ગુજરાતના જીલ્લા | અરવલ્લી | DISTRICT OF GUJARAT

 

અરવલ્લી


  • વિશ્વની પ્રાચીનતમ પર્વતમાળાના નામ પરથી આ જીલ્લાનું નામ અરવલ્લી રાખવામાં આવેલું છે
  • અરવલ્લી જીલ્લાનું મુખ્ય મથક મોડાસા રાખવામાં રાખવામાં આવેલું છે
  • અહીં ગાંધીજીની ફૂલ સમાધિ આવેલી છે
  • આ જીલ્લો વર્ષ 2013માં નવો બનેલો જીલ્લો છે

 

અરવલ્લી જિલ્લાને અન્ય જીલ્લાની સ્પર્શતી સીમાઓ:-

  • દક્ષિણ દિશા:- ગાંધીનગર, ખેડા
  • પૂર્વ દિશા:- મહીસાગર
  • પશ્વિમ દિશા:- સાબરકાંઠા
  • ઉત્તર દિશા:- રાજસ્થાન રાજ્ય

 

અરવલ્લી જીલ્લાના તાલુકાઓ:-

        (1)    મોડાસા         (4) મેઘરજ

       (2)    ભિલોડા         (5) માલપુર

       (3)    બાયડ           (6) ધનસુરા

 

અરવલ્લી જીલ્લાની રચના:-

  • અરવલ્લી જીલ્લો 15 ઓગસ્ટ 2013ના રોજ સાબરકાંઠામાંથી બનાવવામાં આવેલો છે


નદી:-

મુખ્ય નદીઓ:- હાથમતી, માઝમ, મેશ્વો, પીંગળા, વાત્રક  

  • હાથમતી નદી કિનારે ભિલોડા શહેર આવેલું છે
  • માઝમ નદી કિનારે મોડાસા શહેર આવેલું છે
  • મેશ્વો નદી કિનારે શામળાજી આવેલું છે
  • મેશ્વો અને પીંગળા નદીનો સંગમ શામળાજી ડુંગર પાસે થાય છે
  • વાત્રક નદી કિનારે બાયડ શહેર આવેલું છે
  • અહીં ઝાંઝરી ધોધ(શાંત ધોધ) આવેલો છે
  • આ ધોધ ડાભા ગામ પાસે આવેલો છે   

 

અરવલ્લીનો ઈતિહાસ:-

  • અરવલ્લીની પર્વતમાળા આશરે 57 કરોડ વર્ષ પહેલાં આર્કિયન સમયગાળાની છે
  • આ પર્વતમાળા મહેસાણાથી દિલ્લી સુધી આશરે 1000 કિલોમીટર લાંબી છે, જે રાષ્ટ્રપતિ ભવન સુધી ફેલાયેલી છે
  • ગુજરાતમાં આ પર્વતમાળાની આરાસુર રેંજ આવેલી છે, જેમાંથી તાંબુ, જસત અને સીસું મળી આવે છે
  • રાજસ્થાનમાં આ પર્વતમાળાની શિરોહી રેંજ, કોટા રેંજ, ભીમ રેંજ અને રાજસ્થાન રેંજ આવેલી છે
  • શિરોહી રેંજમાં ગુરુ શિખર આવેલું છે, જે આશરે 1722 મીટર ઊંચું છે, અહીં જ માઉન્ટ આબુ આવેલું છે
  • કોટા રેંજમાંથી કોટા મળી આવે છે
  • ભીમ રેંજમાંથી આરસપહાણ મળી આવે છે
  • રાજસ્થાન રેંજમાંથી ગ્રેનાઈટના પથ્થરો મળી આવે છે
  • દિલ્લીમાં રાયસિમા હિલ્સ આવેલી છે,
  • રાયસિમા હિલ્સ રાષ્ટ્રપતિ ભવન એટલે કે વાઇસરોય હાઉસ સુધી ફેલાયેલી છે
  • વિશ્વનું સૌથી મોટું મકાન રાષ્ટ્રપતિ ભવન છે, જે આશરે 340 BHKનું છે
  • અહીં મુઘલ ગાર્ડન આવેલું છે, અહીં 100 પ્રકારનાં ગુલાબ આવેલાં છે
  • લોકો માટે ફેબ્રુઆરી માસમાં મુઘલ ગાર્ડન ખુલ્લું મુકવામાં આવે છે

 

અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગરો:-

  • શામળાજીનો ડુંગર અને હાથિયો ડુંગર
  • હાથિયો ડુંગર બારકોલ ગામ પાસે આવેલો છે
  • હાથિયા ડુંગર પર મહાદેવ ગામ પાસે ગાંધીજીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ, તેથી આ સ્થાનને ગાંધીજીની ફૂલ સમાધિ કહેવાય છે
  • આ ફૂલ સમાધિની નજીક મેશ્વો અને ઝુમર નદીનો સંગમ થાય છે
  • ગાંધીજીની અન્ય એક ફૂલ સમાધિ આદિપુરમાં આવેલી છે

 

અરવલ્લી જીલ્લામાં આવેલા મહત્વના સ્થળો:-

1.       1. મોડાસા:-

  • મોડાસાને “રાજા બત્તડનું મહુડાસું” કહેવાય છે
  • મોડાસાનું પ્રાચીન નામ “મોહડકવાસક” છે
  • કર્ણદેવ વાઘેલાનું અલ્લાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધ થાય છે અને કર્ણદેવ વાઘેલા અહીંથી ભાગી જાય છે, ત્યારે રાજા બત્તડ અલાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધ કરે છે
  • આ યુદ્ધનો ઉલ્લેખ 1476માં કવિ પહ્મનાભ રચિત કાન્હાડે પ્રબંધમાં છે
  • અહીં હીરુ અને વણઝારી નામની બે વાવ આવેલી છે

 

2.       2. બાજકોટ:-

  • મોડાસા તાલુકાના બાજકોટમાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે
  • બાજકોટને “દેવારજધામ” નામથી પણ ઓળખવામાં આવે છે
  • દેવાયત પંડિત આગમવાણી માટે જાણીતા છે

3.       3. ભિલોડા:-

  • હાથમતી નદી કાંઠે ભિલોડા આવેલુ છે
  • અહીં દેસળનો ભૃગુ કુંડ અને કિશનગઢ ચિંતામણી દેરાસર આવેલું છે
  • ભિલોડા તાલુકાના ફતેહગઢ ગામ નજીક હાથમતી ડેમ આવેલો છે

 

4.       4. શામળાજી:-

  • શામળાજી 1860માં બનેલું છે
  • શામળાજીના અન્ય નામ “હરીશચંદ્ર નગર” અને ગદાધરપૂરી” છે
  • અહીં શ્યામ વર્ણા વિષ્ણુની ચર્તુથભૂજ મૂર્તિ આવેલી છે
  • ગરાસીયા લોકો આ વિષ્ણુ ભગવાનની મૂર્તિને “કાળીયા બાવાજી” ના નામથી ઓળખે છે
  • 1828માં અહીં મુસ્લિમ આક્રમણને લીધે ગરુડની મૂર્તિ તૂટી ગઈ હતી
  • આ મંદિરનું પુન:નિર્માણ 1860માં થયું

 

5.       5. દેવની મોરી:-

  • દેવની મોરી ભિલોડા તાલુકામાં મેશ્વો નદી ના કિનારે આવેલ છે
  • દેવની મોરીમાંથી બૌદ્ધ સ્તૂપ મળી આવેલ છે
  • ભગવાન બુદ્ધ ના અવશેષોને સ્તુપમાં કંડારવામાં આવ્યા હતાં
  • દેશમાં પાંચ સ્થાનો પર ભગવાન બુદ્ધના અવશેષો સ્તુપમાં સાચવી રાખવામાં આવેલ છે જેમાંથી ભગવાન બુદ્ધના દાંત દેવની મોરી ખાતે આવેલા સ્તુપમાં રાખવામાં આવેલ છે, જેની ઇટેરી નો સ્તૂપ કહે છે

 

મેળા:-

શામળાજીનો મેળો :-

  • આ મેળાને ભૂત પ્રેતનો મેળો પણ કહે છે
  • 2009 માં અહી શ્યામલ વન નું નિર્માણ કરવામાં આવ્યું હતું
  • મેશ્વો નદીના કિનારે આનું આયોજન થાય છે
  • આ મેળો ગુજરાતનો સૌથી મોટો અને લાંબો આદિવાસી મેળો છે, જે 21 દિવસ સુધી ચાલે છે
  • આ મેળો કારતક સુદ એકમ થી 21 દિવસ સુધી એટલે કે વદ સાતમ સુધી ચાલે છે
  • આ મેળામાં રણઝણીયુ અને પૈઝણીયું જેવા વાજિંત્રો વગાડવામાં આવે છે
  • આ મેળામાં  કાંસકી આપવાનો રિવાજ છે એટલે કે જે લોકો કાંસકી વડે એકબીજાનું માથું ઓળાવે તેઓ એકબીજા સાથે લગ્ન કરે છે


વ્યક્તિ વિશેષ :-

1. ઉમાશંકર જેઠાલાલ જોશી :-

  • તેમનો જન્મ ભિલોડા તાલુકાના બામણા ગામમાં થયો હતો
  • તેઓ ગાંધીયુગના કવિ કહેવાતા હતાં
  • તેઓના તખલ્લુસ વાસુકી અને શ્રવણ છે
  • તેઓના ઉપનામ વિશ્વશાંતિના કવિ, ગાંધીગીર અને ગાંધીયુગના સમર્થ ઉદગાતા છે
  • તેઓ ગુજરાત યુનીવર્સીટીમાં બે ટર્મ માટે કુલપતિ બન્યા હતાં
  • તેઓ રવીન્દ્રનાથ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનના પણ કુલપતિ રહી ચૂકેલ છે
  • તેઓ દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ પણ રહેલ છે
  • રાજ્યસભાના સભ્ય હોય તેવા તેઓ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર હતાં
  • 1967માં જ્ઞાનપીઠ મેળવનાર તેઓ પ્રથમ કવિ હતાં
  • 1967માં જ્ઞાનપીઠ મેળવનાર બીજા વ્યક્તિ મલયાલમ ભાષાના કવિ ( કેરળ રાજ્ય ) કે. પી. પુટ્ટપ્પા હતાં
  • ઉમાશંકર જોશીને નિશીથ કાવ્ય રચના માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
  • નિશીથનો અર્થ મધ્યરાત્રીની પહોર થાય છે
  • તેમનું પ્રથમ કાવ્ય વિશ્વશાંતિ છે
  • તેમના અન્ય કાવ્યો ગંગોત્રી અને નિશીથ છે
  • તેમની નવલકથા પારકા જણ્યા તથા એકાંકી સાપના ભારા છે
  • તેમના વાર્તા સંગ્રહો શ્રાવણી મેળો અને પગલીઓ પાડનાર છે
  • તેમની સોનેટ પ્રશ્ન જે ગંગોત્રીમાંથી લેવામાં આવી છે તેને ધોરણ 10માં ભણાવવામાં આવે છે

મળતાં મળી ગઈ મોઘેરી ગુજરાત ,

ગુજરાત મોરી મોરી રે

 

ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા

ટિપ્પણીઓ