GK STARTER QUESTION SERIES IN GUJARATI | PART - 3

 


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ,

             જો આપ સરકારી નોકરી મેળવવા માંગો છો અને તેના માટે ની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી હજુ શરુ જ કરી છે , તો અહી એક ક્વેશ્ચન બેંક ની સીરીજ શરુ થવા જઈ રહી છે. જેમાં આપને ગુજરાત ક્વીઝ ના પ્રશ્નો જોવા મળશે જે તમારી તૈયારી માટે એક STARTER નું કામ પૂરું પાડશે. અને આવા સહેલા જનરલ નોલેજ ના પ્રશ્નો આપની અંદર એક આત્મવિશ્વાસ જગાડશે કે હું પણ સરકારી અધિકારી બની શકું છું. તો આ પ્રશ્નો આપને પરિક્ષામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.  


(1) કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન “કુમાર” ની શરૂઆત કરી હતી? રવિશંકર રાવળ

(2) મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર “અગ્નિકુંડમાંઊગેલું ગુલાબ” ના લેખક કોણ છે? નારાયણ દેસાઈ

(3) ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે? અઝીમ પ્રેમજી

(4) ગાંધી જયંતિ દુનિયાભરમાં બીજા કયા નામે ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

(5) ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બલાવાટીકાના સર્જક કોણ હતા? રૂબીન ડેવિડ

(6) અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લી

(7) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રિ

(8)પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? શેત્રુંજય

(9) સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી

 (10) ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? સરદાર સરોવર ડેમ

 (11) સયાજીરાવ મ્યુઝીયમ ક્યાં આવેલું છે? વડોદરા

 (12) સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદ

 (13) હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? ધંધૂકા

 (14) હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? ચાંગદેવ

 (15) ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? સોલંકી કાળ

 (16) અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ ક્યાં આવેલું છે? ટાગોર હોલ પાલડી

 (17) રાજ્યની પ્રથમ મહિલા જીઆઈડીસી કયા શહેરમાં કાર્યરત થઈ છે? સાણંદ

 (18) કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ ખાડિયા

 (19) હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું? આનર્તપુર

 (20) કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? ઔરંગઝેબ

 (21) કયા વર્ષમાં છત્તીસગઢના દેશી રજવાડાઓ ભારત સંઘમાં સામેલ થયા હતા? જાન્યુઆરી ૧૯૪૮

 (22) છત્તીસગઢમાં કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? ઈંદ્રાવતી નદી

 (23) છત્તીસગઢ રાજ્યમાં નવી ઉદ્યોગ નીતિ કયા વર્ષથી લાગુ થઈ છે? ૧ નવેમ્બર ૨૦૧૪

 (24) સવિનય કાનૂન દરમિયાન સને.૧૯૩૦માં છત્તીસગઢમાં થયેલા સત્યાગ્રહ કયા ક્ષેત્રમાં થયો હતો? તમોરા

 (25) વસ્તીની દ્રષ્ટીએ છત્તીસગઢ રાજ્યના બે મોટા શહેર કયા છે? રાયપુર અને ભિલાઈ દુર્ગ

 (26) છત્તીસગઢમાં કયા જનજાતિનો ઉત્સવ “સરહલૂ” છે? ઉરાંવ

 (27) છત્તીસગઢમાં કઈ જનજાતિનું  મુખ્ય કાર્ય વાંસ પર કારીગરી કરવાનું છે? કંડરા

 (28) છત્તીસગઢની કઈ નદી પર રવિશંકર સાગર પરિયોજના નિર્માણ કરવામાં આવી છે? મહાનદી

 (29) કલચુરી શાસનના અંત બાદ છત્તીસગઢમાં પ્રથમ મરાઠા શાસક કોણ હતા? બીંબાજી ભોસલા

 (30) છત્તીસગઢના લતા મંગેશકર તરીકે ઓળખનારા ગાયિકો કોણ છે? કિસ્મતબાઈ

 (31) છત્તીસગઢમાં ચક્રધર સમારોહનું આયોજન કયા જીલ્લામાં થાય છે? રાયગઢ

 (32) છત્તીસગઢ રાજ્યમાં તેન્દુપત્તાનો સૌથી વધારે ઉપયોગ કયા ઉદ્યોગમાં થાય છે? બીડી ઉદ્યોગ

 (33) છત્તીસગઢ રાજ્યમાં એકમાત્ર કેન્સર ચિકિત્સક કેન્દ્ર કયા સ્થિત છે? રાયપુર

 (34) છત્તીસગઢમાં આવેલા કયા સ્થળે માટીથી બનાવવામાં આવેલા રાવણનો વધ કરવામાં આવે છે? સિહાવા

 (35) વિશ્વના સૌથી જુના થીયેટરના અવશેષોના છત્તીસગઢની કઈ ગુફામાંથી પ્રાપ્ત થાય છે? સીતાબેંગરા ગુફા

 (36) છત્તીસગઢમાં “ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ” ની સ્થાપના ક્યારે થઇ? ૧૯૫૭

 (37) વિશ્વની પ્રસિદ્ધ લોઢાની ખાણ છત્તીસગઢમાં ક્યાં આવેલ છે? બૈલાડીલા

 (38) છત્તીસગઢમાં “અમૃતધારા પાણીનો ધોધ” કઈ નદી પર સ્થિત છે? હસદો નદી

 (39) છત્તીસગઢમાં મેંગેનિઝનું સૌથી વધારે ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે? બિલાસપુર

 (40) છત્તીસગઢમાં “ઇસ્બા” શું છે? બાળકોની એક રમત

 (41) છત્તીસગઢમાં “ખેલ દિવસ” કયા દિવસે મનાવવામાં આવે છે? ૨૯ ઓગસ્ટ

 (42) સંસ્કાર પ્રમાણે છત્તીસગઢનું પ્રમુખ લોકગીત કયુ છે? સોહર ગીત

 (43) કવિ કાલિદાસની મહાનતમ કૃતિ “મેઘદૂત” નો છત્તીસગઢની ભાષામાં અનુવાદ કોણે કર્યો છે? મુકુટધર પાંડે

 (44) છત્તીસગઢમાં “તમસઈ” ક્યાં પકવાનને કહેવામાં આવે છે? ખીર

 (45) છત્તીસગઢના વિધાનસભા અધ્યક્ષના નિવાસનું નામ શું રાખવામાં આવ્યું છે? સદભાવના

 (46) એશિયાનો પ્રથમ સાયફન ડેમ કયો છે? માડમસિલ્લી જળાશય

 (47) વિશ્વની પ્રાચીન નાટ્યશાળાના અવશેષો કઈ ગુફામાંથી પ્રાપ્ત થયા છે? સીતાબેંગરા ગુફા

 (48) કેન્દ્ર સરકારની વિશિષ્ટ યોજના કાંગારૂ મધર કેર અંતર્ગત કોની વિશેષ તબીબી કાળજી લેવામાં આવે છે? નવજાત શિશુ

 (49) ભારત સરકારના કયા મિશન હેઠળ આશા યોજનાનું સંચાલન થાય છે? રાષ્ટ્રીય ગ્રામીણ હેલ્થ મિશન

 (50) ગુજરાતમાં મેટ્રો રેલનો મહત્વકાંક્ષી યોજના કયા બે શહેરોના વચ્ચે શરૂ થવાની છે? અમદાવાદ અને ગાંધીનગર

ટિપ્પણીઓ