ગુજરાતના જીલ્લાઓ | મહેસાણા | ભાગ - 2 | DISTRICT OF GUJARAT

 

મહેસાણા


મેળાઓ:-

1.  1. ચૈત્રી પૂનમનો મેળો:-

  • આ મેળો બહુચરાજીમાં ઉજવાય છે
  • આ મેળામાં બાલાયંત્રની પૂજા થાય છે
  • આ મેળામાં માતાજીને “ગાર્ડ ઓફ ઓનર” આપવામાં આવે છે
  • અહીનું મંદિર 1783માં કડીના રાજા માનજીરાવ ગાયકવાડ દ્વારા નિર્માણ પામેલું છે

 

નોંધ:-

  • ભારતના પ્રથમ કિન્નર જજ સ્વાતી બિધાન બરુઆ છે, જે આસામ રાજ્યમાં છે

 

 

2.   2. પાલોદરનો મેળો:-

  • પાલોદરનો મેળો મહેસાણા તાલુકાના પાલોદર ગામમાં ઉજવાય છે
  • અહીં ચોસઠ જોગણીનું મંદિર આવેલું છે
  • ફાગણ વદ દસમ અને અગિયારસના દિવસે અહીં મેળો ભરાય છે
  • આ મેળો વરસાદ અને પાકની આગાહી કરતો મેળો છે

 

 

3.   3.  મીરાં દાંતારનો મેળો:-

  • આ સ્થળ હિંદુ અને મુસ્લિમ એકતાનું સ્થળ છે
  • અહીં આવેલી દરગાહ હજરત સંયદ અલીની દરગાહ છે

 

4.       

    4. હાથીયા ઠાઠુંનો મેળો:-

  • આ મેળો ગુજરાતનો જલ્લી કટ્ટુનો મેળો કહેવાય છે
  • આ મેળો વિસનગર તાલુકાના વાલમ ગામમાં ઉજવાય છે
  • આ મેળો ચૈત્ર સુદ છઠ થી દસમ સુધી ઉજવાય છે

 

 

 

મહોત્સવ:-

1.    1. ઉતરાર્ધ મહોત્સવ:-

  • ઉતરાર્ધ મહોત્સવ જાન્યુઆરી માસમાં 17 થી 19 તારીખ સુધી ઉજવાય છે
  • આ મહોત્સવનો ઉદ્દેશ પ્રાચીન શાસ્ત્રીયકલાને જીવંત રાખવી
  • આ મહોત્સવની શરૂઆત 1992માં થઈ હતી
  • આ મહોત્સવની શરૂઆત “ભરતનાટ્યમ” નૃત્યથી થાય છે

 

2.      2. તાના-રીરી મહોત્સવ:-

  • આ મહોત્સવનું આયોજન મહાન ગાયિકાઓ તાના અને રીરીને અમર કરનાર સંગીતને જીવંત રાખવા થાય છે
  • તાનારીરી એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ 2010થી કરવામાં આવી છે
  • આ એવોર્ડ સૌપ્રથમ “લતા મંગેશકર” એનાયત કરવામાં આવ્યો હતો
  • આ એવોર્ડ વર્ષ 2019માં “અશ્વિની ભીંડે” અને “પિયુષ રાખત” ને એનાયત કરવામાં આવ્યો હતો
  • આ એવોર્ડ વર્ષ 2020માં “અનુરાધા પોડવાલ” અને “વર્ષાબેન ત્રિવેદ” ને એનાયત કરવામાં આવ્યો હતો
  • તાનારીરી મહોત્સવ 2019માં ત્રણ વર્લ્ડ રેકોર્ડ બન્યા છે
(1) 150 તબલા વાડકોએ 28 તબલાના તાલ વગાડ્યા

(2) 108 વાંસળી વાદકોએ રાગ ખમાજ પર ૩૦ મિનિટમાં 48 સૂર વગાડ્યા

(3) શીતલ બારોટે 1 મિનિટમાં નવ રસ પ્રમાણે ચહેરાના હાવભાવ બદલ્યા

 


નૃત્ય:-

રૂમાલ નૃત્ય:-

  • આ નૃત્ય મહેસાણા જીલ્લાના ઠાકોર સમાજનું નૃત્ય છે
  • આ નૃત્ય હોળી, જન્માષ્ટમીના દિવસે કરવામાં આવે છે

 

 

મહત્વના સ્થળો:-

1.     1. મહેસાણા:-

  • મહેસાણાને “મીલ્કસીટી”, “ઓઈલ સીટી” અને “રાજકીય પ્રયોગશાળા” ના નામથી પણ ઓળખવામાં આવે છે
  • 1358માં મેસાજી ચાવડાએ મહેસાણા બનાવડાવ્યું હતું
  • મહેસાણા જીલ્લામાં મહેંસાણી ભેંસ વખણાય છે
  • અહીં 72 કોઠાની વાવ આવેલી છે
  • મહેસાણા તાલુકામાં આખજ ગામ પાસે શક્તિકુંડ આવેલો છે
  • ગુજરાતનો પ્રથમ વોટરપાર્ક શંકુજ વોટરપાર્ક મહેસાણાના અમીપુરા ગામ પાસે આવેલો છે

 

2.     2. વડનગર:-

  • વડનગર હાટકી નદી કિનારે આવેલું છે
  • વડનગરનું કીર્તિતોરણ માટે પ્રખ્યાત છે
  • વડનગરના પ્રાચીન નામ:-

        (1)    ચમત્કારપુર,

        (2)    આનંદપુર,

        (3)    આનર્તપુર,

        (4)    સુંદરનગર,

        (5)    મદનપુર,

        (6)    હાટકેશ્વર ક્ષેત્ર,

        (7)    વૃદ્ધ નગર

  • વડનગરના કોટને મુખ્ય છ દરવાજા છે
  • વડનગરનો કિલ્લો કુમારપાળે બંધાવેલો છે
  • અહીં અર્જુનબારી દરવાજા પાસે સોલંકીકાળનો શિલાલેખ આવેલો છે
  • કીર્તિતોરણ એટલે શામળશાણી ચોરી થાય છે
  • અહીં બે વાવ આવેલી છે:-

      (1)    નરસિંહ મહેતાની વાવ,

      (2)    શોભાસણની જૂની વાવ

  • હ્યુ-એન-ત્સંગ વડનગરની મુલાકાતે આવેલો છે
  • ચાણક્યએ પોતાના અંતિમ દિવસો વડનગરમાં વિતાવ્યા હતા
  • વડનગરનું મ્યુઝીયમ 1996માં દરબારગઢ પાસે બનાવવામાં આવ્યુ હતું
  • ઉત્તર ગુજરાતમાં મ્યુઝીયમના સૌપ્રથમ અવશેષો વડનગર પાસેથી મળી આવેલા છે

 

નોંધ:-

  • વિશ્વનું બીજા નંબરનું હેરીટેઝ મ્યુઝીયમ વડનગરમાં બનવાનું છે
  • વિશ્વનું પહેલા નંબરનું મ્યુઝીયમ એથેન્સના ગ્રીસ ખાતે આવેલું છે  

 

3.     

         3. મોઢેરા:-

  • મોઢેરા બહુચરાજી તાલુકામાં આવેલું છે
  • અહીં સૂર્યમંદિર આવેલું છે
  • સૂર્યમંદિરની બાજુમાં સૂર્યકુંડ આવેલો છે
  • મોઢેરાનું સ્કંદપુરાણમાં નામ “ધર્મારણ્ય ક્ષેત્ર” લખેલું છે
  • મોઢેરાનું પ્રાચીન નામ “ભગવદ ગામ” છે
  • મોઢેરા રૂપેણની સહાયક નદી પુષ્પાવતીના કિનારે આવેલું છે
  • સૂર્યમંદિર ઈરાની શૈલીમાં બનેલું છે
  • સૂર્યમંદિરનું નિર્માણ 1027માં ભીમદેવ પહેલાએ કર્યું હતું
  • અહીં 52 જેટલા સ્તંભો આવેલા હતા
  • સૂર્યમંદિરનો નાશ મહંમદ ગઝનવી દ્વારા 1026માં કરવામાં આવ્યો હતો
  • મોઢેરાનું સૂર્યમંદિર સૌર ઉર્જાથી ચાલતું ગુજરાતનું પ્રથમ મંદિર છે  
 

4.      

     4. વિસનગર:-

  • વિસનગરની સ્થાપના વિસલદેવ વાઘેલાના સમયમાં સ્થાપના થઈ હતી
  • અહીં M.N. કોલેજ આવેલી છે, જ્યાં નરેદ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલાએ ઉચ્ચ શિક્ષણ લીધેલું છે
  • M.N. કોલેજનું નામ માણેકલાલ નાનચંદના નામ પરથી રાખવામાં આવ્યું હતું
  • મહાગુજરાત આંદોલનની જનતા પરિષદની છેલ્લી બેઠક વિસનગરમાં ભરાઈ હતી
  • જયશંકર ભોજકનો જન્મ વિસનગરમાં થયો હતો
  • વિસનગરને “તાંબા-પિત્તળની નગરી” તરીકે પણ કહેવામાં આવે છે
  • તિરૂપતિ નેચરલ પાર્ક વિસનગર તાલુકાના ઈયાસરા ગામ પાસે આવેલું છે
 

5.       

      5. કડી:-

  • કડીના પ્રાચીન નામ:-

         (1)    કતિપુર

         (2)    રસૂલાબાદ

  • કડી ફરતે કોટ બંધાવનાર “સૈયદ મુર્તઝાખાન બુખારી” હતા
  • દામજીરાવ ગાયકવાડે “જ્વામર્દખાન બાબી” ને હરાવીને પોતાના ભાઈ “ખંડેરાવ ગાયકવાડ” ને કડીની સત્તાએ બેસાડ્યા છે
  • કડીનો વિસ્તાર વધારનાર રાજા “મલ્હારરાવ ગાયકવાડ” હતા
  • કડી તાલુકાના ચંદ્રાસણ ગામે ભારતનો પ્રથમ કેનાલ સોલાર પાર્ક આવેલો છે
  • અવકાશમાં જનાર પ્રથમ ગુજરાતી મૂળ નિવાસી મહિલા “સુનિતા વિલિયમ્સ” નું વતન કડી તાલુકાનું ઝુલાસણ ગામ છે

 

6.     

         6. વિજાપુર:-

  • આનંદીબેન મફતલાલ પટેલનું જન્મ સ્થળ વિજાપુર તાલુકાનું ખરોડ ગામ છે
  • “બુદ્ધિસાગર મુની” મહારાજનો આશ્રમ વિજાપુર આસપાસ આવેલો હતો
  • બુદ્ધિસાગર મુનીએ મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર મંદિર બનાડાવ્યું છે
  • વિજાપુરમાં ઘઉં સંશોધન કેન્દ્ર આવેલું છે
  • કુંતા માતાનું મંદિર વિજાપુર તાલુકાના આસજોલ ગામે આવેલું છે
 

નોંધ:-

  • કુંતા માતાનું બીજું મંદિર નર્મદા જીલ્લાના સાગબારા તાલુકામાં દેવ મોગરા ખાતે આવેલું છે
  • આ મંદિર પાંડુરી માતાના મંદિરના નામથી જાણીતું છે   

 

 

7.     7. ખેરવા:-

  • ખેરવા ગામ મહેસાણા તાલુકામાં આવેલું છે
  • અહીં 2005માં ગણપતભાઈ પટેલના હસ્તે ગણપત યુનિવર્સિટીનું ઉદઘાટન થયું છે
  • ખેરવામાં મહિલા સૈનિક શાળા આવેલી છે

 

8.      8. ઊંઝા:-

  • ઊંઝાના ઉમિયા માતાજી મંદિરમાં વર્ષ 2019માં લક્ષચંડી યજ્ઞનું આયોજન થયું હતું
  •  એશિયાનું સૌથી મોટું ગંજ બજાર અહીં આવેલું છે
  • આ ગંજ બજાર કર્મચારીઓ માટે ફિંગર પ્રિન્ટની વ્યવસ્થા કરનાર પ્રથમ માર્કેટ છે

 

9.       9. ઐઠોર:-

  • ઐઠોર ઊંઝા તાલુકામાં આવેલું છે
  • અહીં આવેલું ગણપતિ મંદિર “INCRIDIBLE INDIA” માં સમાવેશ કરવામાં આવેલું છે
  • અહીં ડાબી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ આવેલી છે
  • ઐઠોરનો મેળો ચૈત્ર સુદ ત્રીજ થી પાંચમ સુધી ઉજવાય છે


  10. ખેરાલુ:-

  • ખેરાલુ તાલુકો સતલાસણા તાલુકામાંથી નવો બનેલો તાલુકો છે
  • ખેરાલુમાં સૂર્યનારાયણની બે પત્નીઓ સાથે પ્રતિમા આવેલી છે:- 

        (1)    પહેલી પત્ની રન્નાદે – વિશ્વકર્માની પુત્રી

        (2)    છાયા

 

        11. લાંઘણજ:-

  • લાંઘણજમાંથી પ્રાગ ઐતિહાસીક કાળના અવશેષો મળેલા છે:-

         (1)    માનવ શરીરના હાડપીંજર

         (2)    ડેન્ટેલીમ દરિયાઈ માછલી

  • અહીંનું સંશોધન કાર્ય “રોબર્ટ બૃશ્ફૂત”અને “હસમુખ સાંકડીયા” એ કરેલું છે

 

 

વ્યક્તિ વિશેષ:-

1.      1. બંસીલાલ વર્મા:-

  • બંસીલાલ વર્માનું ઉપનામ ચકોર હતાં
  • તેઓ પ્રથમ ગુજરાતી કાર્ટુનીસ્ટ હતાં
  • તેમનું વતન મહેસાણા જીલ્લાનું ખેરાલુ તાલુકાનું ચોટિયા ગામ હતું
  • 1978માં તેઓ સંદેશમાં કાર્ટુનીસ્ટ તરીકે ફરજ બજાવતા હતાં
  • તેઓની પ્રથમ કાર્ટૂન ફિલ્મ "ચાચાજી કા મુન્ના" હતી
  • તેમનું પ્રખ્યાત કાર્ટૂન ‘If dragon comes to UN’ હતું

 

2.      2. જયશંકર સુંદરી :-

  • તેઓનું મૂળ નામ જયશંકર ભોજક હતું
  • તેઓ નટસમ્રાટ તરીકે ઓળખાતા હતાં
  • તેઓનો જન્મ વિસનગર તાલુકા ના ઉન્થાઈ ગામમાં થયો હતો
  • તેઓની આત્મકથાનું નામ ‘થોડાં આંસુ અને થોડા ફૂલ’ છે

3.     

         3. અવિનાશ વ્યાસ :-

  • તેમનું મૂળ વતન વિસનગર હતું
  • તેઓ સંગીતકાર, ગીતકાર અને ગાયક હતા
  • તેઓ 190થી વધુ ફિલ્મોમાં સંગીત આપી ચુક્યા છે

 

 

રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે

મહેંદી તે વાવી માંડવે રે એનો રંગ ગયો ગુજરાતમાં રે

હું અમદાવાદનો રીક્ષા વાળો નવસો નવ્વાણું નંબર વાળો અમદાવાદ બતાવું ચાલો

 

4.     

         4. ચિનુ મોદી :-

  • તેમનો જન્મ વિજાપુરમાં થયો હતો
  • તેમનું મૂળ વતન કડી છે
  • તેમના ઉપનામ ઈર્શાદ , ગરલ , બીરેન રોય છે
  • કાવ્યસંગ્રહ – ઈર્શાદગઢ

 

5.      5. સુનિતા વિલિયમ્સ :-

  • તેઓ અવકાશમાં જનાર પ્રથમ ગુજરાતી મહિલા છે

6.      

      6. પીતામ્બર પટેલ :-

  • તેઓ નવલકથાકાર હતાં
  • તેમના ઉપનામ પીનાક્પાણી અને રાજહંસ છે
  • તેમની ઉત્તમ નવલકથા ખેતરને ખોળે છે

7.     

         7. નરેન્દ્રભાઈ મોદી :-

  • તેમનો જન્મ મહેસાણા ના વડનગર ખાતે થયો હતો
  • તેઓ હાલમાં ભારતના પ્રધાનમંત્રી છે

8.    

         8. આનંદીબેન પટેલ :-

  • તેમનો જન્મ વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં થયો હતો
  • તેઓ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતાં
  • હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે

 

9.       9. પ્રાણસુખ નાયક :-

  • તેઓ નાટ્યકાર હતાં
  • તેમનો જન્મ મહેસાણાના જગુદણ ખાતે થયો હતો
  • તેમનું નાટક કોલેજકન્યા હતું

10.   

     10. નરેશ અને મહેશ કનોડિયા :-

  • તેઓ કાનોડાના વતની હતાં
  • ગુજરાતી ફિલ્મક્ષેત્રમાં તેમનું અનન્ય યોગદાન હતું

 

ટિપ્પણીઓ