18 JULY 2022
CURRENT AFFAIRS IN GUJARATI

વર્લ્ડ યુથ સ્કીલ્સ ડે – 2022
આ દિવસ દર વર્ષે 15 જુલાઈના રોજ ઉજવાય છે
2022 ની થીમ – Transforming skill for the
future
2014 માં યુ.એન. દ્વારા આ દિવસ ની ઉજવણી ની શરૂઆત
કરવામાં આવી હતી
સ્કીલ ઇન્ડિયા મિશન
કેમ ચર્ચામાં ?
15 જુલાઈના રોજ સ્કીલ ઇન્ડિયા મિશનની 7મી
વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
NATIONAL SKILL INDIA DEVELOPMENT MISSION જેને
સ્કીલ ઇન્ડિયા મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે તેની શરૂઆત 2015માં થઇ હતી
આ એક કેન્દ્ર સરકારનું પગલું છે જેના અંતર્ગત
ભારત દેશના યુવાઓને કૌશલ્યવર્ધક બનાવવામાં આવે છે
જેથી તેઓને ઝડપથી રોજગાર મળી રહે
દર વર્ષે 1 કરોડ યુવાઓને આ મિશન અંતર્ગત ટ્રેનીંગ
આપવામાં આવે છે
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 36 લાખ
યુવા લોકોને તૈયાર કરવામાં આવ્યા છે
11 લાખ 28 હાજર લોકોને દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ
કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવ્યા છે
તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ્વે લાઈન
2798.16 કરોડના ખર્ચે 116.65 કિમી ની રેલ્વે લાઈન
ને 2026-27 સુધીમાં નાખવામાં આવશે
આ નવી લાઈન કૃષિને લગતી તથા અન્ય ઉપજોને ગુજરાત
તથા રાજસ્થાનમાં ફરતી કરશે
આ નવી
લાઈન થી લોકો આ વિસ્તારમાં ઝડપથી આવી શકશે જેથી આ વિસ્તારનો આર્થીક વિકાસ થશે
51 શકિતપીઠ પૈકી નું એક અંબાજી તથા અજીતનાથ નું
જૈન દેરાસર આ વિસ્તારમાં આવેલું છે
તેથી શ્રદ્ધાળુઓ આ સ્થળો ઉપર ઝડપથી પહોચી શકશે
મધર ટેરેસા મેમોરીયલ એવોર્ડ 2022
કેમ ચર્ચામાં ?
દિયા મિર્ઝા અને અફરોઝ શાહને મધર ટેરેસા મેમોરીયલ
એવોર્ડ આપવામાં આવ્યો છે
આ એવોર્ડ સામાજિક ન્યાય , શાંતિ અને સદભાવમાં
વધારો કરતા લોકોને કે સંસ્થા ને આપવામાં આવે છે
કેમ આપવામાં આવ્યો ?
દિયા મિર્ઝાનો ભારતના મુખ્ય પર્યાવરણ અભિયાનો માં
અદ્વિતીય ફાળો રહેલો છે
અફરોઝ શાહે ભારતના દુનિયાના સૌથી મોટા સમુદ્ર તટ
ની સફાઈ નું બીડું ઝડપ્યું હતું
મધર ટેરેસા મેમોરીયલ એવોર્ડ વિશે :-
આ એવોર્ડ હાર્મની ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે
છે
આ એવોર્ડની શરૂઆત 2004માં કરવામાં આવી હતી
ત્યારથી આ એવોર્ડ દર વર્ષે કે દર બે વર્ષે
આપવામાં આવે છે
હાર્મની ફાઉન્ડેશન ની સ્થાપના અબ્રાહમ મથાઈ
દ્વારા કરવામાં આવી હતી
મંકી પોક્સ
કેમ ચર્ચામાં ?
હાલમાં કેરળમાં ભારતનો પ્રથમ મંકી પોક્સ નો કેસ
જોવા મળ્યો છે
એક વ્યક્તિ જે UAEથી કેરળ આવ્યો છે તેનામાં આના
લક્ષણો જોવા મળ્યા છે
તેના સેમ્પલ લઈને નેશનલ વાયરોલોજી ઇન્સ્ટીટયુટ પુણે
ખાતે મોકલવામાં આવ્યા છે
મંકી પોક્સ વિશે :-
સર્વ પ્રથમ વાર આના લક્ષણો વાંદરામાં જોવા મળ્યા હતાં
WHO અનુસાર આ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતો રોગ
છે
આ બહુ ગંભીર રોગ નથી
સામાન્ય રીતે આનું સંક્રમણ સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીના સંપર્કમાં આવવાથી, શરીરના તરલ પદાર્થો, શ્વસનટીપાં, કે તેમની દુષિત વસ્તુ જેમકે કપડા વગેરેનો સંપર્ક થવાથી પણ થાય છે
લક્ષણો :-
તાવ આવવો
માથું દુખવું
બરડામાં દુખાવો
ઠંડી લાગવી
થાક લાગવો
શરીરના અંદર અને બહાર ફોલ્લીઓ જોવા મળવી
જેવું જ સંક્રમણ તીવ્ર થાય એટલે શરીર ઉપર લાલાશ
પડતા ઘાવ અને ખંજવાળ શરુ થઇ જાય છે
આ રોગનું સંક્રમણ થયા થી રોગના લક્ષણો દેખાવા નો
સમયગાળો ( INCUBATION PERIOD ) 5 થી 21 દિવસનો હોય છે
ઇ-નામ
કેમ ચર્ચામાં ?
બેંગલુરુ કર્ણાટકમાં રાજ્ય કૃષિમંત્રીઓનું સંમેલન
બોલાવવામાં આવ્યું હતું. જેના આગળના દિવસે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ
તોમર દ્વારા રાષ્ટ્રીય કૃષિ બજાર ( ઈ-નામ ) અંતર્ગત પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મ (POP)
નું અનાવરણ કરવામાં આવ્યું.
POP એ ખેડૂતો ને પોતાના રાજ્યની બહાર ના બજારોમાં
પોતાની ઉપજને ઝડપથી વેચી શકશે
POP દ્વારા નિર્માણ થયેલ ડીજીટલ પારીસ્થીતીકીય
તંત્ર મુલ્ય શ્રુંખલાના ઘણા ક્ષેત્રોના જ્ઞાનસભર હશે
POP માં 41 પ્રકારની ઉપજની કિંમતને લગતી સેવાઓની
કવર કરવામાં આવી છે
ઈ-નામ શું છે ?
રાષ્ટ્રીય કૃષિ બજાર માટે eNAM અથવા ઈ ટ્રેડીંગ
પ્લેટફોર્મ ભારતના પ્રધાનમંત્રી દ્વારા
2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું
ઇ-નામ એક એવું પોર્ટલ છે જ્યાં રાજ્યોની APMC
જોડાયેલી હશે. જેમાં તમામ કૃષિ ઉપજોની માટે એક રાષ્ટ્રીય બજારનું નિર્માણ થશે
હાલમાં ઈ-નામ અંતર્ગત 1000 APMC સંચાલિત થાય છે
ભારત સરકાર ભાગ લેનાર APMC ને ૩૦ લાખ રૂપિયા આપે
છે
ખેડૂતોને આ પોર્ટલ ની માહિતી આપવા માટે ચોવીસ
કલાક કિસાન હેલ્પલાઈન શરુ કરવામાં આવી
ઈ-નામ ના લાભો :-
આ સમગ્ર દેશમાં એકરૂપતા અને પ્રક્રિયાઓને
સુવ્યવસ્થિત કરે છે
આ ખરીદનાર અને વેચનાર વચ્ચે નું અંતર ઓછું કરે છે
વાસ્તવિક સમયે કીમત નું અનુમાન લગાવી શકાય
આ પારદર્શી નીલામી નું પ્રાવધાન કરે છે
APMC નું પૂરું નામ :- AGRICULTURAL PRODUCE
MARKET COMMITTE
IIT મદ્રાસ માં સ્થાપિત સ્ટાર્ટ અપ DETECT TECHNOLOGIES
કેમ ચર્ચામાં ?
ધાતુ, તેલ અને ગેસ કંપની વેદાંત એ IIT મદ્રાસ
સ્થાપિત સ્ટાર્ટ અપ ડીટેક્ટ ટેકોનોજીજ ની સાથીદાર બની છે
વેદાંત એ પોતાના તમામ વ્યાવસાયિક સ્થળો ઉપર ટી-પલ્સ
HSSE મોનેટરિંગ સીસ્ટમ લગાવેલ છે
આ સહયોગથી વેદાંત સમૂહને તેમના કાર્ય સ્થળો પર એઆઈ
આધારિત સુરક્ષા પ્રદાન કરે છે
ટી પલ્સ ને એવી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે
કે જોખમ નું ન્યુનીકરણ તથા શમન થાય છે
વેદાંત સ્પાર્ક 1.૦ નો વિજેતા ડીટેક્ટ ટેકનોલોજીજ
હતો
વેદાંત પાર્ક એક વૈશ્વિક કોર્પોરેટ ઇનોવેશનને
પ્રોત્સાહન આપતો પ્રોગ્રામ છે. જેને ઉદ્દેશ સમાજ માટે ઉપયોગી સ્ટાર્ટ અપ્સ સાથે
જોડાણ કરવાનો છે
વિદાંત ગ્રુપના CEO – સુનીલ દુગ્ગલ
અથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
કેમ ચર્ચામાં ?
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ એથલેટીક્સ
ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે પાર્ટનરશીપ કરી છે
રિલાયન્સ એ ભારતના એથલેટીક્સ રમતવીરોને તૈયાર
કરવા માટે વર્લ્ડ ક્લાસ ફેસીલીટી, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, તથા મેડીસીન વગેરે
પૂરું પાડશે
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નું ફોકસ મહિલાઓને
એથલેટીક્સ માં લાવીને સ્ત્રી પુરુષ સમાનતા લાવવા પર છે
2017 માં રિલાયન્સ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન યુથ
સ્પોર્ટ્સ પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી જેમાં 5500 થી વધુ શૈક્ષણિક સંસ્થાનો
અને 50 કરતા વધુ જિલ્લાઓમાં આનું આયોજન થાય છે
2018 માં ઓડીશા રાજ્યમાં ઓડીશા રાજ્ય સરકાર સાથે જોડાઈને
ઓડીશા રિલાયન્સ ફાઉન્ડેશન એથલેટીક્સ હાઈ પરફોર્મન્સ સેન્ટર ની સ્થાપના કરી હતી
એથલેટીક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા :-
મુખ્યાલય – નવી દિલ્લી
સ્થાપના – 2018 માં
અધ્યક્ષ – અદિલ્લે જે. સુમારીવાલ્લા
સ્વરાજ : ભારત કે સ્વતંત્રતા સંગ્રામ કી સમગ્ર ગાથા
આ એક ટીવી સીરીયલ છે
જેના ટ્રેલરને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ
ઠાકુર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે
આ ટીવી સીરીયલ દુરદર્શન ઉપર 14 ઓગસ્ટ 2022 થી
જોવા મળશે
આમાં કુલ 75 એપિસોડ છે જેમાં ભારતના સ્વાતંત્ર્યવીરો
ની શૌર્ય ગાથાને આવરી લેવામાં આવી છે
ઓલ ઇન્ડિયા રેડિયો પણ આ સીરીયલ ને પ્રસાર કરશે
અનુરાગ ઠાકુરે કહ્યું કે 203૦ સુધીમાં ભારતીય
મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી 24 બિલિયન અમેરિકી ડોલર માંથી 100 બિલિયન
અમેરિકી ડોલર બની જશે
E-FIR સર્વિસ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા e-
FIR અને ઉત્તરાખંડ પોલીસ એપ લોન્ચ કરવામાં આવી
આ એપમાં પાંચ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
(1)
લક્ષ્ય નશામુક્ત ઉત્તરાખંડ
(2)
મેરી યાત્રા
(3)
ગૌરા શક્તિ
(4)
ટ્રાફિક આઈ
(5)
પબ્લિક આઈ
આ એપ સાથે જોડાયેલ હોટલાઈન નંબર 1930 અને
આપાતકાલીન નંબર 112 છે
ચોરી થયેલા દસ્તાવેજો કે વાહનો ની રીપોર્ટ ઘરે
બેઠા મોબાઇલ દ્વારા લખાવી શકાશે
ફોરમેટ અનુસાર રીપોર્ટ લખતાં તેને પોલીસ
સ્ટેશનમાં e-FIR તરીકે પંજીકૃત કરવામાં આવશે.
ઉત્તરાખંડના રાજ્યપાલ – ગુરમીત સિંઘ
અમારા TELEGRAM ગ્રુપમાં જોડવા માટે CLICK HERE
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો