નમસ્કાર મિત્રો,
આપ જો GPSC, Dy.so, નાયબ મામલતદાર, જેવી ક્લાસ 1-2 ની કે તલાટી અને જૂની.ક્લાર્ક , સિનયર ક્લાર્ક જેવી ક્લાસ - 3ની નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે કરંટ અફેર્સ એક એવો વિષય બનતો હશે જે તમને ખુબ જ પજવતો હશે. તમે કોઈ વિડીયો જોઈને નોટ્સ બનવી તૈયારી કરતા હોય તો તમારો સમય ખુબ જ વપરાઈ જતો હશે ત્યારે અમારી વેબસાઈટ પરથી તમને કરંટ અફેર્સ દૈનિક રીતે નોટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે જે આપનો સમય બચાવશે.
ગુજરાત સરકાર
દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં OBC અનામત માટે એક સમિતિની રચના કરી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 2 જુલાઈ ના રોજ જાહેર
કરવામાં આવ્યું કે , હવેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCની 10% અનામત બેઠકો ને
જનરલ બેઠકોમાં પરિવર્તિત કરવામાં આવશે.
ત્યારે વિરોધ પક્ષ અને OBC સંગઠનો દ્વારા તેનો
વિરોધ કરવામાં આવ્યો.
ગુજરાત સરકાર દ્વારા ઓરિસ્સા હાઈ કોર્ટ ના ચીફ
જસ્ટીસ કે. એમ. ઝવેરી ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી જે આ બાબતે સંશોધન
કરશે.
રાજ્ય ચૂંટણી આયોગ :-
ભારતના બંધારણમાં અનુ.243K તથા 243ZA માં રાજ્ય ચૂંટણી આયોગ
સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચનું નિર્માણ 73માં અને 74માં
બંધારણીય સંશોધન અધિનિયમ, 1992 અંતર્ગત કરવામાં આવ્યું.
રાજ્ય ચૂંટણી પંચ એ રાષ્ટ્રીય ચૂંટણી પંચથી સ્વતંત્ર
છે.
રાજ્ય ચૂંટણી પંચનું નિર્માણ જીલ્લા પરિષદો, જીલ્લા
પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો વગેરેની ચૂંટણીનું સંચાલન કરવા માટે
કરાયું છે.
રાજ્ય ચૂંટણી પંચમાં એક ચૂંટણી કમિશ્નર હોય છે, જેની
નિમણુક રાજ્યપાલ કરે છે.
રાજ્યવિધાન મંડળ દ્વારા બનાવવામાં આવેલા નિયમોને
આધીન રહીને રાજ્યપાલ ચૂંટણી કમિશ્નર ના પદ પર રહેવાની અવધી અને તેના સેવાની શરતો
નક્કી કરે છે.
ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશ્નર – શ્રી કે. સી.
કપૂર
ICMR વેક્ટર કંટ્રોલ રીસર્ચ સેન્ટર પુડુચેરી દ્વારા તેની બે નવી શોધોની
પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે.
આર્ટીફીસીયલ ડાયટ અને ફીડીંગ ડિવાઈસ આ બંનેની
પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે.
આ બંનેનો ઉપયોગ કરીને લેબોરેટરીમાં મચ્છરનો મોટા
પ્રમાણમાં ઉછેર કરીને તેમના દ્વારા થતા રોગો અને તેમના જીવ વિજ્ઞાન અંગે વધુ
માહિતી એકત્ર કરી શકાય છે.
તેમણે 18 અલગ અલગ પ્રકારની ડાયટનું નિર્માણ
કર્યું છે.
માદા મચ્છરને પ્રજનન માટે લોહી માંથી પોષણ મળે છે,
જે બ્લડ બેંક કે પશુઓમાંથી લાવવામાં આવતું હતું. પરંતુ આ ડાયટ ની મદદ થી લોહીની
જરૂર હવે આ ડાયટ પૂરી કરશે.
સૌથી મહત્વનું છે ડાયટ નું મનુષ્ય શરીર જેટલું
તાપમાન જાળવી રાખવું. જે ફીડીંગ ડિવાઈસ મદદ થી કરી શકાય છે.
ICMR :-
ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડીકલ રીસર્ચ
મુખ્યાલય – નવી દિલ્હી
ભારતમાં બાયો મેડીકલ રીસર્ચને પ્રમોટ કરતી
સર્વોચ્ચ સંસ્થા
રાજસ્થાનમાં સોલાર પાવર પ્લાન્ટ વિરુદ્ધ બિશ્નોઈ સમુદાય દ્વારા વિરોધ
પ્રદર્શન કરવામાં આવ્યું.
જોધપુર જીલ્લામાં 8 સોલાર પાવર પ્લાન્ટ નાખવામાં
આવી રહ્યા છે.
જેના માટે જમીન મેળવવા માટે ખેજડીના વ્રુક્ષોને
નીકળીને જમીન મેળવવામાં આવી રહી છે.
આવી રીતે સોલાર ઉર્જા કંપનીઓ દ્વારા 25000 વીઘા
જમીન સોલાર પાવર પ્લાન્ટ માટે મેળવવામાં આવી છે.
આ સોલાર પાવર પ્લાન્ટ થકી રણ નીવસનતંત્ર ને
નુકસાન થશે તથા ખેજડીના વ્રુક્ષ સાથે બિશ્નોઈ સમુદાયના લોકો ખુબ જ લાગણીશીલ છે.
ખેજડી ના વ્રુક્ષ નું વૈજ્ઞાનિક નામ – Prosposis
Cineraria
બિશ્નોઈ આંદોલન :-
અમૃતા દેવી બિશ્નોઈ દ્વારા 1730ની આસપાસ રાજસ્થાનના ખેજડીના વ્રુક્ષને
બચાવવા ચિપકો આંદોલન કર્યું હતું.
જેમાંથી પ્રોત્સાહન લઈને ચિપકો આંદોલન થયું.
ચિપકો આંદોલન :-
1973 માં હાલના ઉત્તરાખંડના ચામોલી જીલ્લામાં થયું
હતું.
આ આંદોલનમાં લોકો વ્રુક્ષોને બચાવવા વ્રુક્ષોને આલિંગીને
ઉભા થઇ જતા તેથી આ અંદોલન નું નામ ચિપકો આંદોલન નામ આપવામાં આવ્યું.
નેતા- સુંદરલાલ બહુગુણા
વેલ્લોર વિદ્રોહ :-
10 જુલાઈના રોજ આ વિદ્રોહની 216મી વર્ષગાંઠ હતી.
આ વિદ્રોહ 10 જુલાઈ 1806 ના રોજ
મદ્રાસ રાજ્યમાં ( હાલના તમિલનાડુ માં ) થયો હતો.
1857 પહેલા અંગ્રેજ સરકાર વિરુદ્ધ મોટા પ્રમાણમાં
સૈનિકો દ્વારા કરવામાં આવેલ હિંસક વિદ્રોહ હતો.
વિદ્રોહ થવાનું કારણ :-
નવો ડ્રેસ કોડ લાવવામાં આવ્યો હતો જેમાં હિંદુ
સૈનિકો તિલક ન કરી શકે તથા મુસ્લિમ સૈનિકોને દાઢી અને મુછ ટ્રીમ કરી દેવી અને તમામ
સૈનિકો ને ટોપી પહેરવી જે તે સમયમાં માત્ર યુરોપિયન લોકો અને ખ્રિસ્તી લોકો
પહેરતા.
આ ડ્રેસ કોડમાં થયેલા બદલાવથી ભારતીય સૈનિકોમાં
ખુબ જ અસંતોષ જોવા મળ્યો જે આ વિદ્રોહનું મુખ્ય કારણ હતું.
આ વિદ્રોહ દરમિયાન વેલ્લોર કિલ્લા ઉપર કબજો
કરવામાં આવ્યો હતો.
સમગ્ર વિદ્રોહ દરમિયાન 600 થી વધુ લોકોના મૃત્યુ
થયા અને 100 થી વધુ વિદ્રોહીઓને સજા એ મોત આપવામાં આવી.
તમિલનાડુ ના રાજ્યપાલ – આર. એન. રવિ
નેશનલ એપ્રેન્ટીશશીપ ફેર –
કૌશલ્ય વિકાસ અને ઉદ્યામશીલતા મંત્રાલય દ્વારા
આયોજન
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયના મંત્રી –
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
સમગ્ર ભારતમાં કુલ 200 જગ્યાઓ એ આનું આયોજન
કરવામાં આવ્યું છે.
સ્કીલ ઇન્ડિયા મિશનના અંતર્ગત આનું આયોજન થઇ
રહ્યું છે.
દેશના યુવાઓને આના મારફતે તેમની કારકિર્દી ઘડવા માટેની
તક અને પ્રશિક્ષણ પ્રાપ્ત થશે.
IIT કાનપુર ઉત્તર પ્રદેશ અને બિહારમાં એર ક્વોલીટી સેન્સર ઇન્સ્ટોલ કરવા
જઈ રહ્યું છે.
2.5 મિલિયન અમેરિકી ડોલરનો પ્રોજેક્ટ છે.
જેમાં 1400 સેન્સર્સને ઉત્તર પ્રદેશ અને બિહારના ગ્રામીણ
વિસ્તારોમાં લગાવવામાં આવશે.
આ એક પાયલોટ પ્રોજેક્ટ છે, ત્યારબાદ સમગ્ર ભારતના
ગ્રામીણ વિસ્તારોમાં લગાવવામાં આવશે.
2019માં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ક્લીન એર
પ્રોગ્રામ ( NCAP ) લાગુ કરવામાં આવ્યો.
જેમાં Particulate matter air
pollutionને 2024 સુધીમાં 20 થી ૩૦ % જેટલો ઘટાડો કરવાનો લક્ષ્ય નક્કી
કરવામાં આવ્યો.
આ પ્રોગ્રામમાં ભારતના સૌથી વધુ પ્રદુષિત હવા ધરાવતા
122 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
NCAP અંતર્ગત 2021 થી 2026
સુધી 700 કરોડ રૂ. નું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
PM 2.5 માટે દેશની વર્તમાન વાર્ષિક સલામત મર્યાદા
40 માઈક્રોગ્રામ / ઘનમીટર છે.
PM 10 માટે દેશની વર્તમાન વાર્ષિક સલામત મર્યાદા 60
માઈક્રોગ્રામ / ઘનમીટર છે.
ઈદ ઉલ ઝુહા / ઈદ અલ અધા
અલ્લાહની આજ્ઞાનું પાલન કરવા ઈબ્રાહીમ તેના પુત્ર
ઈસ્માઈલનું બલિદાન આપવા તૈયાર થાય છે.
અલ્લાહ તેનાથી ખુશ થઈને તેને એક ઘેટું ભેટ આપે છે
અને ઈબ્રાહીમ ઈસ્માઈલ ના સ્થાને ઘેટાનું બલિદાન આપે છે.
તેથી આ દિવસને બકરી ઈદ તરીકે ઉજવવામાં આવે છે.
ઇસ્લામ કેલેન્ડરમાં ધ અલ હીજજાહ ના 10માં દિવસે
આવે છે અને 4 દિવસ સુધી ચાલે છે.
એની સ્માર્ટ ક્લાસ :-
બ્રેઇલ સાક્ષારતા ઉપકરણ
પ્રજ્ઞા ચક્ષુઓ માં સાક્ષારતા દર વધારવામાં આ
ડિવાઈસ મદદરૂપ થશે.
ભારતમાં બ્રેઇલ સાક્ષારતા દર 1% જેટલો છે.
આ ટેકનોલોજી 16 રાજ્યોમાં અને 9 ભાષાઓમાં ઉપલબ્ધ
છે.
PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત માં પણ આ
ડિવાઈસની વાત કરવામાં આવી છે.
ટચ અને ધ્વની દ્વારા બાળકો શિક્ષણ મેળવી શકે છે.
‘એની’ માટે નીતિ આયોગ દ્વારા પણ ભલામણ કરવામાં
આવી છે.
UNDP એ ‘એની’ ને શિક્ષણ મેળવવાની શ્રેષ્ઠ રીત તરીકે
વર્ણવી છે.
ચંદ્રકાંત પટેલ :-
કપાસ ના વૈજ્ઞાનિક તરીકે જાણીતા
તેમણે 1970માં સંકર 4 કપાસની જાત ઉગાડીને ભારતના
કપાસના ઉત્પાદનને ખુબ જ વધારી દીધું હતું.
11-7-1917 નારોજ ખેડા જીલ્લાના સારસા ગામે તેમનો
જન્મ થયો હતો.
1954માં તેમણે મુંબઈ યુનીવર્સીટીમાંથી પ્લાન્ટ બ્રીડીંગ અને જીનેટીક્સમાં એમ.એસ.સી.ની
ડીગ્રી મેળવી હતી.
સુરત કૃષિ યુનીવર્સીટીમાં સતત બે દાયકા સંશોધન
કરીને ગુજરાત 67 X અને અમેરિકન નેકટારીબેલસ જાતોનું મિશ્રણ કરીને સંકર
4 કપાસનું સંશોધન કર્યું હતું.
સંકર 4 કપાસની વિશેષતા એ હતી કે , પરંપરાગત
બિયારણમાંથી 2-3 ક્વિન્ટલ ઉપજ એક હેક્ટર જમીન માંથી મળતી તે સીધી 80 થી 100
ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થઇ ગઈ.
ઉત્તમ રેસાદાર કપાસના કારણે આજે પણ સંકર 4 ખેડૂતોમાં
લોકપ્રિય છે.
વિમ્બલ્ડન ગ્રેંડ સ્લેમ :-
સર્બિયાના દિગ્ગજ ખેલાડી નોવક જોકોવિચ દ્વારા
ઓસ્ટ્રેલીયાના નીક કીર્ગીયોસને ફાઈનલમાં હરાવીને વિમ્બલ્ડન ટાઈટલ ને પોતાના નામ કર્યું.
નોવાક જોકોવિચે સ્વીત્ઝર્લેન્ડના રોજર ફેડરર ને
પાછળ મુકીને સૌથી વધુ વખત ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમવાનો તથા સૌથી વધુ વખત ગ્રાન્ડ
સ્લેમ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
તેણે 32 ગ્રાન્ડ સ્લેમ રમી અને તેમાંથી 21 જીતી
છે.
ઓસ્ટ્રેલિયાનો નીક કીર્ગીયોસ પ્રથમ વખત ગ્રાન્ડ
સ્લેમ ફાઈનલમાં રમી રહ્યો હતો.
એનેલા રાઈબક્રીના મહિલા સિંગલ્સમાં વિજેતા બની છે
અને આ તેનું પ્રથમ ટાઈટલ છે.
એન્જેલા ઓફ્તાઈ કેન્યાની પ્રથમ ખેલાડી છે જેણે
વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ની ફાઈનલ જીતી હોય.
ટેનિસની ચાર ગ્રાન્ડ સ્લેમ અને તેના મેદાનો :-
|
ગ્રાન્ડ સ્લેમ |
કોર્ટ ( મેદાન ) |
ક્યારે રમાય છે ? |
|
ઓસ્ટ્રેલીયા
ઓપન |
હાર્ડ
કોર્ટ |
જાન્યુઆરી |
|
ફ્રેંચ
ઓપન |
કલે કોર્ટ |
મે થી જુન |
|
વિમ્બલ્ડન
ઓપન |
ગ્રાસ
કોર્ટ |
જુન
થી જુલાઈ |
|
યુ.
એસ. ઓપન |
હાર્ડ કોર્ટ |
ઓગસ્ટ થી સપ્ટેમ્બર |
વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમના આ વખતના વિજેતાઓ :-
|
કેટેગરી |
વિજેતા |
કયા દેશમાંથી આવે છે ? |
|
પુરુષ
સિંગલ્સ |
નોવાક
જોકોવિચ |
સર્બિયા
|
|
મહિલા
સિંગલ્સ |
એનેલા રાઈબક્રીના |
કઝાકિસ્તાન |
|
મહિલા
ડબલ્સ |
એન્જેલા
ઓફ્તાઈ રોજ
મેરી નીકેમ્પે ગર્લ્સ |
કેન્યા
નેધરલેંડ |
|
પુરુષ
ડબલ્સ |
મેથ્યુ એબડન મેક્સ પર્સેલ |
ઓસ્ટ્રેલીયા |
|
મિક્ષ
ડબલ્સ |
Neal Skupski Desirae krawczyk |
બ્રિટેન
અમેરિકા
|

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો