DAILY CURRENT AFFAIRS IN GUJARATI | 12 JULY 2022

 નમસ્કાર મિત્રો, 

     આપ જો GPSC, Dy.so, નાયબ મામલતદાર, જેવી ક્લાસ 1-2 ની કે તલાટી અને જૂની.ક્લાર્ક , સિનયર ક્લાર્ક જેવી ક્લાસ - 3ની નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે કરંટ અફેર્સ એક એવો વિષય બનતો હશે જે તમને ખુબ જ પજવતો હશે. તમે કોઈ વિડીયો જોઈને નોટ્સ બનવી તૈયારી કરતા હોય તો તમારો સમય ખુબ જ વપરાઈ જતો હશે ત્યારે અમારી વેબસાઈટ પરથી તમને કરંટ અફેર્સ દૈનિક રીતે નોટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે જે આપનો સમય બચાવશે.



31મો સરસ્વતી સમ્માન 2021 :-

રામ દરશ મિશ્રા ને એમની રચના ‘મેં તો યહી હું’ માટે આપવામાં આવ્યો

કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.

આ એવોર્ડ આપવાની શરૂઆત 1991માં કરવામાં આવી હતી.

ઇનામ ની રકમ – 15,00,000 રૂ.

સૌ પ્રથમવાર આ એવોર્ડ હરિવંશરાય બચ્ચન ને આપવામાં આવ્યો હતો.

સરસ્વતી સમ્માનથી સન્માનિત કરવામાં આવેલ ગુજરાતી – 1997માં મનુભાઈ પંચોળીને ( કુરુક્ષેત્ર  માટે )

કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતાં એવોર્ડ :-

એવોર્ડ

ઇનામની રકમ

ક્ષેત્ર

સરસ્વતી સમ્માન

રૂ. 15,00,000

ભારતના બંધારણની માન્ય ભાષાઓમાં સાહિત્ય પ્રદાન માટે 

વ્યાસ સમ્માન

રૂ. 4,૦૦,૦૦૦

હિન્દી સાહિત્ય માં પ્રદાન માટે

બિહારી પુરસ્કાર

રૂ. 1,૦૦,૦૦૦

રાજસ્થાનના હિન્દી / રાજસ્થાની કવિઓને હિન્દી સાહિત્ય પ્રદાન માટે

શંકર પુરસ્કાર

રૂ. 1,50,૦૦૦

ભારતીય દર્શન માટે

વાચસ્પતિ પુરસ્કાર

રૂ. 1,50,૦૦૦

સંસ્કૃત પ્રદાન માટે

જી. ડી. બિરલા એવોર્ડ ફોર સાયન્ટીફીક રીસર્ચ

રૂ. 1,50,૦૦૦

વિજ્ઞાન ક્ષેત્રે

 11 જુલાઈ – વિશ્વ વસતી દિવસ

1950 માં દુનિયાની વસતી 26૦ કરોડ હતી જે આજે 795 કરોડ સુધી પહોંચી છે.

2050 માં સુધીમાં વસતીનો આ આંકડો 980 કરોડ થવાની સંભાવના છે.

2022ની થીમ – A world of 8 billion : Towards a resilient future for all Harnessing opportunities and ensuring rights and choices for all.

15 થી 49 વર્ષ વયજૂથના લોકો પરિવાર નિયોજનની આધુનિક રીતો ને જાણે છે.

નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં જાણવા મળ્યું કે,

23.3% છોકરીઓના લગ્ન 18 વર્ષથી નાની વયે થયા હતાં.

89% પ્રસુતિ હવે સંસ્થાગત થઇ છે.

79% મહિલાઓ પાસે તેમનું બેંક એકાઉન્ટ છે.

11 જુલાઈ 1987 ના રોજ વિશ્વની  વસતી 5 બિલિયન સુધી પહોંચી ગઈ ત્યાર બાદ 1989થી દર 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે.

UNDP ( UNITED NATIONS DEVELOPMENT PROGRAMME ) દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

જાપાનમાં શિન્જો આબેના પક્ષે અદ્વિતીય જીત મેળવી.

જાપાન ના તમામ સર્વેમાં પાછળ અને હમણાં સુધી તમામ ચૂંટણીમાં નિષ્ફળતા મેળવનાર લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની જાપાનમાં ભવ્ય જીત

વડાપ્રધાન ફૂમીઓ કીશીદા 2025 સુધી જાપાનના વડાપ્રધાન તરીકે પદભાર સંભાળશે.

ધ પ્રાઈડ કિંગડમ :-

ગીરના સિંહોના જીવન પર આધારિત

12 એપિસોડમાં આ શ્રેણી ટીવી પર દર્શાવવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા નિર્માણ.

પ્રોજેક્ટ લાયનમાંથી પ્રેરણા મેળવીને શ્રેણીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આમાં બે સિંહ બંધુઓ કેવી રીતે પોરના પ્રદેશ પર કબજો મેળવે છે તેના પર વાર્તા છે.

ગુજરાતમાં સિંહોની સંખ્યા – 674

ભારતના પર્યાવરણ મંત્રી – ભુપેન્દ્ર યાદવ

ગુજરાતના પર્યાવરણ મંત્રી – કિરીટ સિઘ રાણા

દિગીશ મહેતા :-

12 જુલાઈ 1934ના રોજ તેમનો જન્મ થયો હતો.

તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર ખાતે મેળવ્યું હતું.

ઈંગ્લીશ અને માનસશાસ્ત્ર સાથે બી.એ. થયા બાદ એચ.કે. આર્ટસ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા

1968માં ઇંગ્લેન્ડ ની લીડ્સ યુનીવર્સીટીમાંથી એમ.એ. થયા.

1982માં તેમણે ઈલીયેટ પર પી.એચ.ડી. કર્યું.

પ્રથમ નિબંધ સંગ્રહ – દુરના એ સુર ( 14 નિબંધો )

રચનાઓ – આપનો ઘડીક સંગ ( નવલ કથા ), પાશ્ચાત્ય નવલકથા ( વિવેચન ), પરિધિ

તેમણે શ્રીમદ્ રાજચંદ્ર પર લઘુ નિબંધ લખ્યો હતો.

તેમણે અંગ્રેજી કૃત ધ ચેર્સ નું ખુરશીઓ અને ધ ડીફેન્સ ઓફ પોએટ્રી નું કવિતાનું બચાવનામું નામે ભાષાંતર કરેલ છે.

13 જુન 2001 ના રોજ તેમનું અવસાન થયેલ.

ભારતના યુવા શુટર અર્જુન બબુતાએ ગોલ્ડ મેડલ મેળવ્યો.

ISSF વર્લ્ડ કપમાં 10મીટર એર રાઈફલની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.

ફાઈનલમાં ટોક્યો ઓલમ્પિક માં સિલ્વર મેડાલીસ્ટ લુકાસ કોજીનેસકી ને હરાવ્યો.

અર્જુનનો સીનીયરમાં આ પ્રથમ ગોલ્ડ છે.

ISSF :-

ઇન્ટરનેશનલ શુટિંગ સ્પોર્ટસ ફેડરેશન

સભ્યો – 150

સ્થાપના – 1907માં

મુખ્યાલય – મ્યુનિક , જર્મની

અધ્યક્ષ – વ્લાદિમીર લીસીન

દિલ્હી સરકાર અંતર્ગત આવતા 71 ઐતિહાસિક સ્થળો નો ઉત્થાન કરવામાં આવશે.

દિલ્હીના મોટા ભાગના સ્થળો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત આવે છે.

પરંતુ 71 સ્થળો જે દિલ્હી અંતર્ગત આવે છે.

આ સ્થળો નું સમારકામ કરી, તેની ઐતિહાસિક બાબતો ને નુકસાન કર્યા વિના ત્યાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નીચેના પાંચ સ્થળોએ ત્રિરંગાની લાઈટ પ્રકાશિત કરવામાં આવશે.

બીજરીખાનનો મકબરો

બરાદારી, કુદસિયા બાગ , બારલાઓ નો ગુંબજ

ગોળ ગુંબજ

મકબરા ઈ પૈક

દિલ્હીના સાંસ્કૃતિક બાબતોના મંત્રી – મનીષ સિસોદિયા

ગુજરાતનાં સાંસ્કૃતિક બાબતોના મંત્રી – હર્ષ સંઘવી

ભારતના સાંસ્કૃતિક બાબતોના મંત્રી – જી. કિશન રેડ્ડી

સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને જામીન માટે નવો કાયદો બનાવવા કહ્યું.

આ સાથે સુપ્રીમ કોર્ટે જરૂર વિનાની ધરપકડો અને રિમાન્ડ માટે એક ગાઈડલાઈન જાહેર કરી.

જેલમાં રહેલા કેદીઓ પૈકી 2/3 જેટલા કેદીઓ એવા છે કે જેમના ઉપર ટ્રાયલ ચાલુ છે, અને તેમને દોષી જાહેર કરવામાં આવ્યા નથી.

આ કેદીઓ એટલા માટે જેલ માં છે કેમ કે તેમની પાસે પૈસાનો અભાવ છે અને તેઓ અભણ છે.   

‘રક્ષા માં  AI’ પ્રદર્શન :-

પ્રથમવાર AI IN DEFENCE પ્રદર્શનનું આયોજન નવી દિલ્હી ખાતે 11 જુલાઈ 2022 ના રોજ થયું હતું.

આનું આયોજન રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ આધારિત 75 ઉપકરણોને લોન્ચ કરવામાં આવ્યા.

આમાં 75 ઉપકરણોની વિસ્તૃત જાણકારી ધરવતા પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું.

રક્ષામાં AI નો ઉપયોગ વધારવા અંગે રોડમેપ તૈયાર કરવા 2018 માં રક્ષા ઉપર AI ટાસ્ક ફોર્સ રચના કરવામાં આવી હતી.

આ ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા ટાટા સંઘના ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ :-

આમાં તમામ લોકો ભાગ લઇ શકે છે.

આઝાદીના અમૃત ત્રણ કેટેગરી છે.

  • શાળા કક્ષાએ
  • કોલેજો અને યુનીવર્સીટી કક્ષાએ
  • અન્ય લોકો

ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુંભાઈ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કુલ 75 દિવસ ચાલશે. જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બર ના રોજ સમાપ્ત થશે.

દેશની સૌથી મોટી ક્વીઝ.

25 કરોડ થી વધુ રૂપિયાના ઇનામો આપવામાં આવશે.

7 જુલાઈ 2022 નારોજ સાયંસ સીટી , અમદાવાદ ખાતેથી લોન્ચ કરવામાં આવી. ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી.

દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર સુધી ક્વીઝ નું આયોજન કરવામાં આવશે જેના વિજેતા શનિવારે જાહેર કરવામાં આવશે.

વેબસાઈટ – g3q.co.in

20 ગુણના 20 પ્રશ્નો એક ક્વીઝ માં પૂછવામાં આવશે જેના માટે 20 મીનીટ આપવામાં આવશે.

રાજ્ય કક્ષાના ગ્રાન્ડ ફીનાલેમાં 75 શાળા કક્ષાના અને 75 યુનીવર્સીટી કક્ષાના વિજેતાઓ એમ કુલ 150 વિજેતા જાહેર કરાશે તથા રાજ્યના લોકોમાંથી 750 વિજેતા જાહેર કરવામા આવશે.

કોલેજ કક્ષાના ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓને ઇનામો

શાળા કક્ષાના ગ્રાન્ડ ફીનાલેના વિજેતાઓને ઇનામો

1st – 5 લાખ

 

1st – 3 લાખ

 

2nd – 3 લાખ

 

2nd – 2 લાખ

 

3rd – 1.5 લાખ

 

3rd – 1 લાખ

 

 

પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વીઝ – નગરપાલિકા અને વોર્ડ કક્ષાએ

બીજા તબક્કામાં જીલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ

ત્રીજા તબક્કામાં ઓફલાઈન રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે.

તાલુકા કક્ષાની સ્પર્ધાની વિજેતાઓને પરિવારના ચાર સદસ્યોને એક વર્ષમાં સાયંસ સિટીનો વિનામૂલ્યે સ્ટડી ટુર  કરવામાં આવશે.

જીલ્લા કક્ષાના 820 વિદ્યાર્થીઓ 4100 પ્રજાજનોને 2 દિવસનો પ્રવાસ કરવામાં આવશે.

રાજ્યકક્ષાના 150 વિદ્યાર્થીઓને 750 પ્રજાજનો ત્રણ દિવસો પ્રવાસ કરવામાં આવશે.  

ટિપ્પણીઓ