સાબરકાંઠા(SK)
- સાબરકાંઠાને સોહામણું કહેવાય છે
સાબરકાંઠા જિલ્લાને અન્ય જીલ્લાની સ્પર્શતી
સીમાઓ:-
- પશ્ચિમ દિશા:- બનાસકાંઠા, મહેસાણા
- દક્ષિણ દિશા:- ગાંધીનગર
- પૂર્વ દિશા:- અરવલ્લી
- ઉત્તર દિશા:- રાજસ્થાન રાજ્ય
સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓ:-
(1)
હિંમતનગર (5) પ્રાંતિજ
(2)
ખેડબ્રહ્મા (6) વડાલી
(3)
વિજયનગર (7) તલોદ
(4)
ઈડર (8) પોશિના
સાબરકાંઠા જીલ્લાની રચના:-
- સાબરકાંઠા જીલ્લો ગુજરાતની સ્થાપના સમયે અસ્તિત્વમાં આવ્યો
- વર્ષ 2013માં સાબરકાંઠા જીલ્લામાંથી નવો જીલ્લો અરવલ્લી બનાવવામાં આવ્યો
- મહાગુજરાત ચળવળ(1956-1960) સમયે સાબરકાંઠા જીલ્લો રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાનો ભાગ હતો
નદીઓ:-
મુખ્ય નદીઓ:- હાથમતી, હરણાવ, કોસંબી, ભીમાક્ષી,
આકુળ, વ્યાકુળ, ગુહાઈ, મેશ્વો, માઝમ, સાબરમતી
- સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીનો સંગમ ગુણભાખરી ખાતે થાય છે, જ્યાં ચિત્ર-વિચિત્રનો મેળો ભરાય છે
- હરણાવ,કોસંબી અને ભીમાક્ષીનો સંગમ ખેડબ્રહ્મામાં થાય છે
- હરણાવ નદીની સહાયક નદી ગુહાઈ પર ગુહાઈ પરિયોજના કાર્યરત છે
- ગુહાઈ નદી પર ગુહાઈ ડેમ હિંમતનગરના ખાંડીયલ ગામે આવેલો છે
- હાથમતી નદી હિંમતનગર નજીકથી પસાર થાય છે
- હાથમતી નદીનું પ્રાચીન નામ “કિરાત કન્યા” છે, જેનો અર્થ જંગલ થાય છે
- સાબરમતી, હરણાવ અને હાથમતી નદીનો સંગમ પ્રાંતિજમાં થાય છે
- આ નદી સાબરકાંઠા અને બનાસકાંઠાની પ્રાકૃતિક સીમા બનાવે છે
- આ તમામ નદીઓ એકબીજાની સહાયક નદીઓ છે
1. ચિનાઈ માટી:-
- ભારતનું સૌથી મોટું ચિનાઈ માટી ક્ષેત્ર ઈડર તાલુકાનું આરસોડીયા ગામ છે
- એકલારની ચિનાઈ માટીને ઇંગ્લેન્ડની ચિનાઈ માટી સાથે સરખાવવામાં આવે છે
- ચિનાઈ માટીનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ બનાવવામાં થાય છે
- સિરામિક ઉદ્યોગનું કામ હિંમતનગરમાં આવેલી AGL કંપની(એશિયન ગ્રેનીટો લિમિટેડ) કરે છે
2. બોકસાઈટ:-
- સાબરકાંઠા ઈડર તાલુકાના દેધ્રોટા ગામ પાસેથી બોકસાઈટ મળી આવે છે
- ગુજરાતમાં સૌથી વધુ બોકસાઈટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓમાંથી મળી આવે છે
ડેરી ઉદ્યોગ :- સાબર ડેરીની સ્થાપના ભોળાભાઈ પટેલે કરી હતી
ડુંગરો:-
(1)
વિજયનગરનો ડુંગર
(2)
ખેડબ્રહ્માનો ડુંગર
(3)
ઇડરીયો ગઢ
સાંસ્કૃતિક વન:-
- વિજયનગર તાલુકામાં પાલદઢ વાવ ખાતે 2017માં CM વિજય રૂપાણીએ વીરાંજલી વન બનાવવાનું આયોજન કર્યું હતું
- 2003માં CM નરેદ્ર મોદીએ અહીં શહીદ સ્મારક બનાવડાવેલ છે
- ભારતનો સૌથી મોટો હત્યાકાંડ 7 માર્ચ 1922ના રોજ વીરાંજલી વન ખાતે થયેલ છે
- અહીં આદિવાસીઓના તારણહાર મોતીલાલ તેજવાન હતા
- અહીં એ સમયગાળા દરમિયાન દુષ્કાળને કર ઓછો આપવા મેવાડ અને ભીલ લોકોએ એક સભાનું આયોજન કર્યું હતું
- અંગ્રેજ અધિકારી એચ.જી.સટ્ટને એ સભામાં ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો
- ગોળીઓથી આશરે 1200 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા
1. ચિત્ર-વિચિત્રનો મેળો:-
- આ મેળો આકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીના સંગમ સ્થળ ગુણભાખરી ગામે યોજાય છે
- અહીં મહારાજા શાંતનુંના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને રોગ મુક્ત કરવામાં આવ્યા હતા
- આ મેળો હોળી પછીના ચૌદ દિવસે એટલે કે ફાગણ વદ ચૌદસ અને અમાસ દિવસે યોજાય છે
- ચૌદસના દિવસે હાડ ગાળવાની વિધિ (પિતૃઓના અસ્થિ વિસર્જન) થાય છે
- અમાસના દિવસે યુવાન હૈયા સ્વયંવરમાં ભાગ લે છે
- પાન ખાવાનો – ખવડાવવાનો રીતરિવાજ તથા લાડી ખેંચવાનો રિવાજ પ્રચલિત છે
- લાડી ખેચવી એટલે મનગમતા પાત્રનું અપહરણ કરીને લગ્ન કરવા
- આ રિવાજ પ્રમાણે સૌપ્રથમ વખત પૃથ્વીરાજ ચૌહાણે સંયુક્તાનું અપહરણ કરી લગ્ન કર્યા હતા
- આ પરથી ફિલ્મ બનાવવામાં આવી જેમાં પૃથ્વીરાજ ચૌહાણ તરીકે અક્ષય કુમાર અને સંયુક્તા તરીકે માનુષી છીલ્લરે રોલ અદા કર્યો છે
2. મૃધુણેશ્વરનો મેળો:-
- આ મેળો ડેભોલ નદી કિનારે ઈડર તાલુકાના જાદર ગામે યોજાય છે
- આ મેળાનું બીજું નામ “બુધાણાનો મેળો” છે
- આ મેળો ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રણ દિવસ સુધી રહે છે
- આ મેળામાં સાપ અને અન્ય ઝેરી જાનવરોના ઝેર ઉતારવાની વિધિ થાય છે
3. રાવડી ઘેરનો મેળો:-
- આ મેળો ખેડબ્રહ્મા તાલુકાના લાંબડીયા ગામે યોજાય છે
- આ મેળો ફાગણ વદ બીજના દિવસે ભરાય છે
- અહીં ડુંગરી ભીલ આદિવાસી જ્ઞાતિ ભાગલેતી જોવા મળે છે
- હોળીના દિવસે અહીં ગુલાલ છાંટનારને અપાતી ભેટને ગોઠ કહે છે
- ગોઠ માંગવા માટે ડુંગરી ભીલ આદિવાસી જાય છે
1. ઈડર:-
- ઈડરનું પ્રાચીન નામ “ઈશ્વદુર્ગ” છે
- અહીં નવગજાપીરની દરગાહ, રૂઠીરાણીનું માળિયું, પાતાળ કુંડ, લાખુમાં તળાવ, ભુરા બાવાની ગુફા આવેલી છે
- તથા અહીં રણમલ ચોકી આવેલી છે, જેનો ઉલ્લેખ રણમલ છંદમાં છે આ છંદના લેખક શ્રીધર વ્યાસ છે
- ઈડર લાકડાંના રમકડાં માટે જાણીતું છે જેને “ખરાદી બજાર” કહે છે
- ઈડરીયા ગઢ પર પગથિયાં બનાવનાર કુમારપાળ હતા
2. હિંમતનગર:-
- હિંમતનગર હાથમતી નદીના કિનારે વસેલું છે
- હિંમતનગરનું બીજું નામ “અહમદનગર” છે
- હિંમતનગર અહમદશાહ પહેલાની ઉનાળુ રાજધાની હતી
- 1912માં મહારાજા પ્રતાપસિંહના પુત્ર કે પૌત્ર હિંમતસિંહના નામ પરથી હિંમતનગર એવું નામ રાખવામાં આવ્યું છે
- અહીં 1522માં કાઝીવાવ નિર્માણ પામી છે
- અહીં હાથમતી નદી કિનારે હિંમતનગરમાં હિંમતસિંહજીએ દૌલત નિવાસ પેલેસ બનાવડાવેલ છે
3. આકોદરા:-
- આકોદરા ગામ હિંમતનગર તાલુકામાં આવેલું છે
- આ ગામ ભારતનું સૌથી પહેલું ડીજીટલ વિલેજ બનેલું છે
- આ ગામ આઈ.સી.આઈ.સી.આઈ. દ્વારા દત્તક લેવામાં આવેલું છે
- અહીં ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આવેલી છે
4. વડાલી:-
- અહીં 100 કરોડના ખર્ચે ભારતની સંત નગરી બનવા માટે જઈ રહી છે
- “સાબરકાંઠાની સંત નગરી” વડાલીને કહેવાય છે
- હ્યુ-એન-ત્સંગે વડાલી માટે “ ઓ-ચાલી” શબ્દનો પ્રયોગ કર્યો છે
- 13મી સદીના સોલંકી કાળના શિલાલેખો અહીં મળ્યા છે
5. ખેડબ્રહ્મા:-
- અહીં ચતુર્થમુખ બ્રહ્માજીનું મંદિર આવેલું છે
- આ મંદિર હરણાવ, ભીમાક્ષી અને કોસંબી નદીના સંગમ સ્થળે આવેલું છે
- ખેડબ્રહ્માને “નાના અંબાજી” પણ કહેવાય છે
- બ્રહ્માજીના ભારતમાં ચાર સર્વ શ્રેષ્ઠ મંદિરો આવેલા છે,જેમાંથી ત્રણ ગુજરાતમાં આવેલાં છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, સુરતના કામરેજ અને મોરબી જીલ્લાના હળવદ તાલુકાના બ્રહ્માણીમાં આવેલાં છે
- અન્ય એક બ્રહ્માજીનું મંદિર ભારતનું સૌથી મોટું બ્રહ્માજીનું મંદિર છે, જે રાજસ્થાનના પુષ્કરમાં આવેલું છે
6. પ્રાંતિજ:-
- અહીંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે
- સાબરમતી અને હાથમતી નદીનો સંગમ પ્રાંતિજ ખાતે થાય છે
- ખડાયતા બ્રાહ્મણના ફૂલ દેવતા ભગવાન કોટાર્યક પ્રાંતિજ ખાતે આવેલ છે
- અહીં બ્રાહ્મણોના ફૂલ દેવીઓના મંદિરને “રોડાનાં મંદિરો” કહે છે
7. સપ્તેશ્વર:-
- અહીં સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
- આ મંદિર સાબરમતીના સંગમ પટમાં આવેલું છે
8. વિજયનગર:-
- અહીં પોલો ફોરેસ્ટમાં અનુમૈત્રક કાળના જૈન મંદિરો સચવાયેલા છે
- પોલો ફોરેસ્ટ આભાપુરા ગામ પાસે આવેલું છે
- પોલો ફોરેસ્ટમાં વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
9. બોલુન્દ્રા:-
- બોલુન્દ્રા ઈડર તાલુકામાં આવેલું છે
- અહીં ગુજરાતનું એકમાત્ર શિખરવાળું કાળભૈરવનું મંદિર આવેલું છે

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો