નમસ્કાર મિત્રો,
આપ જો GPSC, Dy.so, નાયબ મામલતદાર, જેવી ક્લાસ 1-2 ની કે તલાટી અને જૂની.ક્લાર્ક , સિનયર ક્લાર્ક જેવી ક્લાસ - 3ની નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે કરંટ અફેર્સ એક એવો વિષય બનતો હશે જે તમને ખુબ જ પજવતો હશે. તમે કોઈ વિડીયો જોઈને નોટ્સ બનવી તૈયારી કરતા હોય તો તમારો સમય ખુબ જ વપરાઈ જતો હશે ત્યારે અમારી વેબસાઈટ પરથી તમને કરંટ અફેર્સ દૈનિક રીતે નોટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે જે આપનો સમય બચાવશે.


બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક ટુ વ્હીલર નિર્માતા કંપની ઓલા ઇલેક્ટ્રિક દ્વારા
ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત લીથીયમ-આયન સેલનું
નિર્માણ કર્યું
12 જુલાઈ 2022 ના રોજ ભારતની પ્રથમ સ્વદેશી રીતે
વિકસિત કરવામાં આવેલી લીથીયમ-આયન સેલ NMC2170 નું
અનાવરણ કરવામાં આવેલ છે
ઓલા 2023 સુધીમાં ચેન્નાઈ સ્થિત ગીગા ફેકટરીમાં આ
સેલનું મોટા પ્રમાણમાં નિર્માણ કરશે
કંપનીને હાલમાં દેશમાં શ્રેષ્ઠ સેલ વિકસિત કરવા
માટે ભારત સરકાર દ્વારા ACC PLI યોજના અંતર્ગત 20 GWh ક્ષમતા
આપવામાં આવી છે
હાલમાં નવી શિક્ષા નીતિ ને પૂર્વ પ્રાથમિક સ્તર ઉપર લાગુ કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું છે
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ પૂર્વ પ્રાથમિક
શિક્ષાવ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે સમગ્ર પ્રદેશમાં આંગણવાડી કેન્દ્રો પર બાલ
વાટિકાનું નિર્માણ કર્યું છે
બાલ વાટિકાઓ ઉત્તરાખંડના 4457 આંગણવાડી કેન્દ્રો
પર શરુ કરવામાં આવશે
આ એક પ્રાઈવેટ સ્કુલની નર્સરી ની બરાબર હશે
ઉત્તરાખંડના શિક્ષણમંત્રી ધન સિંહ રાવત દ્વારા
જણાવવામાં આવ્યું કે 20૩૦ સુધીમાં સમગ્ર રાજ્યમાં NEP લાગુ થઇ જશે
TIME પત્રિકાએ વિશ્વના
મહાનતમ સ્થળોની યાદી બનાવી
પ્રવાસ માટેના 50 અસાધારણ સ્થળોમાં ગુજરાતનું અમદાવાદ
તથા કેરળ રાજ્ય નો સમાવેશ કરવામાં આવ્યો છે
ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્ષ , 2022
WORLD ECONOMIC FORUM દ્વારા આ ઈન્ડેક્ષ તૈયાર કરવામાં આવેલ છે
ભારતનું સ્થાન 145 દેશોમાં 135 મુ છે
2021 માં ભારતનું સ્થાન 156 દેશોમાં 140મુ હતું
નીચેના ચાર માપદંડો ના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું
હતું
1.આર્થિક ભાગીદારી અને અવસર
2.શિક્ષણ નો અવસર
3.સ્વાસ્થ્ય અને ઉત્તરજીવિતતા
4.રાજનીતિક સશક્તિકરણ
આ માપદંડોના આધારે ૦ થી 1 ની વચ્ચે મૂલ્યાંકન
કરવામાં આવ્યું છે
|
માપદંડો |
ભારતનું
સ્થાન |
|
આર્થિક
ભાગીદારી |
143 મુ |
|
રાજનીતિક
ભાગીદારી |
48 મુ |
|
શિક્ષણ
નો અવસર |
107 મુ |
|
સ્વાસ્થ્ય
|
146 મુ |
146 દેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા દેશો :
1.આઈસલેન્ડ
2.ફિનલેન્ડ
3.નોર્વે
4.ન્યુજીલેન્ડ
5.સ્વીડન
રીપોર્ટમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારો દેશ
અફઘાનિસ્તાન છે
WEF નું મુખ્યાલય – જીનીવા , સ્વીત્ઝર્લેન્ડ
સંસ્કરણ – 16મુ
આ ઈન્ડેક્ષ ની શરૂઆત 2006માં કરવામાં આવી હતી
WEF દ્વારા તૈયાર થતા રીપોર્ટસ / ઈન્ડેક્ષ :-
1.એનર્જી ટ્રાન્જેશન ઈન્ડેક્ષ
2.ગ્લોબલ કોમ્પીટેટીવનેશ ઈન્ડેક્ષ
3.ગ્લોબલ આઈટી રીપોર્ટ
4.ગ્લોબલ જેન્ડર ગેપ રીપોર્ટ
5.ગ્લોબલ રિસ્ક રીપોર્ટ
6.ગ્લોબલ ટ્રાવેલ અને ટુરીઝમ રીપોર્ટ
હાલમાં ભારતમાં
બાંગ્લાદેશના હાઈ કમિશ્નર તરીકે મોહમ્મદ મુસ્તાફીર રહેમાન ની નિમણુક કરવામાં આવી
હાલમાં તેઓ જીનીવા ખાતે UN માં બાંગ્લાદેશ ના સ્થાયી
પ્રતીનિધિ છે
તેઓ ભારતમાં મુહમ્મદ ઇમરાન નું સ્થાન લેશે
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી – શેખ હસીના
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ – અબ્દુલ હમીદ
બાંગ્લાદેશની રાજધાની – ઢાકા
બાંગ્લાદેશનું ચલણ – બાંગ્લાદેશી ટકા
ભારતના ઇન્ડિયન
ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકો દ્વારા SARS COV 2 ને નિષ્ફળ કરવાનું તંત્રનું
નિર્માણ કર્યું છે
તેમણે સિન્થેટિક પેપ્ટાઇડ્સ ના એક નવા વર્ગ નું
નિર્માણ કર્યું છે
આ SARS COV 2 વાયરસને કોષોમાં પ્રવેશતો રોકે છે સાથે
સાથે વાયરસના કણોને એકબીજા સાથે જોડાઈને કોષોને સંક્રમિત થતા રોકે છે
આ નવું તંત્ર SARS COV 2 જેવા વાયરસ ને નિષ્ક્રિય
બનાવવાનો વિકલ્પ પ્રદાન કરે છે
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય
ગુજરાતનાં વડોદરા ખાતે આવેલ છે
નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટીટયુટ ને
હવેથી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાશે
આનું નામ મહત્વાકાંક્ષી યોજના ‘PM ગતિ શક્તિ’ નાં
નામ પરથી રાખવામાં આવ્યું છે
હવેથી આ વિશ્વવિદ્યાલય સમગ્ર ટ્રાન્સપોર્ટેશન
સેક્ટર ને આવરતા કોર્ષ ચલાવશે
સેન્ટ્રલ યુનીવર્સીટી એક્ટ 2009માં સંશોધન કરવા
માટે સેન્ટ્રલ યુનીવર્સીટી ( એમેન્ડમેન્ટ ) બીલ , 2022 ને સંસદ માં રજુ કરવામાં આવશે
ભારતના રેલવે મંત્રી – અશ્વિની વૈષ્ણવ
I2U2 ની પ્રથમ બેઠક
પશ્ચિમ એશિયાનું ક્વોડ ગણાતું – I2 U2
તેમાં ઇઝરાયેલ, ભારત, અમેરિકા અને યુએઈ જેવા ચાર
દેશો નો સમાવેશ થાય છે
હાલમાં તેની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક નું આયોજન થયું
યુએઈ ભારતમાં એકીકૃત ફૂડ પાર્કનું નિર્માણ કરવા
માટે રૂ. 16,૦૦૦ કરોડ નું રોકાણ કરશે
આ પહેલી બેઠકને સંયુક્ત રોકાણ, જળ, ઉર્જા, પરિવહન,
અવકાશ, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષામાં નવી પહેલ પર વિશેષ ભાર મુકવા માટે
બોલાવવામાં આવી હતી
આમાં ભારત તરફથી નરેન્દ્ર મોદી , અમેરિકા તરફથી
જો બિડેન, ઇઝરાયેલ તરફથી યેર લીપીડ અને યુંએઈ તરફ થી મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યન એ
ભાગ લીધો હતો
2023 માં COP – 28 નું આયોજન યુંએઈ ખાતે થવાનું છે
મધુસુદન પારેખ ‘પ્રિયદર્શી’
હાલમાં તેઓ 100 વર્ષના થયા
1961માં બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે જવાબદારી
સ્વીકારી તે છેક હમણાં સુધી તેઓ તંત્રી પડે હતાં
અંગ્રેજી સાહિત્યનો પરિચય કરાવતું તેમનું પુસ્તક
– અંગ્રેજી સાહિત્યનુ આચમન
પોતાના દામ્પત્યજીવન ને આલેખતું પુસ્તક –
કુસુમાખ્યાન
ગુજરાત સમાચારમાં ‘હું, શાણી અને શકરાભાઈ’ તથા ‘જેની
લાઠી તેની ભેંસ’ જેવી કોલમો લખે છે
1972માં કુમારચંદ્રક આપવામાં આવ્યો
લેખ સંગ્રહો – રવિવારની સવાર , હું, રાધા અને
રાયજી , આપણે બધા , વિનોદાયન , પેથાભાઈ પુરાણ
ચૂંટણી ચિહ્ન
હાલમાં એક રાજનૈતિક પાર્ટીએ ચૂંટણી ચિહ્ન ના દાવા
માટે ચૂંટણી આયોગનો સંપર્ક કર્યો
ચૂંટણી ચિહ્ન રાજનૈતિક પાર્ટીઓને આપવામાં આવે છે જેને
EVM પર લગાવેલું હોય છે જેના આધારે લોકો પાર્ટીના ઉમેદવારને વોટ આપે છે
ચૂંટણી ચિહ્ન ( આરક્ષણ અને ફાળવણી ) આદેશ , 1968
અંતર્ગત રાજનૈતિક પાર્ટીઓને ચિહ્ન આપવામાં આવે છે
જ્યારે કોઈ પાર્ટીના બે ભાગ થાય છે ત્યારે તેમનું
ચૂંટણી ચિહ્ન અટકાવી દેવામાં આવે છે અને બન્ને ને અલગ અલગ પાર્ટી તરીકે રજીસ્ટર
કરવામાં આવે છે
ભવિષ્યમાં જો બંને જૂથો ભેગા થઈ જાય તો તેમને
ફરીથી તેમનું અટકાવેલું ચૂંટણી ચિહ્ન આપી દેવામાં આવે છે
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો