તાજેતરમાં સ્ટાર્ટઅપ પરિષદનું પ્રારંભ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે.
- ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ની અધ્યક્ષતામાં ડિજિટલ સપ્તાહનીની ઉજવણી અંતર્ગત સ્ટાર્ટઅપ પરિષદનું પ્રારંભ થયો છે.
4 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઇન્ડિયા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો.
સ્ટાર્ટ અપ દિવસ - 16 જાન્યુઆરી
ફેમિના મિસ ઈન્ડિયા 2022 નો કિતાબ સિની શેટ્ટી દ્વારા જીતવામાં આવેલ છે.
- સીની શેટ્ટી કર્ણાટક ના વતની છે.
- તેમના પુરોગામી મિસ ઇન્ડિયા 2020 મનસા વારાણસી દ્વારા ફેમિના મિસ ઈંડિયા 2022નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
- તેણીની 71મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારત નું પ્રતિનિધિત્વ કરશે.
- ફર્સ્ટ રનર અપ :- રૂબલ શેખાવત (રાજસ્થાન)
- સેકન્ડ રનર અપ :- શીનતા ચૌહાણ (ઉ. પ્ર.)
- ભારતના પ્રથમ મિસ વર્લ્ડ:- રીટા ફારીયા
- ભારતના સૌપ્રથમ મિસ યુનિવર્સ :-સુસ્મિતા સેન
- ભારતના પ્રથમ મિસ અર્થ :- નિકોલ ફારિયા
- ભારતના પ્રથમ મિસિસ વર્લ્ડ:- આદિતી ગોવિત્રિકર
હાલમાં ઇઝરાયેલના 14માં વડાપ્રધાન યાયર લેપીડ બન્યા છે.
- યશ એટીડ પાર્ટીના નેતા
- ઈઝરાયલ નું મુખ્ય મથક:-જેરૂસેલમ
- ચલણ :- ઈઝરાયલી શકલ
- ઇઝરાયેલ એવો દેશ બન્યો છે જેણે હાલમાં સિવિલ એવિએશનમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી આપી છે.
કાર્લોસ સેંઝ એ બ્રિટિશ ગ્રાન્ડ પ્રિન્સ 2022 ફોર્મ્યુલા વન રેસ જીતી છે.
- તેઓ સ્પેનના છે.
- આ તેમની પ્રથમ ફોર્મ્યુલા વન જીત હતી.
- આ તેમની 150 મી રેસ હતી.
RBI દ્વારા નાણાંકીય સ્થિરતા અહેવાલની 25મી આવૃત્તિ બહાર પાડવામાં આવી.
- રિપોર્ટ અનુસાર વૈશ્વિક પડકારરૂપ હોવા છતાં ભારતીય અર્થ વ્યવસ્થા રિકવરીના માર્ગ પર છે.
- ફુગાવાનું દબાણ બાહ્ય વિક્ષેપ અને ભૌગોલિક રાજકીય જોખમો ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય પડકારો હશે.બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ પાસે પર્યાપ્ત મૂડી બફર છે.
- જ્યારે ક્રોસ નોન પર્ફોર્મિંગ એસિડ ઘટીને 5.9% સાથે છ વર્ષના નીચા સ્થળે પહોંચી ગયો છે.
- માર્ચ 2023 સુધીમાં તમામ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોનોન પરફોર્મિંગ એસેટ 5.3% સુધી પહોંચી શકે છે.
- RBI ની સ્થાપના - 1 એપ્રિલ 1935
- સ્થાપના સમયે મુખ્ય મથક :- કોલકાતા
- 1937માં કોલકાતા થી મુખ્યમથક મુંબઈ ખસેડવામાં આવ્યું.
- 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
- RBI ના પ્રથમ ગવર્નર :- ઓસ્બોર્ન સ્મિથ
- RBI ના પ્રથમ ભારતીય ગવર્નર:- સી. દેશમુખ
- RBI ના પ્રથમ ગુજરાતી ગવર્નર:- ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ
હાલમાં યુકેની સંસદ દ્વારા આયુર્વેદ રત્ન પુરસ્કારથી તનુજા નિસારીને નવાજવામાં આવ્યા છે.
- તેઓ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના નિયામક છે.
- આયુર્વેદ દિવસ ધનતેરસ( આસો વદ તેરસ ) ના દિવસે ઉજવવામાં આવે છે.
તાજેતરમાં ABB એ ભારતના બેંગ્લોરમાં એક નવી અને વિસ્તૃત R&D અને એન્જિનિયરિંગ સુવિધા , ABB ઇનોવેશન સેન્ટર (AIC) નું ઉદઘાટન કર્યું હતું.
- આ વૈશ્વિક સ્તરે સૌથી મોટું ઈનોવેશન સેન્ટર છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો