કોણે કરી હતી ? –
રણછોડલાલ છોટાલાલ
ગુજરાત નું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયું છે
? – ધુવારણ
શ્રીમદ રાજચંદ્ર ની સમાધિ ક્યાં આવેલ છે ? – અગાસ ખાતે
વડતાલ કયા સંપ્રદાયનું ધાર્મિક સ્થાન કયું છે ? –
સ્વામિનારાયણ સંપ્રદાય
ડાકોરનું મૂળ નામ – ડંકપુર
ડાકોરમાં કયા ઋષિનો આશ્રમ હતો ? – ડંક ઋષિનો
ડાકોર ભગવાનના કયા ભક્ત સાથે જોડાયેલ છે ? – ભક્ત વજેસંગ બોડાણા
ગાંધીજીએ હરીજન ફાળા ની શરૂઆત ક્યાંથી કરી હતી ? –
ડાકોર
ગળતેશ્વર કઈ નદી ના કિનારે આવેલો છે ? – મહી નદી
ગળતેશ્વરમાં કયા સમયગાળા દરમિયાન નું શિવાલય છે ?
– સોલંકી કાળ નું
ગુજરાતમાં ક્યાંથી ડાયનાસોર ના ઈંડા મળ્યા છે ? –
રૈયાલી , બાલાસિનોર
ફાગવેલ માં કોનું મંદિર આવેલું છે ? – ભાથીજી મહારાજ નું
કપડવણજ નું પ્રાચીન નામ શું હતું ? – કર્પટ વાણીજ્ય
કર્પટ વાણીજ્ય નો અર્થ શો થાય ? – કપડાનો વેપાર
કપડવણજ ની કુંડ વાવ નું નિર્માણ કોણે કરાવેલું ? –
સિદ્ધરાજ જયસિંહ
ગુજરાતમાં કુલ કેટલા તોરણ આવેલ છે ? – 13
ઉત્કંઠેશ્વર ને સ્થાનીક લોકો કયા નામે ઓળખે છે ? –
ઊંટડીયા
રાજેન્દ્ર શાહ નું વતન કયું ? – કપડવણજ
અરવલ્લી જીલ્લાનું મુખ્ય મથક કયું છે ? – મોડાસા
મોડાસા નું પ્રાચીન નામ શું હતું ? – મહુડાસુ
મોડાસા કઈ નદી ના કિનારે આવેલું છે ? – માઝમ
ગુજરાતમાં ક્યાંના વિષ્ણુ મંદિરો જાણીતા છે ? – દ્વારકા, ડાકોર અને શામળાજી
શામળાજી કઈ નદી ના કિનારે આવેલું છે ? – મેશ્વો
મેશ્વો બંધ દ્વારા કયા સરોવર નું નિર્માણ થયું છે
? – શ્યામ સરોવર
શામળાજી વિષ્ણુ ભગવાન ની મૂર્તિ કયા નામે ઓળખાય
છે ? – કળશી છોકરા ની માં
ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો કયો છે ? – શામળાજી નો મેળો
રેઝણીયું પેજણીયું કયા મેળા સાથે સંકાળાયેલ છે ? – શામળાજી નો
મેળો

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો