DAILY CURRENT AFFAIRS IN GUJARATI | 9 JULY 2022

 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 

     આપ જો GPSC, Dy.so, નાયબ મામલતદાર, જેવી ક્લાસ 1-2 ની કે તલાટી અને જૂની.ક્લાર્ક , સિનયર ક્લાર્ક જેવી ક્લાસ - 3ની નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે કરંટ અફેર્સ એક એવો વિષય બનતો હશે જે તમને ખુબ જ પજવતો હશે. તમે કોઈ વિડીયો જોઈને નોટ્સ બનવી તૈયારી કરતા હોય તો તમારો સમય ખુબ જ વપરાઈ જતો હશે ત્યારે અમારી વેબસાઈટ પરથી તમને કરંટ અફેર્સ દૈનિક રીતે નોટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે જે આપનો સમય બચાવશે. 

 

36મી નેશનલ ગેમ્સ :-

·       ભારત સરકાર 2036માં ઓલમ્પીકસની યજમાની કરવાની નેમ રાખે છે તે પૈકીની ઘણી ગેમ ગુજરાતમાં યોજાઈ શકે છે.

·       ગુજરાત સરકાર વતી ઇન્ડિયન ઓલમ્પિક એશોસીયેશનને નેશનલ ગેમ્સનું આયોજન કરવા સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા દરખાસ્ત કરાઈ હતી જેનો સ્વીકાર થયો છે.

·       આ વખતે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે.

·       27 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોમ્બર વચ્ચે નેશનલ ગેમ્સ નું આયોજન થશે.

·       આ સ્પર્ધામાં 10 હજાર ખેલાડીઓ અને 37થી વધારે ટીમો ભાગ લેશે.

·       આ આયોજન માટે અમદાવાદમાં એક સ્પોર્ટ્સ વિલેજ નું નિર્માણ કરવામાં આવશે. જ્યાં ખેલાડીઓ રહીને પ્રેક્ટીસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

·       ભિન્ન ભિન્ન 34 રમતો નું આયોજન ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં થશે.

·       નેશનલ ગેમ્સમાં એકવાટીક્સ, એથલેટીક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનીસ, ટેબલ ટેનીસ, જુડો, ખો-ખો, કબડ્ડી, કુશ્તી, યોગાસનો જેવી ઇનડોર અને આઉટડોર રમતો યોજાશે.

·       કેટલીક વોટર સ્પોર્ટ્સનું આયોજન ગુજરાતની નર્મદા નદીમાં યોજાય તેની શક્યતાઓ ચકાસાઈ રહી છે.

·       સંસ્કરણ :- 36 મુ

·       આ પહેલા નેશનલ ગેમ્સનું આયોજન 2015માં કેરળમાં થયું હતું.

·       મેસ્કોટ – એશિયાટિક સિંહ

·       સામાન્ય રીતે નેશનલ ગેમ્સનું આયોજન દર બે વર્ષે થતું હોય છે પરંતુ 2015 પછી કોવિડ – 19 તથા અન્ય કારણો થી તેનું આયોજન થઇ શકાતું નહોતું.

·       2022માં નેશનલ ગેમ્સનું આયોજન મેઘાલયમાં થવાનું હતું પરંતુ હવે તે આવતે વખતે થશે.

જાપાન ના વડાપ્રધાન શિન્જો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી.

·       ક્યોટો નજીક નારા પ્રાંતના કશીહારામાં ચુંટણી સભામાં ગોળી મારવામાં આવી.

·       ગોળી મારનાર – તેત્સુયા યામાગામી

·       વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શોક વ્યક્ત કરતા કહ્યું કે ,

“ મારા પ્રિય મિત્રોમાં શામેલ શિન્જો આબેના નિધનથી હેરાન અને દુઃખી છું, તે ટોચના વૈશ્વિક નેર, ઉત્કૃષ્ટનેતા અને અદ્ભુત પ્રશાશક હતાં.”

·       જાપાનમાં બંદુક રાખવા અંગે ખુબ જ કડક કાયદો છે. ત્યાં 13 તબક્કામાંથી પસાર થઇ અને શુટિંગ ક્લબમાં ટ્રેનીંગ લેવી પડે છે ત્યારે બંદુક માટેનું લાઇસન્સ મળે છે.

·       2018 માં જાપાનમાં ફક્ત 9 લોકોના મૃત્યુ ગોળીબારીથી થયા હતાં. જયારે અમેરિકામાં તેનાથી 39,740 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

·       ત્યારે આ પ્રશ્ન ખુબ મહત્વનો બની જાય છે કે હત્યારો બંદુક લાવ્યો ક્યાંથી ?

·       આબે એ જાપાન ના અર્થતંત્રને મજબુત કરવા આબેનોમીક્સ નામે ઓળખાતા સુધારાની શ્રેણી ની શરૂઆત કરી હતી

·       2021માં તેમને ભારતનો બીજા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

·       તેઓ સૌથી વધુ વાર ભારત આવનાર જાપાનના પ્રધાનમંત્રી હતાં. 2007, 2014, 2015 અને 2017માં તેઓ ભારત આવ્યાં હતાં.

·       2014માં આબે 64માં ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથી બનનારા જાપાનના પ્રથમ પ્રધાનમંત્રી હતાં.

·        તેઓ કાશીને ક્યોટો સીટી જેવું વિકસિત કરવા માંગતા હતાં.

·       તેમણે ભારતને બુલેટ ટ્રેન ની ભેટ આપી જેમાં જાપાન નું રોકાણ 88 હજાર હતું.

·        આજના દિવસે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

·       ભારતમાં મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ગુજરાતનું પ્રથમ સાયન્ટિફિક એક્ષ્પો :-

·       મહેસાણાના સુખ પુરડા ખાતે રાજવંશી ફાર્મહાઉસમાં આયોજન

·       સીએમ ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા ઉદ્ઘાટન.

·       3 દિવસ ચાલનારા આ એક્ષ્પોમાં કૃષિ, વિજ્ઞાન સહિત વિવિધ થીમ પર સ્ટોલ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતનો પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ :- જામનગર ખાતે

·       90 કરોડ ના ખર્ચે ગુજરાતનો સર્વ પ્રથમ અત્યાધુનિક PPP આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ

·       દૈનિક 450 મેટ્રિક ટનની કેપીસિટી

·       દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.

·       PPP:- Public Private Partnership

હાલમાં છત્તીસગઢની સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધા ઉભી કરવા માટે વર્લ્ડ બેંક પદેથી ૩૦૦ મિલિયન અમેરિકી ડોલરની લોન છત્તીસગઢ સરકાર દ્વારા લેવામાં આવી.

·       ગુજરાતમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધા ઉભી કરવા માટે વર્લ્ડ બેંક અને AIIB ( એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

·       હાલમાં AIIBના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ઊર્જિત પટેલ ની નિમણુક થઇ છે.

·       શાળાકીય પ્રોગ્રામને વર્લ્ડ બેંક 1994થી સહાય આપે છે.

વર્લ્ડ બેંક :-

·       મુખ્યાલય – વોશિંગ્ટન ડી.સી. , U.S.A.

·       સચિવ – ડેવિડ માલપાસ

·       વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવતા રીપોર્ટ અને સુચકાંકો :

(1)                         Ease of Doing Business

(2)                         World Development Report

(3)                         Global Economic Prospect Report

(4)                         Remittance Report

(5)                         Ease of Living Index

(6)                         India Development Update

(7)                         Universal Health Coverage Index

(8)                         The Service Trade Restriction Index

AIIB :-

·       મુખ્યાલય :- બેઇજીંગ , ચીન

·       સ્થાપના – 16 જાન્યુઆરી 2016

·       સભ્યો – 105

·       સચિવ – જીન લીક્વન

છત્તીસગઢ રાજ્ય :-

·       રાજધાની – રાયપુર

·       મુખ્ય મંત્રી – ભૂપેશ બઘેલ

·       રાજ્યપાલ – અનુસુઈય યુકેય

અમરનાથમાં વાદળ ફાટ્યું

·       બાલ્ટાઝ બેઝ કેમ્પ ગાડર બેલ વિસ્તારમાં આ ઘટના બની છે.

અરુણ જેટલી મેમોરીઅલ લેકચર :-

·       નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન

·       પ્રથમ સંસ્કરણ

KHADC દ્વારા Instrument of accession અંગે વાર્તાલાપ કરવા બેઠક બોલાવી

·       KHADC – ખાસી હિલ્સ ઓટોનોમસ ડીસ્ટ્રીકટ કાઉન્સિલ

·       મેઘાલયના ગારો, ખાસી અને જેન્તિયા ના આદિવાસી લોકો આઝાદી સમયે instrument of accession પર હસ્તાક્ષર કરીને ભારત સાથે જોડાયા.

·       આ બેઠકમાં instrument of accession માં આપવામાં આવેલા હકો વિશે ચર્ચા કરશે.

·       મેઘાલય નું મુખ્ય મથક – શિલોંગ

·       મેઘાલયના મુખ્ય મંત્રી – કોનરાડ કોન્ગકલ સંગમા

·       મેઘાલયના રાજ્યપાલ – સત્યપાલ મલિક

મહારાષ્ટ્રના ‘ઉસ્માનાબાદ’ નું નામ બદલીને ‘ધારાશીવ’ કરવામાં આવેલ છે.

·       હૈદરાબાદ ના અંતિમ શાસક મીર ઉસ્માન અલી ખાનના નામ પર નામ રાખવામાં આવ્યું હતું.

·       તાજેતરમાં બદલવામાં આવેલ નામો :-

પહેલાનું નામ

નવું નામ

ઔરંગાબાદ

સંભાજીનગર

માઉન્ટ હૈરીયટ

માઉન્ટ મણીપુર

બાબઈ

માખન નગર

શિવપુરી

કુંડેશ્વર ધામ

કેવડીયા રેલ્વે સ્ટેશન

એકતા નગર સ્ટેશન

મીડ ડે મિલ યોજના

પી એમ પોષણ યોજના

ઔરંગઝેબ રોડ ( દિલ્લી )

કલામ રોડ

અલીગઢ

હરીગઢ

કાકોરી કાંડ

કાકોરી ટ્રેન એક્શન

હાવડા કાલકા ટ્રેન

નેતાજી એક્ષપ્રેસ

હબીબગંજ રેલ્વે સ્ટેશન

રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન

બાબર રોડ ( દિલ્લી )

5 ઓગસ્ટ માર્ગ

જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાન




ટિપ્પણીઓ