નમસ્કાર મિત્રો,
આપ જો GPSC, Dy.so, નાયબ મામલતદાર, જેવી ક્લાસ 1-2 ની કે તલાટી અને જૂની.ક્લાર્ક , સિનયર ક્લાર્ક જેવી ક્લાસ - 3ની નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે કરંટ અફેર્સ એક એવો વિષય બનતો હશે જે તમને ખુબ જ પજવતો હશે. તમે કોઈ વિડીયો જોઈને નોટ્સ બનવી તૈયારી કરતા હોય તો તમારો સમય ખુબ જ વપરાઈ જતો હશે ત્યારે અમારી વેબસાઈટ પરથી તમને કરંટ અફેર્સ દૈનિક રીતે નોટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે જે આપનો સમય બચાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય
પ્રતિકનું અનાવરણ કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય પ્રતિક બ્રોન્ઝથી બનેલું છે જેનું
કુલ વજન 9500 kg છે. અને ઉંચાઈ 9.5મીટર છે.
નવા સંસદ ભવનના સેન્ટ્રલ ફોયર ની ટોચ પર નાખવામાં
આવ્યું છે.
પ્રતિક ને ટેકો આપવા માટે 6500 kg નું સહાયક
માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
કોન્સેપ્ટ સ્કેચ અને નવા સંસદ ભવનની છત પર
રાષ્ટ્રીય પ્રતિક ના કાસ્ટિંગ ની પ્રક્રિયા કલે મોડલીંગ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ થી
લઈને બ્રોન્ઝ કાસ્ટિંગની પ્રક્રિયા અને પોલિશિંગ સુધીની તૈયારી 8 જુદા જુદા
તબક્કાઓમાંથી પસાર થઇ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ બિહાર વિધાનસભાના શતાબ્દીની ઉજવણી ના સમાપન સમારોહમાં હાજરી આપી.
આ સાથે તેઓ બિહાર વિધાનસભા સંકુલની મુલાકાત
લેનારા પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા.
બિહાર એવું પહેલું રાજ્ય હતું કે જ્યાં મહિલાઓને
પંચાયતમાં 50% અનામત આપવામાં આવી હતી.
આ સમયે નરેન્દ્રભાઈ મોદીએ પ્રાચીન સમયના ગણ
રાજ્યો લિચ્છવી અને વજ્જીસંઘ ને યાદ કર્યા.
બિહાર રાજ્યના મુખ્યમંત્રી – નીતીશ કુમાર
બિહાર રાજ્યના રાજ્યપાલ – શ્રી ફાગુ ચૌહાણ
વિશ્વ મલાલા દિવસ – 12 જુલાઈ
12 જુલાઈના રોજ પાકિસ્તાનના સમાજસેવિકા નોબેલ
પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝઈ નો જન્મ દિવસ છે.
UN દ્વારા આ દિવસ ની ઉજવણી ની શરૂઆત કરવામાં આવી
હતી.
વિશ્વમાં મલાલા દિવસ મહિલાઓ અને બાળકોના
અધિકારોના રક્ષણમાટે ઉજવાય છે.
મલાલા નો જન્મ 12 જુલાઈ 1997 ના રોજ પાકિસ્તાનમાં
થયો હતો.
તાલીબાને પાકિસ્તાનમાં છોકરીઓને શાળાએ જવા પર
પ્રતિબંધ મુક્યો ત્યારે મલાલાએ છોકરીઓના શિક્ષણના અધિકાર માટે અભિયાન ચલાવ્યું
હતું.
ઓક્ટોમ્બર, 2012 માં પાકિસ્તાની તાલીબાની
આતંકવાદીએ મલાલા ને ગોળી મારી દીધી હતી છતાં તે બચી ગયા.
2013માં મલાલાએ UNGA ના
વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું.
મલાલા અને તેમના પિતાએ મલાલા ફંડ ની સ્થાપના કરી
છે, જેમાં છોકરીઓના શિક્ષણ માટે મદદ કરે છે.
2014 માં તેમને શાંતિ માટેનો પુરસ્કાર પ્રાપ્ત
થયો.
2017 માં તેમણે UNમાં
શાંતિ દૂત તરીકે નીમવામાં આવ્યા.
મલાલાને તેમના કાર્ય અને સાહસ અંતે 40 થી વધુ
પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
IIT મદ્રાસ દ્વારા AI આધારિત PIVOT
ઉપકરણનું નિર્માણ કરવામાં આવ્યું.
PIVOT એ વ્યક્તિના શરીરમાં કેન્સરનું નિર્માણ કરતા
જનીનની ઓળખ કરે છે.
આ ટેકનોલોજીથી કેન્સરને રોકવામાં મદદરૂપ થશે
ઉપરાંત તેના શ્રેષ્ઠ ઉપચારમાં પણ મદદરૂપ થશે.
આ શોધ ના નિષ્કર્ષોને પિયર રીવ્યુ જર્નલ ઇન
જીનેટીક્સમાં પ્રકાશિત કરવમાં આવી હતી.
IIT મદ્રાસ દ્વારા ત્રણ અલગ અલગ AI ભવિષ્યવાણી
મોડલ બનાવવામાં આવ્યા છે.
બ્રેસ્ટ ઇન્વેસીવ કર્સિનોમાં
કોલોન એડેના કાર્સીનોમા
ફેફસાના એડેનો કાર્સીનોમા
IIT – ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી
IFAD ના નવા અધ્યક્ષ – અલ્વારો લારીયો
જેઓ ગિલ્બર્ટ હોંગબો નું સ્થાન લેશે.
IFAD – INTERNATIONAL FUND FOR AGRICULTURE DEVELOPMENT
સ્થાપના – ડીસેમ્બર 1977
મુખ્યાલય – રોમ , ઇટલી
SEA GUARDIANS સમુદ્રી યુદ્ધ
અભ્યાસ :-
ચીન અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવી રહ્યો છે.
શાંઘાઈ ( ચીન ) ના દરિયાકિનારે આનું આયોજન
કરવામાં આવ્યું છે.
બીજું સંસ્કરણ છે.
થીમ :- Jointly Dealing with maritime
Security threats
હાલમાં ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS – વિક્રાંત સી ટ્રાયલનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ
કર્યો.
આની ડીઝાઇન ભારતીય નૌકાદળના DIRECTORAT OF
NAVAL DESIGN દ્વારા તૈયાર કરાઈ
કેરિયરનું નિર્માણ કોચીન શિપયાર્ડ લી. દ્વારા
કરવામાં આવ્યું.
આનો 76 % ભાગ સ્વદેશી રો મટીરીયલ સાથે નિર્માણ
પામ્યો છે.
આ ભારતમાં ડિઝાઈન થયેલું અને નિર્માણ પામેલું
સૌથી મોટું અને સૌથી જટીલ યુદ્ધ જહાજ છે.
તેની ઝડપક્ષમતા 18 નોટ થી 28 નોટ વચ્ચે છે.
આમાં 2300થી વધુ ડબ્બા છે. જેમાં આશરે 1700
લોકોના કૃ માટે ડીઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં મહિલા અધિકારીઓને સમાવવા ખાસ
કેબીનનો પણ સમાવેશ થાય છે.
ગોદરેજ કંપની દ્વારા ઇન્સ્યુલીનને સ્ટોર કરવા માટે કુલીંગ શોલ્યુષન
લોન્ચ કર્યું.
આ પ્રોડક્ટની મદદથી ઇન્સ્યુલીનને યોગ્ય તાપમાને
સ્ટોર કરી શકાશે. ઇન્સ્યુલીનનો ઉપયોગ ડાયાબીટીસના રોગીઓ કરે છે.
ઇન્સ્યુલીનની સાથે સાથે આ પ્રોડક્ટમાં વેક્સીન
અને કેટલીક દવાઓ કે જેમનું તાપમાન 2 થી 8 ડીગ્રી સેલ્શીયસ ની વચ્ચે રાખવાનું છે.
તે રાખી શકાશે.
પ્રોડક્ટનું નામ – Godrej Insulicool+
સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગર્ભાશય ગ્રીવા નું કેન્સર માટે
રસી તૈયાર કરી
સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ
ક્વાડ્રીવેલન્ટ હ્યુમન પેપીલોમાં વાઇરસ વેક્સીનનું નિર્માણ કર્યું છે.
આ ગર્ભાશય ગ્રીવા કેન્સર વિરુદ્ધ છે.
15 થી 44 વર્ષની મહિલાઓમાં જોવા મળતાં કેન્સરમાં
બીજા નંબરે ગર્ભાશય ગ્રીવા નું કેન્સર આવે છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસી
નું નિર્માણ કરવાની મંજુરી આપવામાં આવી છે.
સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા ના CEO – અદાર
પૂનાવાલા
હ્યુમન પેપીલોમા વાઇરસ :-
આ સમુહમાં કુલ 150 વાયરસ છે.
આ વાયરસ મોટા ભાગે સેક્સ દરમિયાન ત્વચાના
માધ્યમથી સંક્રમિત કરે છે.
સેક્સ કરનારા લોકો તેમના જીવનકાળ દરમિયાન ક્યારેક
તો HPV થી સંક્રમિત થાય જ છે પરંતુ તેમનું શરીર તેનાથી તેમને બચાવી લે છે.
પરંતુ જયારે શરીર પોતાને બચાવી શકતું નથી ત્યારે
નીચે પ્રમાણેના રોગો થતા આપણને જોવા મળે છે.
- ગર્ભાશય ગ્રીવાનું કેન્સર
- યોનીનું કેન્સર
- લિંગનું કેન્સર
- ગુદાનું કેન્સર

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો